હરસિધ્ધિ માતાજી વિશેની આ વાતો ઘણા ઓછા લોકોને ખબર છે, વાંચો તેમની સાથે જોડાયેલી ખાસ વાતો.

0
2749

મારો બાઇક પ્રવાસ – ગાંધવીગામ પોરબંદર.

જય શ્રી હરસિધ્ધિ માતાજી

મિત્રો મારોબાઇક પ્રવાસનો લેખ લખવાનો હેતુ ધર્મ પ્રચારનો છે. ધાર્મિક મંદિર સ્થળોની માહિતી જનતાને પહોંચાડવાનો છે. કોઈ ભૂલ હોયતો માફ કરશો. મારા દરેક પ્રવાસમા મારી ધર્મ પત્નિ સુખ દુઃખમા સાથે જ હોય છે.

મિત્રો આજે આપણે નવો પ્રવાસ કરશુ.

માઁ હરસિધ્ધિ ભગવાન શ્રીક્રિષ્ન અને શેઠજગડુશાહ અને રાજાવીર વિક્રમ અને રાજપીપળા ના રાજવી વેરીસાલજી સાથે જોડાયેલ વાત કરશુ. માઁ ના દર્શન કરી ને માહિતી જાણશું તો ચાલો હરસિધ્ધિમાઁ ના ધામ ગામગાંધવી કોયલો ડુંગર.

ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી ઉપર પોરબંદર થી દ્વારકા હાઇવે જાતા 45 કિલોમીટર ના અંતરે માતાજી હરસિધ્ધિ નું મંદિર ગાંધવી ગામ કોયલો ડુંગર ઉપર આવેલછે. સમુદ્ર કાંઠે દરિયા દેવના મોજા ઉછાળા મારેછે. ત્યાં માઁ હરસિધ્ધિ માના બેસણાં માં હરસિધ્ધિની સ્થાપના શ્રી કૃષ્ણ ભગવાન એ કરી છે.

ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાના ઓખાગામના બેટમાં શંખેશ્વરનામનો દૈત્ય થી હાહાકાર વર્તાવી મુકિયો ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને તેને અંત કરવા માટે બેટદ્વારકા જાયછે ને રસ્તામાં કોયલા ડુંગર આવે ત્યાં ઉપર રાતવાસો કરે છે. શ્રીકૃષ્ણ ભગવાન ના કુળદેવી શ્રીઅંબાજી માતાજી ને શ્રી કૃષ્ણ યાદ કરે. માતાજી પ્રગટ થાય છે ને શ્રી કૃષ્ણ ભગવાન માતાજી ને કહે કે, હે મા કુળદેવી મારે બેટમાં શંખેશ્વર નામના દૈત્ય ને મારવા જાવું છે તો તમે મને સહાય કરો માતાજી કહે પ્રભુ તમે તો સર્વ શક્તિ માન છો તયારે ભગવાન શ્રીકૃષ્ણ કહે મા તમે મારા કુળદેવી છે.

હું કુળદૈવી ને આગળ નહિ કરું તો જગતમા કુળ દેવીને કોઈ આગળનહીં કરે અને દુઃખી થાશે ત્યારે માતાજી કહે હું તમારી સાથેછું તયારે શ્રી કૃષ્ણ ભગવાને માતાજી નું ત્યાં સ્થાપન કર્યું પૂજન કર્યું કહું કે મા હરસિધ્ધિ તમે અહીં કાયમ માટે બિરાજો ત્યાર થી માતાજી કોયલા ડુંગર ઉપર હરસિધ્ધિ મા તરીકે પુજાય છે. કોઈ માને વહાણવટીમા તરીકે પૂજે કોઈ સિકોતરમા તરીકે પૂજે છે.

જગડું શાહ શેઠ બહુ પ્રખિયાત શેઠ થઈ ગયા. તેમનો વેપાર દેશ વિદેશમા બહુ મોટો શેઠના. વહાણ આ દરિયા માંથી પસાર થતા ને માતાજી હરસિધ્ધિ ના બેસણા કોયલા ડુંગર ઉપર ને માતાજી ની નજર પુરા દરિયામાં પડે અને શેઠ જગડુશાહના વહાણ પર નજર પડે ને વહાણ દરિયામા ડૂબી જાયછે બહુ મોટી નુકસાની આવે. દરેક વખતે અહીં હરસિધ્ધિ માતાના દરિયા મા વહાણ ડુબીજાય બીજે ક્યાંય ના ડૂબે હવે શું.

કરવું જગડુશાહ શેઠ વિચાર કરે શુ કરવું આમ કેમ થાયછે તેમને ઘણા બ્રાહ્મણો પાસે જોસ જ્યોતિષ જોવરાવીયાઅને બ્રાહ્મણ એ કહ્યું કે કોયલા ડુંગર ઉપર થી હરસિધ્ધિ માતાજી ની નજર પડે છે. તમારા વહાણ ડુબીજાય છે તો તમારે હરસિધ્ધિ માતાજી ની પૂજાકરી ને પ્રસન્ન કરો તો તમારા વહાણ ડૂબતા બંધ થાય જગડુંશાહ શેઠ તેમના પરિવાર સહિત ગાંધવીગામ કોયલા ડુંગર પર હરસિધ્ધિ માતાજી ના દર્શન કરવા આવે છે.

હરસિધ્ધિમા નું પૂજન કરી ને માતાજી ને પ્રાથના કરે મંદિર માંથી અવાજ આવે માતાજી કહેછે. કે જગડુશાહ તું મને કોયલા ડુંગર ઉપર થી નીચે ઉતાર તો તારા વહાણ હું નહીં ડૂબવા દઉ તો જગડુશાહ કહે માતાજી તમે જ્યારે આવો તયારે હું તૈયાર છું માતાજી કહે કે તું મને પગલે પગલે બલીદાન આપતો હું નીચે આવું અને હું મંદિરના દ્વારમાંથી નહીં આવું હું મંદિરના શિખર ઉપર થી આવીશ જગડુશાહ શેઠ કહે ભલે મા તમે કહો તેમ તમારે શુ બલી જોશે ત્યારે મતાજી કહે છે. મારે પગલે પગલે પાડાનું બલીદાન જોયે.તું દયાન રાખજે મારુ એક પણ પગલે બલીદાન નહીં હોય તો હું પાછી કોયલા ડુંગર ઉપર ચાલી જઈશ જગડુશાહ શેઠ માતાજીના વચને બંધાઇ ને હા પાડે છે અને પાડા મંગાવેછે.

હરસિધ્ધિ માતાજી ની પૂજાઅર્ચના કરી અને જગડુશાહ માતાજી ને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતરવા પ્રાથના કરેછે. બોલો હરસિધ્ધિ માતાજી ની જય.

હરસિધ્ધિ માતાજી કોયલા ડુંગર ઉપર મંદીર નું શિખર તોડી કડડ વીજળી ના ચમકારા થાય છે.મા જગત જનની હરસિધ્ધિ માતા ડુંગર ઉપરથી પાડા ના બલિદાને પગલાં માંડે. એક બે એમ પગલાં માંડતા જાય છે ને માતાજી કોયલા ડુંગર ઉપરથી નીચે મંદિરે ઉતરતા જગડુશાહ શેઠની ભક્તિ ની કસોટી હવે
હરસિધ્ધિ માતાજી કરેછે છેલ્લે ચાર પગથિયાં બાકી રહે છે.

બલિદાન માટે પાડા ખલાસ થઈ જાયછે પાડા ક્યાંય થી પણ મળતાં નથી હવેશું કરવું માતાજી ના વચને શેઠ બંધાણા ને માતાજી એ કહું હતું કે, એકપણ બલિદાન નહીં હોય તો હું ડુંગર ઉપર પાછી ચાલી જાઈશ જગડુશાહ શેઠ કહે મા હું તમને પાછા જાવા દઉ તો મારી ભક્તિ લાજે જગડુશાહશેઠતેની પત્ની અને જગડુશાહ શેઠ ના દીકરો વહુ એમ ચાર વ્યક્તિ નો પરિવાર ને બલિદાન પણ ચાર ઘટે છે.

એક પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમના દીકરાનું બલિદાન આપે માતાજી ને હરસિધ્ધિ પગલાં માંડે છે બીજે પગથિયે જગડુશાહ શેઠ દીકરાની વહુનું બલિદાન આપે છે. માતાજી હરસિધ્ધિ પગલાં માંડે છે. ત્રીજા પગથિયાં ઉપર જગડુશાહ શેઠ તેમની પત્ની નું બલિદાન આપેછે માતાજી હરસિધ્ધિ પગલાં માંડે છે ને છેલ્લે પગથિયે જગડુશાહ શેઠ તેમનું પોતાનું બલિદાન તેમના હાથેમા થુકાપી ને માતાજી ને બલિદાન આપે માતાજી. પગલાં માંડી ને ડુંગર ઉપર થી નીચેના મંદિરમા બિરાજે છે બોલો મા હરસિધ્ધિની જય.

હરસિધ્ધિ માતાજી જગડુશાહ શેઠ અને તેમના પરિવાર ને સજીવન કરે અને વરદાન માગવા નું કહે છે અને જગડુશાહ શેઠ માતાજી ને કહે મા તમારી ભક્તિ આપો ને જ્યારે યાદ કરું ત્યારે દર્શન દેજો માતાજી વરદાન આપેછે.અને માતાજી જગડુશાહ શેઠ અને તેના પરિવાર ના માતાજીની બાજુમાં મુર્તિ ઓ છે. તેની પૂજા થાય તમે હરસિધ્ધિ માતાજી ના મંદિરે ગાંધવી દર્શન કરવા જાવ તો માતાજીના દર્શન કરોને ત્યાં જમણી સાઈડ મા શેઠ જગડુશાહ ને તેમના પરિવાર ના ચાર ના પાળિયા છે તેમના દર્શન જરૂર કરજો.

ગાંધવી ગામ નો રાજા પ્રભાત સેન ત્યાં ગાંધવી મા રાજ કરે ને હરસિધ્ધિ માતાજી ના મંદિર મા દરરોજ દર્શન કરી ને રાજ નો કારભાર ચલાવે ને નવરાત્રી મા માની ગરબી કરે ને ગામની બેન દિકરીયું ગરબા રમે માતાજી ના મંદિર મા ધામ ધૂમ થી નવરાત્રી ના ઉત્સવ ઉજવે ભક્તિ ભાવ થી માનું પૂજન અર્ચના કરે.

એક વખત નવરાત્રી ના ગરબા બેનો દિકરીયું રાતે રમતાં હતા તેમાં મા હરસિધ્ધિ પણ શોળેશણગાર સજી ને દીકરી ના રૂપમાં ગરબા રમવા આવિયા. માતાજી હરસિધ્ધિ ગરબે રમે ને રાજા પ્રભાત સેન જોઈ ને વિચારે આ કોઈ નવું રમેછે ને તેમનું રૂપ જોઈ ને પ્રભાત સેન મોહમાં પડી ને ગરબા અડધી રાત્રે પુરા થાય છે અને રાજા પ્રભાત સેન માતાજી હરસિધ્ધિ દીકરી ના રૂપ મા હતા તેનો હાથ પકડે છે ને મા જગત જનની હરસિધ્ધિ માતાજી રાજા પ્રભાત સેન ને કહે, રાજા તું મને ઓળખતો નથી તારી ભલાઈ તેમાં છે તું મારો હાથ મુકીદે રાજા પ્રભાતસેન રૂપ જોઈ ને મોહી ગયો હતો માતાજી નો હાથ મુકતો નથી ને મા હરસિધ્ધિ એ તેમનું અસલ રૂપ માતાજી નું રાજા ને બતાવ્યુ ને રાજા પ્રભાતસેન માતાજી ના પગ માં પડીગ્યો ને માતાજી પાસે ભૂલની માફી માગવા લાગયો મા મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો.

પ્રભાત સેન ને માતાજી કહે પ્રભાત સેન તે ભૂલ કરી તને માફ કરું તને મારતી નથી પણ દરરોજ તારે મારા મંદિરે આવી ને મને ભોગ દેવો પડશે પ્રભાત સેન રાજા માતાજી ને વચને બધાઈ ને માતાજી ને હા કહે છે ને દરરોજ રાતે રાજા પ્રભાતસેન માતાજી ને પોતાના શરીરનો ભોગ આપવા હરસિધ્ધિ માઁ ના મંદિરમા જાય ને ઉકળતી તેલની કડાઈ મા પડે છે.

માતાજી પ્રભાતસેનના શ રીરનું ભ ક્ષણ કરી ને પાછો સજીવન કરીને રાજ મા જાવાની આજ્ઞા આપે પ્રભાત સેન રાજા શરીરે બહુ રૂસ્ટ પુસ્ત હતોને દરરોજનો આ ક્રમ પ્રભાત સેન થોડા સમયમા બહુજ દુબળો પાતળો થઈ ગયો માતાજી તેના શરીરનું ભક્ષણ કરતા એક દિવસ પરદુઃખ ભંજન રાજા વીરવિક્રમ ગાંધવી આવે છે ગાંધવીનો રાજા ને વિક્રમ રાજા માસી ના દીકરા ભાઇ થાઈ વિક્રમરાજા પ્રભાત સેન ને પૂછે કે તને શુ થયું તું સાવ આવો દુબળો કેમ પ્રભાત સેન વાત કરતા નથી પણ વિક્રમ રાજા કહે તારું દુઃખ મને કહે તારા દુઃખ દૂર ના કરું તો હું રાજા વિક્રમ નહીં.

ત્યારે પ્રભાત સેન વાત કરે છે કે માતાજી નવરાત્રી મા ગરબે રમવા આવિયા ને મારાથી ભૂલ થઈ ગઈ. મોહમાં મેં માતાજી હરસિધ્ધિ માતા નો હાથ પકડ્યો ને માતાજી કોપાયમાન થઈ ગયા અને મને દંડ આપીયો કે મારે દરરોજ હરસિધ્ધિ માઁના મંદિરે જઈ ને ઉકળતી તેલની કડાઈ મા પડી ને મારા શ રીરનું ભ ક્ષણ માતાજી કરે અને પછી પાછો સજીવન કરે પ્રભાત સેન વિક્રમરાજા ને વાત કરેછે.

વિક્રમ રાજા કહે બસ એટલી વાત તારું હું દુઃખ દૂર કરું પછીજ અહીંથી જાઈશ ને પ્રભાત સેનને કહે આજે રાતે તારી બદલી મા હું હરસિધ્ધિમાઁ ના મંદિરે ભોગ આપવા જાઈશ તેજ દિવસે રાતે વિક્રમરાજા દરિયા મા સ્નાન કરી માતાજીનું પૂજન કરી ને હરસિધ્ધિ માઁ ના મંદિરે સુગંધી ધૂપ શરીરમા લગાડી અને જાય છે. ઉકળતી તેલ ની કડાઈ મા પડેછે.ઉકળતી તેલની કડાઈમા ધૂપની સુગંધ બહુજ આવવા લાગી.

ધુપની સુંગધ ને ભોગ થી માતાજી બહુજ ખુશ થઈ ગયા ને વિક્રમરાજા ને કહે માગ માગ તારે જે માગવું હોયતે માગ.તારી ઉપર હું પ્રસન્ન છું વિક્રમરાજા કહે માતાજી હું બે વચન માગું છું. માતાજી કહે માગ વિક્રમ રાજા કહે પહેલું વચન મારા માસીના દીકરા ગાંધવીનો રાજા પ્રભાતસેન ને તમારા દંડ માંથી મુક્ત કરો ત્યારે માતાજી એ પ્રભાત સેન ને આશિષ આપી ને શરીર મા હતો એવો જ કરી દીધો.

હવે વિક્રમ રાજા બીજું વચન માગે છે, હે માઁ જગત જનની ભગવાન શ્રીકૃષ્ણના કુળદેવી મા હરસિધ્ધિ તમે મારી ઉપર પ્રસન્ન થયાછે. તો મારી
સાથે મારા રાજ મા ઉજજેન ચાલો હરસિધ્ધિ માતાજી કહે તારી સાથે હું આવું પણ સવાર થી સાંજ સુધી હું અહીં રહીશ ને સાંજ થી સવાર સુધી હું ત્યાં રહીશ.વિક્રમરાજા કહે માઁ તમારી ઇચ્છા હોયતેમ માતાજી હરસિધ્ધિ વિક્રમરાજાની સાથે ઉજેન જાય છે. વિક્રમરાજા ઘોડા ઉપર જાય છે ને ધોડાની પાછળ માતાજી હરસિધ્ધિ મા આવેછે ને જાજરી નો અવાજ આવે છે.

ગાંધવી થી વિક્રમરાજા સુદામાપુરી (આજનું પોરબંદર) ત્યાં પાણી પીવા અને પોરો ખાવા રોકાઈ છે.(આરામ કરવા ) બેઠા વિક્રમરાજા અને માતાજી હરસિધ્ધિ મા ને વિક્રમરાજા એ જે જગ્યાએ પોરોખાધો તે જગ્યા હાલનું પોરાઈ માતાજી નું મંદીર નામ પડીયું ને માતાજી ઉજેન મા સાંજ થી સવાર સુધી હોય ને સવારે ગાંધવી હરસિધ્ધિ મા આવે ત્યારે ત્યાં માતાજી નો હિંડોળો છે તે સવારે માતાજી આવે એટલે તરત ચાલવા માંડે ત્યારે સવારે પૂજારી અને ભક્તો ને ખબર પડે માતાજી ઉજેન થી આવી ગયા. એટલે સવાર ની આરતી ચાલુ થાય ને સાંજ ની આરતી કરી ને માતાજી ઉજેન જાય.ગાંધવી હરસિધ્ધિ માતા ના દર્શન જરૂર જાજો ત્યાં ધર્મશાળાછે.

રહેવા માટે સમુદ્રના મોજા ઉછાળા મારે છે બહુજ રમણીય સ્થળ છે ત્યાં મંદિર નું કામ ચાલુ છે હરસિધ્ધિમાઁ ને વિક્રમરાજા ઉજેન લઈ જાય છે ને રસ્તામાં સુદામાપુરી (આજનું પોરબંદર) ગામ સુદામાપુરીધામ એ શ્રીકૃષ્ણ ભગવાનના બાળ પણ ના મિત્ર સુદામાજી નું ગામમા હરસિધ્ધિ માઁ અને રાજાવિક્રમ ઉજેન જાતા રસ્તામા આવતું એટલે ત્યાં પોરોખાવા બેઠા તે જગ્યા પોરબંદર મા જે મિલપરા વિસ્તાર કેવાય છે ત્યાં પોરાઈ માતાજી નું મંદિર છે.

હરસિધ્ધિ માતાજી એ પોરોખાધો એટલે હરસિધ્ધિ માતાજી ને પોરાઈ માતાજીનાનામ થી પૂજાય પોરબંદર નું જૂનું નામ સુદામાપુરી હતુ સમુદ્ર નો કાઠો એટલે માછીમાર નો ઉદ્યોગ વધારે ત્યાં વહાણ બનાવવાનો બંદર વેપાર વહાણ દ્વારા વધુ થતો પોરાઈ માતાજીના મંદિર ઉપરથી પોરાઈ બંદર કહેતા સમય જતાં સુધારી ને પોરાઈ બંદર ને બદલે પોરબંદર નામ પોરબંદરમા સમુદ્ર ને કાંઠે રળિયામણું ગામ બરડા ડુંગર ની ગોદ મા પથ્થર નો ઉધોગ મોટો
પોરબંદર મા રેલવે લાઇન મા છેલ્લું સ્ટેશન છે.

પોરબંદરમા મચ્છી ઉધોગ મોટોછે સુદામાપુરી ચારધામ યાત્રા મા સુદામાપુરી ની યાત્રા ગણાય સુદામાપુરીના દર્શન ના કરેતો યાત્રા અધૂરી છે. યુગોયુગ થી શાસ્ત્રમાં વંચાઈ છે પોરબંદર મા સીટી ની વચ્ચોવચ સુદામાપુરી મંદિર આવેલ છે જે વિસ્તાર સુદામા ચોક તરીકે પ્રખિયાતછે ત્યાં સુદામાપુરી નું મંદિર ચામુંડા મા મહાકાળી મા ભૈરવદાદા નું શિવમંદિર બીજા અનેક મંદિરો છે સુલ્તાનજીનો ચોરો ફરવા લાયક છે.

બીજા આપણાં દેશ ના રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદગાંધી (ગાંધીજી) નું જન્મ સ્થળ છે ગાંધીજી એ સત્ય અહિંસા જીવન સૂત્ર હતું ગાંધીજી ને ભારત દેશના રાષ્ટ્રપિતા કહેવાય ગાંધીજી નું મકાન જે જન્મ સ્થળ કીર્તિમંદિર તરીકે ઓળખાય છે ત્યાં ગાંધીજી ના સરસ મ્યુઝીયમ છે પોરબંદર ની મુલાકાત લ્યો તયારે કીર્તિ મંદિર ની મુલાકાત જરૂર લેજો મિત્રો આપણે આગળ વાત કરી વિક્રમરાજા હરસિધ્ધિમાઁને ઉજેનલઈ ગયા ત્યાંથી હરસિધ્ધિ
માતાજી ને રાજપીપળાના રાજવી છત્રશાલજી ના કુંવર વેરીસાલજી રાજપીપળા લઈ ગયા.

નર્મદા જિલ્લાનું રાજપીપળા ગામ વડોદરા થી 90 કિલોમીટર ના અંતરે આવેલું ગામ ત્યાં માઁ હરસિધ્ધિ માતાનું ભવ્ય મંદીર છે. રાજપીપળામા ઇસ.1650 મા રાજા છત્રસાલજી મારાજ રાજગાદી ઉપર હતા તેમના રાણી નંદકુવારબા રાજા રાણી હરસિધ્ધિ માઁ ના ઉપાસક હતા તે ઉજેન હરસિધ્ધિ માઁ ના દર્શન કરવા જતાં ને ગાંધવી કોયલા ડુંગર પણ હરસિધ્ધિમાઁ ના દર્શન કરવા જાતા હરસિધ્ધિમાઁ નું મૂળ મંદિર સૌરાષ્ટ્રમાં પોરબંદર પાસે ગાંધવી પોરબંદર થી 40 કિલોમીટર દ્વારકા જતા મંદીર આવે છે.

રાજપીપળાના રાજા શ્રી છત્રસાલજી ને રાણી નંદકુવારબા હરસિધ્ધિ માઁ ના ઉપાસક હતા માતાજી ની કૃપાથી તેને ત્યાં ઇસ.1630 પુત્રજન્મ થયો તેનું નામવેરીસાલજી વેરીસાલજી પણ માતા પિતાની જેમ હરસિધ્ધિ માતાજી નો ઉપાસક ધર્મ નીતિ પરાયણ તેપણ માતા પિતા સાથે ઉજેન જતો ને ત્યાં હરસિધ્ધિ માતા વિશે પૂછતો માતાજી નું મંદિર અહીં કેમ છે. માતાજી અહીં કેમ પ્રગટ થયા પૂજારી અને અને કુંવર ના માતાપિતા (રાજા રાણી)કુંવરને માતાજીની વાત કરે શ્રીકૃષ્ણભગવાનના કૂળદેવી હરસિધ્ધિ માતા શ્રી કૃષ્ણ ભગવાન ને કોયલા ડુંગર પર માતાજી ની સ્થાપના કરી ડુંગર ઉપર થી જગડુશાહ શેઠ એ હારસિદ્ધિ માતાજી ને કોયલા ડુંગર ઉપરથી નીચે ઉતારી નીચે મંદિરમાં સ્થાપના કરી તયાંથી રાજા વિરવિક્રમ હરસિધ્ધિ માતાજી ને ઉજેન લઈ આવિયા કુંવર વેરીસાલજી કહે માતાજી ઉજેન થી રાજપીપળા આવશે હું માતાજી ને રાજપીપળા લઈ જાઈશ તે માતા પિતાની સાથે ઉજનેન રોકાણ કરેછે ને પૂજારી પાસેથી પૂંજા પપાઠ મંત્ર જાપ જાણી “ઑમ હારસિદ્ધિયેનમઃ”

મંત્ર જાપ કરવા લાગ્યા ને માતાજી ની ભક્તિ જાપ કરે ઇ.સ1652 મા રાજાછત્રસાલજી નો સ્વર્ગ વાસ થયો કુંવર વેરીસાલજી ને 22 વર્ષ ની ઉમર મા રાજ્યાભિષેક કર્યો રાજપીપળા ના રાજા થઈ ને રાજ્યનો કારભાર સાંભળી લીધો રાજપીપળા ની પ્રજાના માનીતા રાજા થઈ ગયા વેરીસાલજી માતાજી ના જાપ કરે ભક્તિ કરે એક દિવસરાતે માતાજી વેરીસાલજીને સપનામાં આવિયા કહે વેરીસાલ તારી ભક્તિ થી હું પ્રસન્ન થઈ તું મને અહીં લઈ આવવામાંગેછે.

હું આવીશ મારી સાથે કાલેશ્વર મહાદેવ વીર વૈતાળ સાથે બાલપીર આવશે મારી એક શરતછે. અમે તારા ઘોડાની પાછળ પાછળ આવશું તું જો પાછળ જોઈશ તો અમે ત્યાં જ રોકાઈ જાશું અને તારે મંદિરબનાવી ને પૂજાપાઠ ત્યાંજ કરવા પડશે વેરીસાલજી કહે ભલે માતાજીને આંખખુલી ગઇ વેરીસાલજી તો સવારના તરત ઉજ્જેન જાવા ની તૈયારી કરી પૂજાપાઠ સામાન સાથે લીધો ને કંકુ લેવાનો માતાજી ભુલાવી દયેછે.

વેરીસાલજી પૂજા કરે ત્યાંરે કાય પણ બોલેનહી પૂજાકરતા સમયે આસન પરથી ઉભા થાય નહી વેરીસાલજી ઉજ્જેન પહોંચી નાહીંધોઇ ને પૂજા કરવાબેઠા કંકુ ભુલીગયા હવે શું કરવું ઉભા તો થવાય નહિ પણ તરત કટાર કાઢી ને તેમની એક આંગળી કાપી ને લોહી થી માતાજી ને ચાંદલો કરી ને માફી માગે માતાજીની અને તરત જ માઁ હારસિદ્ધિ મા પ્રગટ થઈ ને વેરીસાલજી ને કહે કે માગ માગ વરદાન માગવું હોયતે માગ હું તારી ભક્તિ થી પ્રસન્ન થઈ વેરીસાલજી કહે માઁ તમે પ્રસન્ન થયાં મારે તમારી કૃપાથી બધું છે મારી એક ઈચ્છાછે.તમે જે મને સપનામાં કહ્યું તેમ રાજપીપળા પાધારો.

હરસિધ્ધિમાઁ કહે મારી શર્ત યાદ છે પાછું વાળીને જોઇશ ત્યાં અમે રોકાઈ જાશું ત્યાં સ્થપના કરી પૂજા પાઠ કરવા વેરીસાલજી કહે હા માઁ યાદ છે તમે કહો તેમ હરસિધ્ધિ માતાજી કહે આવતી કાલે સવારે આઠમ ને મંગળવારના તું તારા ઘોડા પર આગળ ચાલજે અમે પાછળ આવશું.

બીજે દિવસે સવારે ઇસ 1657માં નવરાત્રિ ની આઠમ ને મંગળવારના રોજ હરસિધ્ધિમાઁ ની આજ્ઞા થી વેરીસાલજી ધોડા ઉપર આગળ ચાલે ને પાછળ પાછળ હરસિધ્ધિમાઁ મહાદેવ અને વીરવૈતાળ બાલપીર સાથે પાછળ પાછળ આવેછે. અને રાજપીપળા ગામ બારોબાર પહોંચી ગયા ત્યાં વેરીસાલજી પાછળ જોવેછે તો હરસિધ્ધિ માઁ સિંહ ઉપર દર્શન આપી ત્યાં જ રોકાઈ જાય છે વેરીસાલજી પસ્તાવો કરેછે કે પાછળ જોયું તેનો વેરીસાલજી ત્યાં સ્થાપના કરી માતાજીનું મંદીર બનાવેછે.

કાલેશ્વર મહાદેવનું મંદિર વીરવેંતાળ નું મંદિર બાલપીર ની દરગાહ બનાવી પૂજા કરેછે ભક્તિ કરેછે 85 વર્ષ નું આયુષ્ય ભોગવી ઇસ. 1751 વેરીસાલજી માતાજીના ધામમાં જાય છે
જય શ્રી હરસિધ્ધિ માતાજી

જયશ્રી ભક્ત રાજા વેરીસાલજી

મિત્રો આપજરૂર ગાંધવી ઉજેન રાજપીપળા હરસિધ્ધિ માતાજી ના દર્શન કરવા જાજો

લેખક -ભરત. શીંગડીયા “જય માતાજી ”

(પ્રજાપતિ) 26 / 2 /2021 (અમર કથાઓ ગ્રુપ)