“હો મારી લાડલી” – કેટલાને યાદ છે આ વિસરાય ગયેલું વિદાય ગીત.

0
676

હો મારી લાડલી, મારી લાડલી

મારી લાડલી બેનાં તું ઘર ની લાડલી બેનાં

હો વિદાય ની આ વસમી વેળા

રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય

આસુડાં લૂછી લે બેનાં

જાજુ ના રોવાય બેનાં જાજુ ના રોવાય

પાપા પગલી કાલે ભરતી આજે છોડી જાય

આંબલી પીપળી આંગણ રમવા ગોતે તારો ભાઈ

છાની રહીજા બેનડી મારી જાજુ ના રોવાય

હો વિદાય ની આ વસમી વેળા

રોકી ના રોકાય બેનાં રોકી ના રોકાય

રોકી ના રોકાય (૨)

– સાભાર હસમુખ ગોહિલ (અમર કથાઓ ગ્રુપ)