હિંદુ ધર્મના ચાર પ્રાચીન ગ્રંથમાંથી ઋગ્વેદને માનવામાં આવ્યું છે સૌથી પ્રાચીન, જાણો ઋગ્વેદનું મહત્વ.

0
325

શું ખાસ છે ઋગ્વેદમાં? કેમ તેને વિશ્વનો પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે? દરેક ભારતીયને તેનું જ્ઞાન હોવું જોઈએ? હિંદુ ધર્મના પ્રાચીન ગ્રંથ વેદ માનવામાં આવે છે, જેની સંખ્યા ચાર છે. તેમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન માનવામાં આવે છે. ધાર્મિક સાંસ્કૃતિક દ્રષ્ટિથી જ નહિ પરંતુ દાર્શનિક, સાહિત્યિક વગેરે અનેક બાજુઓથી પણ તેનું મહત્વ માનવામાં આવે છે.

વિશ્વની પ્રાચીનતમ પુસ્તકો માથી એક હોવાનું ગૌરવ પણ ઋગ્વેદને છે. ઋગ્વેદને જ અમુક પાંડુલીપીઓને તો વૈશ્વિક દ્રષ્ટિએ પણ મહત્વનું માનવામાં આવે છે. ખરેખર શું છે ઋગ્વેદમાં? શું તેને વિશ્વનો પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે? આવો જાણીએ.

ઋગ્વેદમાં શું છે? એ તો બધા જાણે છે કે ઋગ્વેદ ચારે વેદોમાં પ્રાચીન અને સર્વોચ્ચ છે. ઋગ્વેદની સંહિતાને ઋક સંહિતા પણ કહેવામાં આવે છે. ઋકનો અર્થ થાય છે સ્તુતિપરક મંત્ર, સંહિતા સંકલનને પણ કહે છે. આ રીતે ઋગ્વેદ વિષે કહી શકાય છે કે એવા મંત્રનું સંકલન છે, જેનાથી સ્તુતિ એટલે ઉપાસના કરી શકાય. વૈદિક કાળમાં પ્રકૃતિના જુદા જુદા અંગોના દેવ સ્વરૂપ માનવામાં આવે છે. ઋગ્વેદમાં પણ મોટાભાગના મંત્રો દેવતાઓની સ્તુતિના જ છે. સર્વાધિક મંત્ર ઇન્દ્ર દેવતાની સ્તુતિમાં છે. ઋગ્વેદમાં મંત્રોની સંખ્યા 10552 માનવામાં આવે છે.

ઋગ્વેદનું સ્વરૂપ? ઋગ્વેદને બે પ્રકારે વિભાજીત કરવામાં આવે છે. જેના પહેલામાં મંડલ, મંડલોમાં અનુવાક, અનુવાકમાં સૂક્ત, સૂક્તમાં ઋચાઓ એટલે મંત્ર છે. તેને મંડલ ક્રમ કહેવામાં આવે છે. જેમાં 10 મંડલ છે, 85 અનુવાક છે, 1028 સૂક્ત છે અને 10552 મંત્ર. ઋગ્વેદનું બીજું વિભાજન અષ્ટક ક્રમ કહેવાય છે, જેમાં તેને અષ્ટકોમાં વિભાજીત કરવામાં આવે છે.

આઠ અષ્ટકોમાં સમસ્ત ઋગ્વેદને વિભાજીત કરવામાં આવે છે. એક અષ્ટકમાં આઠ અધ્યાય હોય છે આ રીતે 64 અધ્યાયમાં આખા ઋગ્વેદને વહેચવામાં આવેલ છે. અધ્યાયોને પણ વર્ગોમાં વિભાજીત કરવામાં આવે છે. આમ તો અધ્યાયનુસાર વર્ગોની સંખ્યા અલગ અલગ છે. વર્ગોની કુલ સંખ્યા 2024 છે. દરેક વર્ગમાં મંત્ર હોય છે.

ઋગ્વેદની શાખાઓ : માનવામાં આવે છે કે આરંભમાં ઋગ્વેદની 21 શાખાઓ હતી પતંજલી દ્વારા લેખિત મહાભાષ્યમાં પણ તેની 21 શાખાઓનું વર્ણન મળે છે. ચરણવ્યૂહ નામના ગ્રંથમાં શાકલ, વાષ્કલ, આશ્વલાયની, શાંખાયની અને માંડુંકાયની એ પાંચ શાખાઓને મુખ્ય ગણવામાં આવે છે. વર્તમાનમાં ઋગ્વેદની શાકલ શાખા જ પ્રચલિત છે. શાકલ શાખાની સંહિતા ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે.

શાકલ સંહિતાનું મહત્વ : ઋગ્વેદની જુદી જુદી શાખાઓ માંથી વર્તમાનમાં શાકલ શાખાની સંહિતા જ રહેલી મળે છે. ઘણા લોકો શાકલ સંહિતાને જ વિશ્વસાહિત્યનો પહેલો ગ્રંથ પણ મને છે. જો ચારે વેદોં માંથી શાકલ સંહિતાની સરખામણી કરવામાં આવે તો પણ તે સૌથી મોટી સંહિતા છે.

ધાર્મિક રીતે જ નહિ પરંતુ ભાવ, ભાષા અને છંદની દ્રષ્ટિએ પણ તે ઘણું મહત્વપૂર્ણ અને પ્રાચીન છે. બ્રાહ્મણ ગ્રંથોમાં ઋકને બ્રહ્મ, વાંક, પ્રાણ, અમૃત સુધી કહેવામાં આવે છે. તેનો અભિપ્રાય છે કે ઋગ્વેદના મંત્ર બ્રહ્મની પ્રાપ્તિ કરાવનારો છે, તેનાથી વાંક, પ્રાણ અને તેજની પ્રાપ્તિ થાય છે. તે અમરત્વ પ્રાપ્તિનું સાધન પણ છે.

ઋગ્વેદ મંત્રોના દ્રષ્ટા ઋષિ : વેદોં વિષે માન્યતા છે કે તે કોઈ વ્યક્તિ વિષેષ દ્વારા નથી રચવામાં આવ્યો પરંતુ ઈશ્વર દ્વારા જુદા જુદા ઋષીઓના તેના મંત્રોના જ્ઞાનથી થયો છે. ઋગ્વેદના મંત્રોના દ્રષ્ટા ઋષિઓમાં ગુત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રી, ભારદ્વાજ, વશિષ્ઠ, ભૃગુ અને અંગીરાનું નામ પ્રથમ લેવામાં આવી શકે છે. વેદ મંત્ર માત્ર પુરુષ ઋષીઓને જ નહિ પરંતુ વૈદિક યુગમાં અમુક સ્ત્રીઓ પણ રહી છે, જેને ઈશ્વરે મંત્રોનું જ્ઞાન આપ્યું તેમાં વાંક, આંભ્રુણી, સુર્યા, સાવિત્રી, સાર્પરાજ્ઞી, યમી, વૈવસ્વતી, ઉર્વશી, લોમામુદ્રા, ઘોષા વગેરેના નામ મુખ્ય રીતે લઇ શકાય છે.

ઋગ્વેદ જ્ઞાનના અપાર ભંડારથી ભરેલું છે, જેના વિષે વિસ્તૃત રીતે વર્ણન કરવાનું સામર્થ્ય તો આ લેખના લેખકમાં પણ નથી. ઋગ્વેદમાં રહેલા વૈદિક મંત્ર માનવ માત્રના કલ્યાણ માટે જ છે. વૈદિક જ્યોતિષ પણ વેદોંનું ન અંગ માનવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.