ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે, વાંચો સત્ય ઘટનાની પ્રેરણાત્મક સ્ટોરી.

0
437

પ્રેરણાત્મક સત્યવાત :

મુંબઈથી બેંગ્લોર જઈ ટ્રેનમાં ટીકીટ ન હોવાને કારણે ૧૪ વરસની એક છોકરી સીટની નીચે છુપાઈ ગઈ હતી… ટ્રેનમાં ટીકીટ ચેક કરવા આવેલા ટીસીની નજર અચાનક સીટ નીચે છુપાયલી એ યુવતી પર પડી. ટીસીએ છોકરીને કહ્યું ‘એ છોકરી ટીકીટ બતાવ !’

છોકરીએ ડરતા કહ્યું, ‘સાહેબ મારી પાસે ટીકીટ નથી…’

ટીસીએ ગ્રુરસામાં કહ્યું, ‘તો પછી ઉતર ટ્રેનમાંથી.’

‘આ છોકરીની ટીકીટ હું આપું છું… પાછળથી એ જ ડબ્બામાં મુસાફરી કરી રહેલી સ્ત્રીએ ટીસીને કહ્યું છોકરીની ટીકીટના પૈસા હું આપી દઈશ.’ એ સ્ત્રીનું નામ સુધા મૂર્તિ હતું. જે પોતે એક પ્રોફેસર હતા.

સુધાજીએ ખૂબ જ શાંતિથી પેલી છોકરીને પૂછ્યું ‘દીકરા, તારે કયાં જવું છે ?’

છોકરીએ કહ્યું, ‘મેડમ, મને જ ખબર નથી મારે કયાં જવું છે.’ સુધાજીએ છોકરીને કહ્યું, ‘એક કામ કર… તુ મારી સાથે બેંગ્લોર ચાલ.’ સુધાજીએ ટીસીને કહ્યું, ‘આ છોકરીની બેંગ્લોર સુધીની ટીકીટ આપી દો.

ટીસી પાસેથી ટીકીટ લીધાં પછી સુધાજીએ પેલી છોકરીને પૂછયુ, ‘તારું નામ શું છે?’

છોકરીએ કહ્યું, ‘ચિત્રા.’

બેંગ્લોર પહોંચ્યા પછી સુધાજીએ ચિત્રાને અક સ્વયંસેવી સંસ્થાને સોંપી અને એ છોકરીનું એડમીશન એક સારી સ્કૂલમાં કરાવી દીધુ. થોડા સમય પછી સુધાજીની ટ્રાન્સફર દિલ્હી થઈ ગઈ. જેના કારણે સુધાજી અને ચિત્રાનો સંપર્ક તૂટી ગયો. કયારેક કયારેક બન્ને વચ્ચે ફોન પર વાત થઈ જતી.

લગભગ વીસ વરસ પછી સુધાજીને લેકચર આપવા માટે અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેરમાં બોલાવવામાં આવ્યા.

લેકચર પતી ગયા પછી સુધાજી સાન ફ્રાન્સિસ્કો શહેરમાં હોટલનું બિલ આપવા રીસેપ્શન પર પહોચ્યાં તો એમને ખબર પડી કે પાછળ ઊભેલા ખૂબસૂરત દંપતિએ…પતિએ બિલ ચૂકવી દીધું છે. સુધાજીએ નવાઈ સાથે દંપતિને પૂછ્યું, ‘આપે મારું બિલ કેમ ચૂકવ્યું?’

દંપતિમાં પતિ સાથે ઊભેલી સ્ત્રીએ કહ્યું, ‘મેડમ, મુંબઈથી બેંગ્લોર સુધીની રેલવે ટીકીટ સામે આ તો કંઈ પણ નથી.’

‘અરે ચિત્રા’ ! સુધાજીના મોઢેથી નીકળી ગયું.

ક્યારેક તમે કોઈકને કરેલી મદદ એનું જીવન બદલી શકે છે. જો જીવનમાં કંઈ કમાવવા માગો છો, તો શક્ય તેટલી મદદ કરતા રહો અને પુણ્ય કમાતા રહો.

– સાભાર સંજય આચાર્ય (અમર કથાઓ ગ્રુપ) (ફોટો પ્રતીકાત્મક છે.)