લિંગરાજ મંદિરમાં એક સાથે વસે છે ભગવાન શિવ અને વિષ્ણુ, જાણો તેની સાથે જોડાયેલી રોચક કથા.

0
842

ભારતના પ્રાચીન મંદિરોમાંથી એક લિંગરાજ મંદિર સાથે જોડાયેલી આ વાતોથી મોટાભાગના લોકો છે અજાણ.

ભારતમાં ઘણા એવા પ્રસિદ્ધ મંદિર છે જેને લઈને ઘણા પ્રકારની માન્યતાઓ છે. દુર દુરથી શ્રદ્ધાળુઓ આ મંદિરોમાં દર્શન માટે આવે છે. જો તમે શિવ અને વિષ્ણુ બંનેના ભક્ત છો, તો આજે અમે એક એવા મંદિર વિષે જણાવીશું, જ્યાં તમે તેમના દર્શન કરી શકો છો. અમે વાત કરી રહ્યા છીએ ઓડીશાના ભુવનેશ્વરમાં આવેલા પ્રસિદ્ધ લિંગરાજ મંદિરની. ભારતના સૌથી જુના મંદિરોમાંથી એક લિંગરાજ મંદિરનું વિશેષ મહત્વ છે. આ મંદિરમાં ભગવાન શિવની સાથે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે.

લિંગરાજ મંદિરને લઈને એવી માન્યતા છે કે, ભુવનેશ્વર નગરનું નામ તેમના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ભગવાન શિવના પત્નીને અહિયાં ભુવનેશ્વરી કહેવામાં આવે છે. અને લિંગરાજનો અર્થ થાય છે, લિંગમના રાજા, જે અહિયાં ભગવાન શિવને કહેવામાં આવે છે. આ મંદિરમાં શિવની પૂજા કીર્તિવાસના રૂપમાં કરવામાં આવતી હતી, પછી પાછળથી હરીહરના રૂપમાં કરવામાં આવવા લાગી. ભુવનેશ્વરમાં લિંગરાજ મંદિર શહેરનું એક મુખ્ય લેંડમાર્ક છે.

લિંગરાજ મંદિરનો ઈતિહાસ :

લિંગરાજ મંદિર ભારતના એ મંદિરોમાંથી એક છે જેની બનાવટ ઉત્કુષ્ટ છે. ઈન્ટરનેટ ઉપર આપવામાં આવતી જાણકારી મુજબ આ 10 મી અને 11 મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને સોમવતી રાજા જજાતિ કેસરી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિરની ઉંચાઈ 55 મીટર છે અને તેની ઉપર ઘણું જ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે. મંદિરનું નિર્માણ કલિંગ અને ઉડિયા શૈલીમાં કરવામાં આવ્યું છે. આ મંદિરને બનાવવામાં બલુઆ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ મંદિરની વિશેષ વાત એ છે કે, આ મંદિરના ઉપરના ભાગ ઉપર ઉંધી ઘંટડી અને કળશને સ્થાપિત કરવામાં આવ્યા છે, જે લોકોને ઘણું આશ્ચર્યજનક લાગે છે. તેમજ તેના ઉપરના ભાગનો પીરામીડના આકારમાં રાખવામાં આવ્યો છે. બીજા હિંદુ મંદિરની સરખામણીમાં લિંગરાજ મંદિર કેટલીક કઠોર પરંપરાઓનું પાલન કરે છે. એ કારણ છે કે, આ મંદિરની અંદર હિંદુ ધર્મ સિવાયના લોકોને પ્રવેશ કરવાની મંજુરી નથી. જોકે આ મંદિરની બાજુમાં એક ચબુતરો બનાવવામાં આવ્યો છે જેથી બીજા ધર્મના લોકો પણ મંદિરને સરળતાથી જોઈ શકે.

દર વર્ષે શ્રદ્ધાળુઓની ઉમટી પડે છે ભીડ :

હાલમાં મહામારીને કારણે આ મંદિરનું પરિસર ભલે બંધ હોય, પણ અહિયાં હંમેશા શ્રધાળુઓની ભીડ લાગેલી રહે છે. અને શીયાળાની ઋતુમાં લોકો આ મંદિરના દર્શન માટે વધુ આવે છે. એવું એટલા માટે કારણ કે ઉનાળામાં ભુવનેશ્વરનું વાતાવરણ ઘણું ગરમ હોય છે અને ભેજથી ભરેલું હોય છે. તેથી આ ઋતુમાં અહીં આવવું લોકો માટે ઘણું મુશ્કેલીભર્યું રહે છે. શિયાળામાં અહિયાંની ઋતુ ઘણી અનુકુળ રહે છે અને આસપાસ ઘણી સુંદરતા જોવા મળે છે. ભુવનેશ્વર આવ્યા પછી કોઈ પર્સનલ ગાડી કે પછી ટેક્સી વગેરેની મદદથી મંદિર સુધી સરળતાથી પહોંચી શકાય છે.

ભુવનેશ્વરમાં છે ઘણા પ્રસિદ્ધ મંદિર :

લિંગરાજ ઉપરાંત ભુવનેશ્વરમાં બીજા ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. તેમાં જગન્નાથપૂરી મંદિર, બ્રહ્મેશ્વર મંદિર અને સમલેશ્વરી મંદિર વગેરે શામેલ છે. તે ઉપરાંત ઘણા પર્યટક સ્થળ પણ છે, જ્યાં લોકો હંમેશા ફરવા માટે આવે છે. ઈતિહાસના પાનાંમાં આ શહેરનું નામ કલિંગ યુ ધમાટે નોંધાયેલું છે.

મહાનદીના કાઠા ઉપર આવેલા આ પ્રાચીન શહેરનું નામ ઈતિહાસના પાનાંમાં ઘણા કારણો સર નોંધાયેલું છે. કહેવામાં આવે છે કે, ભુવનેશ્વર શહેરમાં 2 હજારથી વધુ મંદિર છે. એટલા માટે તેને ભારતના મંદિરોનું શહેર કહેવામાં આવે છે. એટલું જ નહિ આ ધાર્મિક શહેરમાં બીજું પણ ઘણું બધું જોવા જેવું છે, જેમણે અહિયાંની કુદરતી સુંદરતાને પોતાનામાં સમાવી રાખી છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.