જો તમારા હાથમાં આ નિશાન હશે તો તમારા ઘર…… અને જાણો કઈ ઉંમરે પૂરી થાય છે આ ઈચ્છા

0
467

સામાન્ય રીતે દરેક વ્યક્તિ આલીશાન ઘરની ઈચ્છા રાખે છે. જેને પુરી કરવા માટે માણસ દોડધામ મા વ્યસ્ત રહે છે. હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની કેટલીક રેખાઓ દર્શાવે છે કે વ્યક્તિના જીવનમાં ઘર છે કે નહીં. જો કોઈ વ્યક્તિની હથેળીમાં આ રેખાઓ હોય તો તેને ચોક્કસપણે મકાનનું સુખ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ હસ્તરેખાશાસ્ત્ર અનુસાર આ વિશે.

આ રેખાઓ અને નિશાનો ઘરની ખુશીની ઓળખ આપે છે

હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો હાથનો શનિ પર્વત મજબૂત હોય અને હૃદય રેખા પર ત્રિકોણનું નિશાન હોય તો આવા લોકોને જીવનમાં ઘરનું સુખ ચોક્કસ મળે છે. આ સાથે ઘણી વખત આવા લોકોને એકથી વધુ ઘરનું સુખ પણ મળે છે. આ સિવાય જો આ ત્રિકોણને પાતળી રેખા કાપતી હોય તો વ્યક્તિને પોતાનું ઘર તો મળી જાય છે, પરંતુ તેમાં રહેવાનો આનંદ નથી મળતો. જોકે આના બીજા પણ ઘણા કારણ હોઈ શકે છે.

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો ભાગ્ય રેખા પર સ્પષ્ટ ત્રિકોણનું નિશાન બનેલું હોય તો વ્યક્તિને ઘરનું સુખ પ્રાપ્ત થાય છે. આવા લોકોને મનપસંદ ઘરમાં રહેવાનો આનંદ મળે છે.

હસ્તરેખાશાસ્ત્રમાં, આ ત્રિકોણને મની ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાગ્ય રેખા પાતળી અને અસ્પષ્ટ હોય અને ત્રિકોણનું નિશાન હોય તો જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા પછી વ્યક્તિને ઘરનું સુખ મળે છે.

જો ભાગ્ય રેખા, મસ્તક રેખા અને જીવન રેખાની હથેળીમાં ત્રિકોણનું નિશાન બનેલું હોય અને તેમાં કાળા ડાઘ દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી. આવા લોકોને પોતાનું ઘર બનાવ્યા પછી પણ સુખ નથી મળતું.

જો ગુરુ પર્વત પર સ્પષ્ટ ચતુર્ભુજ ચિન્હ હોય તો આવા લોકોને મકાનનું સુખ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. સાથે સાથે ગુરુ પર્વતની સ્થિતિ પણ સારી હોવી જોઈએ.

જો મંગળ પર્વત પરથી કોઈ રેખા નીકળીને શનિ પર્વત તરફ જાય છે તો જીવનમાં ઘરનું સુખ ચોક્કસ મળે છે. તેમજ આવા લોકોને આ સુખ 35 વર્ષ પછી જ મળે છે. આ સિવાય જો શનિ પર્વત પર બે સ્પષ્ટ ઊભી રેખાઓ હોય તો વ્યક્તિને મકાનનો આનંદ મળે છે, પરંતુ આવો યોગ ધીમે ધીમે બને છે.