ધરમકાજ ધીંગાણા કરતા. મો ત લઇ મુઠ્ઠીમા ફરતા
કામ આવતા કોકને માટે.પાછું ઉજળું મો ત લઇને મ રતા
પાળીયા થઈ પથરાઇ ગયા પાદરે પાદરે જેદી પ્રાણ પડતા
હાક વાગતી જેદી મારો કાપો. તેદી સમરમેદાને ખરા ચડતા
વેતરાઇ જતાં જનોઇવાઢ જેદી. આંતરડાની વરમાળ કરતા
માથા પડેને ધડ લડતા શુરાના. છતા પીઠ પાછળ પગ ન ધરતા
ખરાખરીનો ખેલ જામતો મેદાને. તેદી મોહમાયા વાલી ન કરતા
રક્ષા કરવા અબળા ગાય તણી. લડવૈયા શુરવીર વણવાકે મરતા
ગોતતો તો એ વિર મરદના પાળીયા. જે આભને રોકે પડતા પડતા
આજ જગ્યા જયા ઊભા છે પાળીયા વિરમદેવ આવી ચડ્યો અચાનંક ફરતા ફરતા
સંત શૂરા અને સતીઓ ગ્રુપ
– વિરમદેવસિહ પઢેરીયા.