સંપૂર્ણ સુષ્ટિના નિર્માતા બ્રહ્મ દેવ છે પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેમની પૂજા કેમ કરવામાં આવતી નથી.
આ સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી. સંસારના દરેક જીવનું નિર્માણ બ્રહ્માજીએ જ કર્યું છે. આ સૃષ્ટિના રચઈતા બ્રહ્મા જેમનું પદ એટલું ઉચ્ચ છે તેમની પૂજા કેમ નથી કરવામાં આવતી? આખા વિશ્વમાં બ્રહ્માજીના માત્ર ગણ્યાગાંઠ્યા જ મંદિર છે. જેમાંથી માત્ર રાજસ્થાનના પુષ્કરમાં બ્રહ્મા મંદિર સૌથી પ્રાચીન અને પ્રસિદ્ધ છે આ લેખમાં અમે તમને જણાવીશું કે હિંદુ ધર્મમાં બ્રહ્માજીને કેમ નથી પૂજવામાં આવતા?
પુષ્કર મંદિરની કથા :
એક વખત બ્રહ્માજીને પૃથ્વીના કલ્યાણ માટે ધરતી ઉપર એક યજ્ઞ પૂર્ણ કરવાનો હતો, યજ્ઞ માટે સ્થાન પસંદ કરવા માટે તેમણે બાજુ માંથી નીકળેલા એક કમળને ધરતી ઉપર મોકલ્યું. તે કમળ રાજસ્થાનના પુષ્કરમાં પડ્યું. આ પુષ્પના અહિયાં પડવાથી એક તળાવનું નિર્માણ થયું. બ્રહ્માજીએ તે સ્થાન યજ્ઞ માટે પસંદ કર્યું. પરંતુ યજ્ઞ માટે બ્રહ્માજીની પત્ની સમયસર ન પહોચી શક્યા.
યજ્ઞને પૂર્ણ કરવા માટે એક સ્ત્રીની જરૂરિયાત હતી. યજ્ઞનો સમય પસાર થઇ રહ્યો હતો પરંતુ સાવિત્રી ન આવ્યા. જો યજ્ઞ સમયસર પૂર્ણ ન થાય તો તેનો લાભ ન મળે. એટલા માટે બ્રહ્માજીએ નંદીની ગાયના મુખ માંથી સાવિત્રી રૂપી સ્ત્રીને પ્રગટ કરી તેની સાથે લગ્ન કરી લીધા અને યજ્ઞમાં બેસી ગયા.
દેવી સાવિત્રીનો શ્રાપ :
યજ્ઞ શરુ થયાના થોડા સમય પછી જ જયારે સાવિત્રી આવ્યા તો પોતાના સ્થાન ઉપર કોઈ બીજી સ્ત્રીને જોઈ ગુસ્સે થઇ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે આ સંપૂર્ણ પૃથ્વી ઉપર ક્યાય તમારી પૂજા નહિ થાય. અને કોઈ પણ માણસ તમને પુજાના સમયે યાદ નહિ કરે. સાવિત્રીના આટલા ગુસ્સામાં જોઈ તમામ દેવતા ડરી ગયા. અને સૌએ સાવિત્રીને વિનંતી કરી કે તે તેમનો શ્રાપ પાછો લઇ લે.
ત્યારે સાવિત્રીએ ગુસ્સો શાંત થઇ ગયા પછી કહ્યું કે જે સ્થાન ઉપર તમે યજ્ઞ કર્યો છે માત્ર તે સ્થાન ઉપર તમારું મંદિર બનશે. એ કારણે માત્ર પુષ્કરમાં જ બ્રહ્માજીને પૂજવામાં આવે છે. માન્યતા છે કે ગુસ્સો શાંત થઇ ગયા પછી દેવી સાવિત્રી પાસે જ આવેલા એક પહાડ ઉપર જઈને તપસ્યામાં લીન થઇ ગયા અને આજે પણ ત્યાં ઉપસ્થિત છે. અને ત્યાં રહીને ભક્તોનું કલ્યાણ કરે છે.
અહિયાં આવીને પરણિત મહિલાઓ પોતાના સમૃદ્ધ લગ્નજીવન માટે મનોકામના કરે છે. બ્રહ્માજીનું પુષ્કરમાં આવેલું આ મંદિર ઘણું પ્રસિદ્ધ છે. અને દુનિયા ભરના તમામ હિંદુ પુષ્કરમાં બ્રહ્મા મંદિર અને અહિયાં આવેલા તળાવના દર્શન કરવા જરૂર આવે છે.