હિંગળાજ દેવી મંદિરમાં હિંદુઓની સાથે મુસલમાન પણ કરે છે દર્શન.

0
858

આ મંદિર નથી બનાવ્યું કોઈ માણસે, ગુફામાં રહેલા મંદિરની મૂર્તિ પણ છે પ્રાકૃતિક, વાંચો હિંગલાજ દેવીના વિશેષ મંદિર વિષે. હિંદુઓમાં શક્તિના ઉપાસકો માટે દેવીનું સ્થાન સૌથી પહેલા આવે છે. દેવીના 51 શક્તિપીઠોની પૂજા થાય છે. તેમાંથી પણ 18 મહા શક્તિપીઠ છે અને 4 આદિ શક્તિપીઠ છે. પણ આ સમાચાર પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ દેવી મંદિર વિષે છે, જે 51 શક્તિપીઠોમાંથી એક છે, અને પાકિસ્તાનમાં આવેલા બે શક્તિપીઠોમાંથી પ્રમુખ છે.

પાકિસ્તાનમાં બીજું શક્તિપીઠ શિવહરકારય છે, જે પાકિસ્તાનના કરાચી શહેરની નજીક આવેલું છે. હિંગળાજ દેવી મંદિરમાં આખી દુનિયામાંથી હિંદુ ધર્મના લોકો દર્શન માટે આવે છે, સ્થાનિક મુસલમાન પણ અહીં માથું નમાવે છે.

કરાચીથી પશ્ચિમમાં છે હિંગળાજ દેવી મંદિર : હિંગળાજ દેવી મંદિર કરાચીથી પશ્ચિમ દિશામાં બલોચિસ્તાનમાં આવેલું છે. લસબેલા જિલ્લાના મકરાન વિસ્તારમાં આવેલ હિંગળાજ દેવીની માન્યતા ઘણી વધારે છે, અને અહીં ફકત હિંદુ જ નહિ પણ મુસ્લિમ પણ સદીઓથી માથું નમાવી રહ્યા છે. આ વાતની જાણકારી હિડેલબર્ગ વિશ્વવિદ્યાલયના આસિસ્ટન્ટ પ્રોફેસર જુર્ગેન સ્કેફ્લેચ્નરે પોતાના પુસ્તકમાં આપી છે. તે દક્ષિણ એશિયાની બાબતોના જાણકાર છે, અને લાહોર લિટરેરી ફેસ્ટિવલમાં પોતાની વાત જણાવી રહ્યા હતા.

હિંગળાજ દેવી પર પુસ્તક : પ્રોફેસર જુર્ગેન સ્કેફ્લેચ્નરે ‘હિંગળાજ દેવી : આઈડેંટિટી, ચેંજ એન્ડ સોલિડીફીકેશન એટ એ હિંદુ ટેમ્પ્લ ઈન પાકિસ્તાન’ નામનું પુસ્તક લખ્યું છે. તેમણે સિકંદર બિજૈજોં સાથે વાતચીત કરતા સમયે મંદિરના નિર્માણ, વાસ્તુકલા, ધાર્મિક અને સામાજિક પ્રભાવ વિષે વાતચીત કરી. તેમણે કહ્યું કે, પહેલા અહીં પહોંચવું મુશ્કેલ હતું. અને લોકોએ મિલો સુધી પગપાળા ચાલીને દેવીના દર્શન માટે આવવું પડતું હતું. પરંતુ મકરાન કોસ્ટલ હાઇવે બન્યા પછીથી દર્શનાર્થીઓને ફાયદો થયો છે.

જેટલું દુઃખ સહન કરશો, એટલું વધારે ફળ મળશે : હિંગળાજ દેવીના મંદિર વિષે કહેવામાં આવે છે કે, જે ભક્તને રસ્તામાં જેટલું વધારે દુઃખ મળે છે, તેમને દર્શનનું ફળ પણ વધારે મળે છે. એજ કારણ છે કે, સદીઓથી લોકો સેંકડો કિલોમીટર સુધી પગપાળા ચાલીને માતા હિંગળાજ મંદિર પહોંચતા હતા અને દર્શન કરતા હતા.

લાખો લોકોની જમા થાય છે ભીડ : મકરાનમાં દર વર્ષે ઉનાળા દરમિયાન હિંગળાજ યાત્રા નીકળે છે, જેમાં લગભગ અઢી લાખ લોકો શામેલ થાય છે. તે પાકિસ્તાનમાં બિનમુસ્લિમનો સૌથી મોટો સમારંભ હોય છે. આ સમારંભમાં ન ફક્ત આખા પાકિસ્તાનમાંથી લોકો આવે છે, પણ આખી દુનિયામાં રહેલા શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. આ મંદિરની ખાસ વાત એ છે કે, આ મંદિર કોઈ માણસે નથી બનાવ્યું. આ મંદિર ગુફામાંથી નીકળ્યું છે અને મૂર્તિ પણ પ્રાકૃતિક છે. હિંગળાજ દેવી ભારતના માલવા ક્ષેત્રની કુળદેવી પણ માનવામાં આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.