શા માટે હિંદુ ધર્મમાં વિવિધ પ્રકારના પવિત્ર દોરાઓ બાંધવામાં આવે છે? જાણો તેનું જ્યોતિષિય મહત્વ. હિંદુ ધર્મમાં પવિત્ર દોરા (સૂત્રો) નું ઘણું મહત્વ હોય છે. લોકો આ પવિત્ર દોરાને પોતાના શરીરના અલગ અલગ અંગો પર ધારણ કરે છે. તેને તમે રક્ષા સૂત્ર, જનોઈ, નાડાછડી વગેરે નામથી ઓળખો છો. લોકોને વિશ્વાસ છે કે પવિત્ર સૂત્ર તેમને ખરાબ નજર અને ખરાબ શક્તિઓથી બચાવે છે. એટલા માટે લોકો રંગબેરંગી દોરાને પોતાના કાંડા, ગળા, બાજુ, કમર અને અન્ય અંગો પર ધારણ કરે છે. અહીં અલગ-અલગ રંગના દોરા (સૂત્રો) નું પોતાનું વિશેષ મહત્વ હોય છે. હિંદુ ધર્મમાં આ દોરાને ધારણ કરવાને એક પરંપરાના રૂપમાં જોવામાં આવે છે.
જેવું કે અમે તમને જણાવ્યું કે, દરેક સૂત્ર વિશેષ મહત્વને દર્શાવે છે. જેમ કે અમુક સૂત્ર એવા હોય છે જેને ધારણ કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ મળે છે, અને અમુકને ધારણ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનનું આગમન થાય છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં અલગ અલગ રંગોનું મહત્વ જણાવવામાં આવ્યું છે. અહીં અલગ અલગ રંગોના દોરાનો સંબંધ ગ્રહો સાથે હોય છે, જેથી તેમનો પ્રભાવ વ્યક્તિના જીવન પર પડે છે. ચાલો જાણીએ અલગ અલગ રંગના દોરાનું મહત્વ અને લાભ.
પીળા રંગનો દોરો : શાસ્ત્રોમાં પીળા રંગનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે હોય છે. આ રંગ વ્યક્તિની કલાત્મક અને તાર્કિક શક્તિનું પ્રતીક હોય છે. જો કોઈ વ્યક્તિ પીળા રંગનો દોરો પહેરે છે, તો તે વ્યક્તિની એકાગ્રતા વધે છે. તેની સાથે જ તે વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે અને સંવાદ શૈલીમાં જબરજસ્ત સુધારો જોવા મળે છે. તેના સિવાય આ પવિત્ર દોરાને હિંદુ ધર્મના લગ્ન સંસ્કાર સાથે પણ જોડવામાં આવ્યો છે. લગ્નમાં કન્યા વરરાજાને આ દોરો બાંધીને પોતાના પતિના રૂપમાં સ્વીકારે છે.
જનોઈ : સનાતન ધર્મમાં જનોઈ સફેદ રંગના ત્રણ સૂત્રથી બનેલો પવિત્ર દોરો હોય છે. તેની સંપૂર્ણ વિધિ અનુસાર ડાબા ખભાથી જમણી બાજુ તરફ શરીર પર ધારણ કરવાં આવે છે. અહીં ત્રણ સૂત્રનો અર્થ ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાથે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સફેદ રંગ શુક્ર ગ્રહ સાથે સંબંધિત છે. જનોઈને ઉપનયન (જનોઈ) સંસ્કાર દરમિયાન ધારણ કરવામાં આવે છે. સામાન્ય રૂપથી આ સંસ્કાર કોઈ બાળકના કિશોરાવસ્થા અને યુવા અવસ્થામાં પ્રવેશ કરવા પર કરવામાં આવે છે.
કેસરી દોરો : વૈદિક જ્યોતિષ અનુસાર કેસરી અથવા ભગવો રંગ ત્યાગ, અગ્નિ અને મોક્ષનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગ સૂર્ય ગ્રહ સાથે સંબંધ ધરાવે છે. હિંદુ ધર્મમાં આ રંગને ઘણો પવિત્ર રંગ માનવામાં આવે છે. આ રંગ સાધુ સંતોનો રંગ હોય છે. ગુરુ ગ્રહના સહયોગથી કેસરી રંગ લોકોમાં આધ્યામિક ચેતના અને જ્ઞાનનો પ્રસાર કરે છે. ખ્યાતિ, શક્તિ અને સમૃદ્ધિ મેળવવા માટે લોકો કેસરી રંગનો દોરો પોતાના કાંડા પર ધારણ કરે છે.
કાળો દોરો : જ્યોતિષ વિજ્ઞાન અનુસાર કાળા રંગનો સંબંધ શનિ ગ્રહ સાથે છે. એટલા માટે તે શનિ સંબંધિત ગ્રહ દોષ દૂર કરે છે. કાળો દોરો વ્યક્તિને ખરાબ નજર અને ભૂત પ્રેત જેવી ખરાબ આત્માઓથી બચાવે છે. હિંદુ ધર્મમાં નાના બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે તેમની કમર પર કાળો દોરો પહેરાવવામાં આવે છે. કિશોર/કિશોરીઓ આ દોરાને પોતાના કાંડા અથવા બાજુ પર બાંધે છે. અમુક લોકો આ દોરાને પોતાના ગળામાં પણ પહેરે છે. આ દોરો કાળો જાદુ અને ગુઢ વિદ્યામાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. કાળો દોરો મનુષ્યના પંચ તત્વોને ઉર્જા આપે છે.
લાલ દોરો (નાડાછડી) : નાડાછડી ધારણ કરવી વૈદિક પરંપરાનો ભાગ છે. પહેલાના સમયમાં યજ્ઞ દરમિયાન તેને ધારણ કરવામાં આવતો હતો. એટલા માટે તેની પરંપરા ઘણી પહેલાથી ચાલતી આવી રહી છે. હંમેશા પૂજા દરમિયાન આ દોરો પંડિત દ્વારા બાંધવામાં આવે છે. આ દોરાને રક્ષા સૂત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષનું માનીએ તો લાલ દોરો ઘણો શુભ હોય છે. આ દોરાને લોકો ઈશ્વરના આશીર્વાદના રૂપમાં પોતાના હાથમાં પહેરે છે. લોકોને વિશ્વાસ છે કે તેને પહેરવાથી મનોકામનાઓ પુરી થાય છે.
આશા કરીએ છીએ કે હિંદુ ધર્મની પરંપરા વિષે આપવામાં આવેલી જાણકારી તમને રોચક લાગી હશે. અમે તમારા માટે આવા વિશેષ લેખ લાવતા રહીશું.
આ માહિતી એસ્ટ્રોસેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.