આ તારીખથી શરુ થશે હોળાષ્ટક, જાણો આ સમય દરમિયાન કઈ વસ્તુઓ કરવાની ના પાડવામાં આવે છે.

0
3826

જાણો ક્યારે છે હોળી-ધૂળેટી અને ક્યારથી શરુ થઈ રહ્યા છે હોળાષ્ટક, શા માટે હોળાષ્ટકમાં શુભ કાર્ય કરવામાં નથી આવતા.

17 ફેબ્રુઆરીથી ફાગણ માસનો પ્રારંભ થશે. રંગોનો તહેવાર હોળી-ધુળેટી પણ આ મહિનામાં ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં હોળી-ધુળેટીના તહેવારનું વિશેષ મહત્વ છે. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમ (પૂર્ણિમા) ના દિવસે ઉજવવામાં આવે છે. પરંતુ ફાગણ માસના શુક્લ પક્ષની આઠમ (અષ્ટમી) થી હોળાષ્ટક શરૂ થાય છે.

ફાગણ અષ્ટમીથી હોલિકા દહન સુધીના આઠ દિવસ હોળાષ્ટક રહે છે અને આ દરમિયાન માંગલિક અને શુભ કાર્યો પર પ્રતિબંધ હોય છે. જો કે આ આઠ દિવસોમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ દેવી દેવતાઓની પૂજા કરવા માટે આ દિવસો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ કે હોળાષ્ટક ક્યારે લાગે છે અને આ સમય દરમિયાન કયા કયા કામ કરવામાં નથી આવતા.

ક્યારે છે હોળાષ્ટક? હોળાષ્ટક 10 માર્ચ 2022, ગુરુવારથી 17 માર્ચ 2022, ગુરુવાર સુધી ચાલશે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ હોય છે. હોળી અને હોલિકા દહનની તૈયારીઓ હોળાષ્ટકથી શરૂ થાય છે.

હોળાષ્ટકમાં શુભ કાર્ય કેમ કરવામાં આવતા નથી? હોળાષ્ટકના આઠ દિવસ શુભ કાર્ય ન કરવા પાછળ એક પૌરાણિક કથા છે, જે મુજબ કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરી હતી જેના કારણે ફાગણ શુક્લ આઠમમી તિથિના રોજ શિવજીએ ગુસ્સે થઈને કામદેવને ભસ્મ કરી દીધા હતા.

અન્ય એક દંતકથા અનુસાર, રાજા હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા સાથે મળીને પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિથી દૂર કરવા માટે આ આઠ દિવસોમાં ભા-રે-ત્રા-સ આપ્યો હતો. તેથી હોળાષ્ટકનો સમય લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો કરવા માટે અશુભ માનવામાં આવે છે.

હોળાષ્ટક સમયે આ કામો ન કરવા : ફાગણ માસના શુક્લ પક્ષની આઠમ તિથિથી હોળાષ્ટક શરૂ થાય છે. હોળાષ્ટકની સાથે જ હિંદુ ધર્મ સાથે સંકળાયેલા સોળ સંસ્કારો સહિત કોઈ પણ શુભ કાર્ય ન કરવું જોઈએ. નવું મકાન ખરીદવું હોય કે નવો ધંધો શરૂ કરવો, બધા જ શુભ કાર્યો અટકાવી દેવામાં આવે છે. જો આ દરમિયાન કોઈનું મ-રુ-ત્યુ થાય છે, તો તેમના અંતિમ સંસ્કાર માટે પણ શાંતિ કરવામાં આવે છે. એક માન્યતા અનુસાર, કોઈપણ પરિણીત મહિલાએ પોતાના સાસરિયાના ઘરની પહેલી હોળી ન જોવી જોઈએ.

હોળાષ્ટક દરમિયાન ભગવાનની પૂજા કરો : એક તરફ હોળાષ્ટકમાં 16 સંસ્કાર સહિત કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ છે, જ્યારે આ સમય ભગવાનની ભક્તિ માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હોળાષ્ટક દરમિયાન દાન-પુણ્ય કરવાથી વિશેષ ફળ મળે છે.

આ સમય દરમિયાન, માણસે વધુને વધુ ભાગવત ભજન અને વૈદિક અનુષ્ઠાન કરવા જોઈએ, જેથી વ્યક્તિ તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે. ધાર્મિક માન્યતાઓ અનુસાર હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.