હિંદુ દેવતાઓને સંપૂર્ણ રીતે સમર્પિત છે આ એયરપોર્ટ, પણ ભારતમાં નહિ આ દેશમાં આવેલું છે.

0
452

સમુદ્ર મંથનથી લઈને વિષ્ણુ દેવની મૂર્તિ સુધી દરેક વસ્તુ જોવા મળશે આ એયરપોર્ટો પર, જે છે હિંદુ દેવી દેવતાઓને સમર્પિત. આજે અમે તમને એક એવા એયરપોર્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે સંપૂર્ણ રીતે હિંદુ દેવી દેવતાઓને સમર્પિત છે. આ ઈંટરનેશનલ એયરપોર્ટ ભારતમાં નહિ પરંતુ થાઇલેન્ડમાં છે.

થાઇલેન્ડમાં આ ઈંટરનેશનલ એયરપોર્ટને જોઇને એવું લાગે છે, જેમ કે તમે ભારતમાં જ છો અને કોઈ મંદિરમાં આવી ગયા છો. આ ઈંટરનેશનલ એયરપોર્ટમાં તમને ભારતની સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં આવેલું આ એયરપોર્ટ દક્ષીણ એશિયાનું સૌથી મોટું એયરપોર્ટ પણ છે, આ એયરપોર્ટનું નામ સ્વર્ણભૂમિ એયરપોર્ટ છે.

બેંકોકના આ ઈંટરનેશનલ એયરપોર્ટ ઉપર તમને અમૃત મંથનની કથા સાથે જોડાયેલા ફોટા પણ જોવા મળશે. એક વિશાળ મૂર્તિમાં દેવ, દાનવ સમુદ્ર મંથન કરતા જોવા મળી રહ્યા છે. આ આખી મૂર્તિ અહિયાં ખાસ થાઈ શૈલીમાં બનાવવામાં આવી છે અને તેમાં નાગની ઉપર ભગવાન વિષ્ણુના વાહક ગરુડની પણ મોટી એવી મૂર્તિ લાગેલી છે.

થાઇલેન્ડના પૂર્વ રાજા ભૂમિબોલે આ એયરપોર્ટને ભગવાન વિષ્ણુને સમર્પિત કર્યું હતું અને તેને સ્વર્ણભૂમિ નામ આપ્યું હતું. એટલા માટે એયરપોર્ટમાં ભગવાન વિષ્ણુના ઘણા બધા ફોટા અને મૂર્તિ છે. આમ તો થાઇલેન્ડમાં એક સમયે હિંદુ ધર્મ પ્રચલિત હતો અને આજે પણ અહિયાં સંસ્કૃત ભાષા બોલવામાં આવે છે. ખાસ કરીને બોદ્ધ ધર્મ આજે આ દેશમાં ઘણો ફેલાઈ ચુક્યો છે. પરંતુ અહિયાં હિંદુ ધર્મની છાપ જોવા મળે છે. આ દેશમાં ઘણા બધા મંદિર પણ છે.

એક સમયમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, માલદીવ, કંબોડિયા અને થાઇલેન્ડમાં હિંદુ ધર્મ અને સંસ્કૃતિ ઘણી ફેલાયેલી હતી. પરંતુ ધીમે ધીમે આ દેશો માંથી હિંદુ ધર્મ દુર થવા લાગ્યો અને તેની જગ્યાએ બોદ્ધ કે મુસ્લિમ ધર્મ પ્રસિદ્ધ થઇ ગયો. પરંતુ આજે પણ આ દેશોમાં તમને હિંદુ મંદિર અને સંસ્કૃતિની ઝલક જોવા મળશે અને એ કારણ છે કે આ દેશોના એયરપોર્ટ ઉપર ભગવાનોની મૂર્તિઓ લગાવવામાં આવી છે.

આ રીતે ઇન્ડોનેશિયામાં પણ એક એયરપોર્ટ છે જ્યાં વિશાળ ભગવાન વિષ્ણુની મૂર્તિ લગાવવામાં આવી છે. આ એયરપોર્ટ ઇન્ડોનેશિયાની રાજધાની બાલીમાં છે. અને હવે ભારતમાં પણ વહેલી તકે આવું એયરપોર્ટ બનવાનું છે. જે અયોધ્યામાં હશે. આ એયરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ હશે. આ એયરપોર્ટ ઉપર તમને રામ ભગવાનના જીવનની ઝલક જોવા મળશે.

આમ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે પોતાનું બજેટ રજુ કરતા જાહેરાત કરી છે કે અયોધ્યામાં બનનારા એયરપોર્ટનું નામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના નામ ઉપર હશે. જેની સાથે જ એ આપણા દેશનું પહેલું એવું એયરપોર્ટ હશે જે કોઈ હિંદુ ભગવાનના નામ ઉપર હશે. અત્યાર સુધી ભારતમાં કોઈ એયરપોર્ટનું નામ કોઈ ભગવાનના નામ ઉપર નથી.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ એયરપોર્ટને બનાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ એયરપોર્ટમાં તમને ભગવાન રામની મૂર્તિ પણ જોવા મળશે. આશા છે કે આ એયરપોર્ટ થોડા જ વર્ષોમાં બનીને તૈયાર થઇ જશે. આમ તો અયોધ્યામાં રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. જેના કારણે આ એયરપોર્ટનું નામ રામ ભગવાનના નામ ઉપર રાખવામાં આવ્યું છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.