નાવ મારી આજે અટવાઈ છે મધદરિયે,
હવે મધ્ય માં ‘માધવ’ બનીને મળી જા.
આગથી આજે આત્મા સળ ગીરહી છે,
હવે આગને ઠારવા ‘ઠાકોર’ બની જા.
સંબંધોની સુગંધ આજે ક્યાંક અંતરધ્યાન થઈ રહી છે,
હવે માણસની નાભી માંથી ‘નંદલાલ’ બની આવી જા.
ખોટો રૂપિયો આજે બહુ ખખડી રહ્યો છે,
દાનવીરોની દાતારી માં ‘દર્શન’ આપતો જા.
નાતી-જાતીના નખરાઓ આજે માથે ચડીને નાચે છે,
નાના-મોટાનું નળતર તું ‘નટવર’ બનીને દુર કરતો જા.
કાળા માથાઓ માનવી આજે કાળું ઘોળુ શીખી ગયો છે બહુ,
દુધ નું દુધ, ને પાણી નું પાણી ‘તું કૃષ્ણ’ બનીને દેખાડતો જા.
– સાભાર વીની પટેલ (અમર કથાઓ ગ્રુપ)