બંને માં ફરક છે.
‘હંસવું’ અને ‘મલકાવું ‘ , બંને માં ફરક છે,
‘મળવુ’ ને ‘પામી જાવું ‘ , બંને માં ફરક છે.
‘દિલ’ વાપર્યું તમેં કે , ‘દિમાગ’ વાપર્યું?
‘યાદ કરવું’ , ને યાદ આવવું ‘, બંને માં ફરક છે.
છે ‘સ્વાર્થ’ એકમાં અને છે , એક માં ‘પરમાર્થ’,
‘જીવવું ‘ને ‘જીવી જાણવું ‘, બંને માં ફરક છે.
‘સાન્ત’ થી ‘અનંત’ ની યાત્રા નો પ્રશ્ન છે,
‘દેહ થાવું’ , ‘દેહી થાવું’ , બંને માં ફરક છે.
‘પ્રાણીઓ’ ને ‘માનવો’ જુદા પડે છે ત્યાં,
‘મ ર **વુંને ‘દેવ થાવું ‘ બંને માં ફરક છે.
‘આશા ‘અને ‘પ્રાપ્તિ’ માં રહી જાય છે અંતર,
‘ઘેરાવું’ ને ‘વરસવું ‘ , બંને માં ફરક છે.
‘નિયત’ અને ‘નિયતિ ‘ ની એરણ ઉપર કસો,
‘કરવું’ અને ‘થઇ જાવું’ બંને માં ફરક છે.
‘સમજી’ ને કર્યું એમ , કે ‘સ્વતઃ ‘ થઇ ગયું?
‘નમવું’ ને ‘નમી જાવું ‘ બંને માં ફરક છે.
ભવ ભવ ની સાધના થી , મુક્તિ મળી શકે,
‘જાવું ‘ ને ‘તરી જાવું ‘ બંને માં ફરક છે.
– ઓમપ્રકાશ વોરા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)