ડિગ્રી હોવા છતાં નોકરી ના મળતા યુવક જીવન ટુંકાવવા દોરડું લેવા ગયો, પછી જે થયું તે દરેકે સમજવું જરૂરી છે.

0
161

ઇજનેરની ડિગ્રી તો હતી પણ નોકરી નહી, માતાપિતાની દરરોજની પ્રશ્ન કરતી આંખોથી ગભરાઈને અનય આજે એક ભયંકર નિર્ણય કરીને ઘરથી બજાર તરફ નીકળી ગયો.

તે દુકાન પર જઈને ઉભો રહ્યો. થોડી વાર સુધી તે કાંઈ બોલ્યો નહીં.

“હા ભાઈ, શું લેવું છે?” વેપારીએ તેની તરફ જોયું અને પૂછ્યું.

“એક મોટુ અને મજબૂત દોરડું.” અનય ધીરેથી બોલ્યો.

“શેના માટે જોઈએ? કામ કહે તો બરાબર એ પ્રમાણે દોરડું બતાવું.” વેપારી બોલ્યો.

“જી… એ…” અનય ખચકાયો, પરંતુ વેપારી પરિસ્થિતિને પારખી ગયો.

“અરે, તું તો અનય પાંડે છે ને, શાસ્ત્રી ઈજનેર કોલેજ વાળો.” તે વેપારીએ કહ્યું.

“અ…અ… જી ભાઈ, એ શું છે કે… અરે પણ તમે… તમે ઈજનેર થઈને આ પરચુરણ દુકાન ઉપર.” હવે અનયે પ્રશ્ન કર્યો.

વેપારી એ જ કોલેજમાંથી ભણ્યો હતો, તે સીનીયર હતો.

“દીકરા એવું છે કે, નોકરી તો હવે મળતી નથી, તો શું તારી જેમ બધા લટકી જાય? અરે નોકરી ના મળી તો ભલે ના મળી, પરંતુ જીવન છોડીને મુર્ખામીની સાબિતી આપવા વાળા માંથી અમે નથી.

અરે યાર માં-બાપે આપણા માટે કેટલું બધું કર્યું છે, તો શું આપણે તેમને આવું વળતર આપીશું? તેમને લો-હી-ના આંસુ પાડવા માટે છોડી દઈએ અને આપણે પતલી ગલીથી નીકળી જવાનું? ના દોસ્ત, નોકરી જ બધું નથી, હાથમાં દમ છે અને વિશ્વાસ અટલ હોય તો કોઈપણ કામ શરુ કરી દો, લાગી પડો મહેનતથી, બસ સફળતા તમારા પગ ચૂમશે. સમજ્યો દીકરા.” વેપારીએ અનયનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું.

“બોલ, આપું દોરડું?” વેપારીએ પાછું મૌન લીધું.

અનય હસ્યો અને બોલ્યો – “ના ભાઈ, તમે તો સંજીવની આપી દીધી. હવે મ-ર-વુંનથી, જીવીને દુનિયાને બતાવી દેવું છે કે હું કોણ છું.”