હિંદુ ધર્મના એવા રહસ્ય જેનાથી લોકો છે અજાણ

0
787

કામધેનુ ગાયથી લઈને જ્યોતિષ અને વાસ્તુ પણ છે હિંદુ ધર્મમાં એક ના જોયેલ રહસ્ય, જાણો તેના દરેક રહસ્યો વિષે. આજે પણ હિંદુ ધર્મમાં એવા એવા પ્રાચીન રહસ્ય છે, જેને દરેક નથી જાણતા. હિંદુ ધર્મ એક ઈશ્વરવાદી ધર્મ હોવા સાથે આ ધર્મમાં દેવતા, ભગવાન, ગુરુ, પિતૃ, પ્રકૃતિ વગેરેને પણ પુરતું સન્માન આપવામાં આવે છે.

આ ધર્મમાં પાપ અને પુણ્યની પણ ઘણી જ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે અને આ ધર્મમાં ન્યાય અન્યાયની પણ પરિભાષા બનાવવામાં આવી છે. કર્મ ફળને ભાગ્યથી પણ વધુ મહત્વનું ગણવામાં આવે છે. હિંદુ ધર્મમાં પુનર્જન્મને લઈને પણ ઘણી ઊંડી શ્રદ્ધા રહી છે અને આ ધર્મમ યમ-નિયમના સિદ્ધાંત પણ આ ધર્મના મુખ્ય સિદ્ધાંતો માંથી એક છે.

પ્રાર્થના, વ્રત, તીર્થ, દાન દરેક હિંદુનું કર્તવ્ય છે. આ ધર્મનો 12000 વર્ષ એક પ્રાચીન ઈતિહાસ એક રહસ્ય જ છે. હવે તેના રહસ્યોની વાત કરવામાં આવે તો – કલ્પ વુક્ષ જેનો વેદ અને પુરાણોમાં ઉલ્લેખ મળે છે. કલ્પ વૃક્ષ સ્વર્ગનું એક વિશેષ વૃક્ષ છે. જેને પૌરાણીક ધર્મ ગ્રંથો અને હિંદુ માન્યતાઓ મુજબ એ માનવામાં આવે છે કે આ વૃક્ષ નીચે બેસીને વ્યક્તિ જે પણ ઈચ્છા વ્યક્ત કરે છે, તે પૂર્ણ થઇ જાય છે, કેમ કે આ વૃક્ષમાં અપાર સકારાત્મક ઉર્જા હોય છે. ઘણા ધર્મના જાણકારોનું માનવું એવું છે કે અપરાજિતના વૃક્ષને પણ કલ્પ વૃક્ષ માનવામાં આવે છે.

હિંદુ ધર્મના આ રહસ્યો માંથી એક છે ઉડતા સાંપ કેમ કે હિંદુ ધર્મમાં સાંપ જ એક એવો જીવ હોય છે, જે ગાય પછી સૌથી ઉંચુ સ્થાન છે. સાંપ એક રહસ્યમયી પ્રાણી છે. શિવજીના મુખ્ય ગણોમાં સાંપ પણ એક તેનો મુખ્ય ગણ છે. ભારતીય ઈતિહાસમાં નાગ જાતીનો એક લાંબો ઈતિહાસ રહેલો છે. આ સાંપો વિષે માન્યતા છે કે 100 વર્ષથી વધુ ઉંમરના થયા પછી સાંપમાં ઉડવાની શક્તિ આવી જાય છે.

આ સાંપોમાં પણ ઘણા પ્રકારના હોય છે જેવા કે મણીધારી, ઈચ્છાધારી, ઉડવા વાળા સાંપ અને એક ફેણથી લઈને દસ ફેણ સુધીના સાંપ જેને શેષ નાગ કહેવામાં આવે છે. નીલમમણીધરી સાંપને સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કેમ કે હવે વિજ્ઞાન પણ ઘણા પ્રયોગો પછી કહેવા લાગ્યા છે કે સાંપ એ પૃથ્વીનું સૌથી રહસ્યમયી જીવ છે.

હિંદુ ધર્મના રહસ્યો માંથી એક છે મણી જે ચમકતો પથ્થર હોય છે. મણીને હીરાની યાદીમાં રાખવામાં આવે છે. મણી હતા તે પણ એક પોતાનામાં એક રહસ્ય છે. જેની પણ પાસે મણી હોય, તે કાંઈ પણ કરી શકતા હતા. મહાભારત મુજબ અસ્વસ્થામા પાસે મણી હતો. જેના બળ ઉપર તે ઘણા જ શક્તિશાળી અને અમર થઇ ગયા હતા.

રાવણે પણ કુબેર પાસે ચંદ્રકાંત નામનો મણી છીનવી લીધો હતો. માન્યતા છે કે મણીઓ ઘણા પ્રકારના હતા. નીલમણી, ચંદ્રકાંત મણી, શેષમણી, પારસ મણી લાલ મણી વગેરે. પારસ મણીથી લોખંડની કોઈ પણ વસ્તુને સ્પર્શી લેવાથી તે સોનાની બની જતી હતી અને કહેવામાં આવે છે કે આ મણીની ઓળખ કાગડાને થઇ જતી હતી.

ભારતીય રહસ્યો માંથી ચોથું રહસ્ય છે શંખ, કેમ કે આ શંખની ઉત્પતી સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી. શંખને હિંદુ ધર્મમાં મહત્વનુ સ્થાન પ્રાપ્ત છે. શંખ ઘણા પ્રકારના હોય છે. આ શંખોના ત્રણ મુખ્ય પ્રકાર છે. દક્ષિણાવર્તી શંખ, મધ્યાવૃત્તિ શંખ અને વામાંવૃત્તિ શંખ. આ શંખોના ઘણા પેટા પ્રકાર પણ હોય છે. શંખોની શક્તિનું વર્ણન મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે.

લક્ષ્મી શંખ, ગૌમુખી શંખ, કામઘેનુ શંખ, વિષ્ણુ શંખ, દેવ શંખ, ચક્ર શંખ, પોડ્ર શંખ, સુધોષ શંખ, ગરુણ શંખ, મણીપુષ્ય શંખ, રાક્ષસ શંખ, શની શંખ, રાહુ શંખ, કેતુ શંખ, શેષનાગ શંખ, ક્ચ્છ્યપ શંખ વગેરે પ્રકારના હોય છે. મહાભારતના તમામ પાત્રો પાસે અલગ અલગ શંખ હતા અને તમામ શંખોનું અલગ અલગ મહત્વ અને શક્તિઓ હતી.

હવે આગળનું રહસ્ય છે, પુનર્જન્મનો સિદ્ધાંત માત્ર હિંદુ ધર્મ સાથે જોડાયેલો છે. યહુદી અને આ ધર્મ માંથી નીકળેલા ધર્મ, ઈસાઈ અને ઇસ્લામ આ સિદ્ધાંતને નથી માનતા. પરંતુ હવે વિજ્ઞાન પણ આ રહસ્ય સાથે સહમત થવા લાગ્યા છે. હિંદુ ધર્મ મુજબ આત્મા અજર-અમર છે, ન તો તે જન્મ લે છે ન તો મરે છે અને તે જુના શરીરને છોડી નવા શરીરમાં પ્રવેશ કરી જાય છે. આ ચક્ર ત્યાં સુધી ચાલતું રહે છે, જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ નથી થઇ જતી. મોક્ષનો અર્થ થાય છે કે પોતાને મૂળ સ્વરૂપમાં ઓળખવા.

હવે વાત કરીએ છીએ ભારતની જડીબુટ્ટી રહસ્યની, જે એક એવી જડીબુટ્ટી છે. જેને ખાવાથી વ્યક્તિ અદ્રશ્ય રહે છે, તે ત્યાં સુધી થાય છે, જ્યાં સુધી તે જડીબુટ્ટીની અસર માણસના શરીરમાં રહે છે. તે એક એવી જડીબુટ્ટી છે, જેનું સેવન કરવાથી માણસને ભૂત, ભવિષ્યનું જ્ઞાન થઇ જાય છે. આર્યુવેદ અને અથર્વવેદમાં ઉલ્લેખ છે કે આ પ્રકારની જડીબુટ્ટીઓ હોય છે. જેના ઉપયોગ માત્રથી સ્વર્ણ બનાવી શકાય છે.

સોનું બનાવવામાં તેલિયાકંદ જડીબુટ્ટીનું ઘણું મોટું યોગદાન માનવામાં આવે છે. ઘણી જ એવી પણ જડીબુટ્ટીઓ હોય છે જે માણસને યુવાન બનાવી દે છે. ઔષધીઓના બળ ઉપર વ્યક્તિ 500 વર્ષ સુધી જીવિત રહી શકે છે. માનવામાં આવે છે કે જડીબુટ્ટીઓથી શ્રીમંત પણ બની શકાય છે. જડીબુટ્ટીઓના ઉપયોગથી જરૂરી રસી પણ બનાવવામાં આવે છે. જડીબુટ્ટીઓના ઉપયોગથી ધન, કીર્તિ, સન્માન, યશ, સમૃદ્ધી બધું મેળવી શકાય છે.

જ્યોતિષ અને વાસ્તુ એ પણ એક ઘણું મોટું રહસ્ય છે અને જ્યોતિષને વેદોંનું નેત્ર કહેવામાં આવે છે. જ્યોતિષ એક એવી વિદ્યા છે, જેના માધ્યમથી પ્રાચીન કાળના ઋષિ મુની, ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણી લેતા હતા અને સાથે જ આ વિદ્યાના માધ્યમથી બ્રહ્માંડની દરેક પરિસ્થિતિ ઉપર પણ નજર રાખતા હતા.

જ્યોતિષને અદ્વેતનું વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. પુરાણો અને બીજા ગ્રંથોમાં જ્યોતિષ અને વાસ્તુના ઘણા ચમત્કારોનો ઉલ્લેખ મળે છે. આધુનિક મન આ વિદ્યાને માનવા તૈયાર નથી પરંતુ વૈજ્ઞાનિકોની ઘણી શોધ અને વાસ્તુકાર જ્યોતિષની પ્રસંશા કરવા લાગ્યા છે. આમ તો આ જ્ઞાન ઉપર ઘણી વધુ શોધ કરવાની જરૂર છે.

ભારતની સંસ્કૃત ભાષા પણ હિંદુ ધર્મના રહસ્યોમાં આવી જાય છે કેમ કે સંસ્કૃતનો શાબ્દિક આર્થ છે પરિપૂર્ણ ભાષા કેમ કે તમામ ભાષાઓની જનની સંસ્કૃતને જ કહેવામાં આવે છે. વૈધિક કાળમાં લોકો સંસ્કૃત બોલતા હતા કેમ કે સંસ્કૃતને દેવોની ભાષા કહેવામાં આવે છે, જેને દેવનાગરી લીપીમાં લખવામાં આવે છે. હવે આપણે વાત કરી લઈએ કે આ ભાષાને દેવોની ભાષા કેમ કહે છે? સંસ્કૃત ભાષાના વ્યાકરણે વિશ્વભરના વિદ્વાનોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સંસ્કૃત ભાષાના વ્યાકરણને જ જોઇને બીજી ભાષાઓનું વ્યાકરણ વિકસિત થયું છે.

આધુનિક વૈજ્ઞાનિકો મુજબ આ ભાષા કમ્પ્યુટરના ઉપયોગ માટે સર્વોત્તમ ભાષા માનવામાં આવી છે. માત્ર 3000 વર્ષ પૂર્વ સુધી ભારતમાં સંસ્કૃત ભાષા બોલવામાં આવતી હતી. ત્યારે તો ઇ.સ. થી 500 વર્ષ પૂર્વે પાણીનીનો દુનિયાનો પહેલો વ્યાકરણ ગ્રંથ લખવામાં આવ્યો હતો. જે સંસ્કૃત ભાષાનો હતો. જેનું નામ અષ્ટાધ્યાયી છે. તે સંસ્કૃત વિસ્તાર તરીકે નથી બોલી શકાતી, તો વ્યાકરણ લખવાની જરૂરીયાત જ નથી હોતી. સંસ્કૃત એવી ભાષા નથી. જેની રચના કરવામાં આવી હોય. તે ભાષાની શોધ કરવામાં આવી છે.

સંસ્કૃત વિદ્વાનો મુજબ સોર્ય કુટુંબના મુખ્ય સૂર્યની એક તરફથી નવ રશ્મીઓ નીકળતી હતી અને તે ચારે તરફથી અલગ અલગ નીકળે છે. આ રીતે કુલ 36 રશ્મીઓ થઇ ગઈ, આ 36 રશ્મીઓની ધ્વની ઉપર સંસ્કૃતના 36 સ્વર બન્યા. જયારે સૂર્યની 9 રશ્મીઓ પૃથ્વી ઉપર આવે છે, તો તેની પૃથ્વીના આઠ વસુઓ સાથે ટક્કર થાય છે. સૂર્યની 9 રશ્મીઓ પૃથ્વીના 8 વસુઓની આસપાસ ટકરાવાથી જે 72 પ્રકારની ધ્વનીઓ ઉત્પન થાય છે. તે સંસ્કૃતના 72 વ્યંજન બની ગયા. આ રીતે બ્રહ્માંડમાં નીકળતા 180 ધ્વનીઓ ઉપર સંસ્કૃતની વર્ણ માળા આધારિત છે.

કામઘેનુ ગાય જેનું નામ તમે બધા સાંભળતા આવ્યા છો, તે પણ હિંદુ ધર્મનું એક રહસ્ય છે. કામઘેનુ ગાયની ઉત્પતી પણ સમુદ્ર મંથન દરમિયાન થઇ હતી. કામઘેનુ ગાય એક ચમત્કારી ગાય માનવામાં આવતી હતી, જેના દર્શન માત્રથી તમામ પ્રકારના દુઃખ પીડા દુર થઇ જાય છે. દૈવીય શક્તિઓથી સમૃદ્ધ આ ગાય જેની પાસે હોય, તેને ચમત્કારિક લાભ મળતા હતા. આ ગાયનું દૂધ અમૃત સમાન માનવામાં આવતું હતું.

શ્રીરામના પૂર્વજ પરશુરામના સમકાલીન ગુરુ વશિષ્ઠ પાસે કામઘેનુ ગાય હતી. આ ગાયના રક્ષણ માટે વશિષ્ઠજીએ ઘણા રાજાઓ સાથે યુદ્ધ પણ કરવું પડ્યું હતું. કામઘેનુની અલૌકિક ક્ષમતા જોઇને વિશ્વામિત્રના મનમાં પણ લોભ ઉત્પન થઇ ગયો હતો અને તેમણે વશિષ્ઠજીને તે ગાય લેવાની ઈચ્છા પ્રગટ કરી દીધી હતી. પરંતુ વશિષ્ઠજીએ ના કહી દીધી હતી. છેવટે બંને ઋષીઓમાં તે લેવા માટે ભીષણ યુદ્ધ થયું અને વિશ્વામિત્રની છલ્લે હાર થઇ હતી.

ધ્યાન હિંદુ ધર્મનું એક રહસ્ય છે અને આ યોગનું સાતમું અંગ માનવામાં આવે છે, ધ્યાન વગર યોગ પૂર્ણ નથી માનવામાં આવતું. વૈદિક ઋષીઓની શોધ આજે વૈજ્ઞાનિકો મુજબ સૌથી મહત્વની શોધ માનવામાં આવે છે. ધ્યાન ઉપર સંપૂર્ણ વિષમાં ન જાણે કેટલી શોધ થઇ ખબર નથી કે ધ્યાન દરેક પ્રકારના રોગને દુર કરી મગજને શાંત કરવાની ક્ષમતા ધરાવે છે. તે આપણી શારીરિક અને માનસિક ક્ષમતાને પણ વધારી દે છે.

સ્પેન, ફ્રાંસ અને અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલી શોધમાં સામે આવ્યું છે કે ધ્યાનની મદદથી માણસના શરીરના એ જીન્સને દબાવી શકાય છે, જે ઉત્તેજના પેદા કરે છે. આ શોધમાં જાણવા મળ્યું કે માણસ તેના શરીરને જેનેટીક કામગીરીને નિયંત્રિત કરી શકે છે. જેમાં ગુસ્સા ઉપર કાબુ કરવો, વિચારશક્તિ, ટેવો કે આરોગ્ય સુધારવું પણ સામેલ છે. ધ્યાન કરવાથી કેન્સર અને એઇડ્સ જેવી બીમારીઓને પણ દુર કરી શકાય છે. ધ્યાન કરતા રહેવાથી તે તેજ સુક્ષ્મ શરીર મજબુત થાય છે.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.