“હતો હું સૂતો પારણે પુત્ર નાનો” – કવિ દલપતરામની આ અદ્દભુત કવિતા કેટલાને યાદ છે?

0
297

હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો

મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે

મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

લઈ છા તી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું

મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી

પછી કોણ પો તા તણું દૂધ પાતું

મહા હેતવાળી દયાળી જ મા તું

– દલપતરામ