જાણો કયારે છે હોળી અને ક્યારે કરવું હોલિકા દહન, જાણો શુભ મુહુર્ત, મહત્વ અને અન્ય તમામ માહિતી.

0
639

દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે, આ દિવસે હોલિકા દહન કરવામાં આવે છે. બીજા દિવસે એટલે કે ચૈત્ર મહિનાની એકમના દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ હોલિકા દહનના મુહૂર્ત.

આખા દેશમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. કારણ કે આ તહેવાર હિન્દુ ધર્મમાં ખૂબ જ ખાસ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાની દિવસે આવે છે. તેના બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. હોલિકા દહન હોળીના દિવસે કરવામાં આવે છે.

આ વર્ષે હોળી કઈ તારીખે ઉજવવી અને હોલિકા દહન ક્યારે કરવું તે અંગે તિથિઓ અને ભદ્રાને લઈને મૂંઝવણ છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ વર્ષે હોળીનો તહેવાર 17 માર્ચ શુક્રવારે છે. હોલિકા દહન 17 મી માર્ચે થશે. અને ધૂળેટી 18 માર્ચે ઉજવાશે. 10 માર્ચથી હોળાષ્ટક શરૂ થઈ ગયા છે. ચાલો જાણીએ હોલિક દહનનો શુભ સમય અને મહત્વ.

હોલિકા દહનનો શુભ સમય : વૈદિક પંચાંગ મુજબ દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પુનમના દિવસે હોલિકા દહન થાય છે. હોલિકા દહન માટે તે સમયે પસંદ કરવામાં આવે છે, જેમાં ભદ્રાનો પડછાયો ન હોય. તેમજ આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ, ગુરુવારે છે. એટલે કે 17 માર્ચે હોલિકા દહનનો સમય રાત્રે 09:06 થી 10:16 સુધીનો છે. પરંતુ આ સમયમાં ભદ્રાની પૂંછડી રહેશે.

હોલિકા દહન ભદ્રા પૂંછડીમાં કરી શકાય છે : શાસ્ત્રો અનુસાર હોલિકા દહન ભદ્રા પૂંછડીમાં કરી શકાય છે. તેથી હોલિકા દહન 17 માર્ચે 09 વાગીને 06 મિનિટ સુધી થઈ શકે છે. કારણ કે આ દિવસે મોડી રાત્રે 1 વાગીને 12 મીનીટે ભદ્રા સમાપ્ત થશે. જેઓ ભદ્રા પછી હોલિકા દહન કરવા માંગતા હોય તો તેમના માટે મુહૂર્ત મોડી રાત્રે 01 વાગીને 12 મિનીટથી 18 માર્ચની સવારે 06 વાગીને 28 મિનીટ સુધી છે.

આ દિવસે ધૂળેટી રમાશે : હકીકતમાં, આ વર્ષે ફાગણ પૂર્ણિમા તિથી 17 માર્ચે બપોરે 1 વાગીને 29 મીનીટે શરુ થશે. પુનમ તિથિ 18 માર્ચે બપોરે 12 વાગીને 47 મીનીટે સમાપ્ત થશે. આથી 18 માર્ચે ધૂળેટી રમાશે.

પ્રહલાદ અને હોલિકાની કથા : તમને જણાવી દઈએ કે પ્રહલાદ અને તેની ફોઈ હોલિકાનો પ્રસંગ હોલિકા દહન માટે પ્રખ્યાત છે. પ્રહલાદ ભગવાન વિષ્ણુનો એક મહાન ભક્ત હતો. તેના પિતા રાક્ષસ હિરણ્યકશિપુને આ વાત પસંદ ન હતી. હિરણ્યકશિપુની બહેન હોલિકાને વરદાન મળ્યું હતું કે, તે અગ્નિમાં બળી શકશે નહિ, તેથી હિરણ્યકશિપુએ તેને પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવા આદેશ આપ્યો, જેથી પ્રહલાદ ભસ્મ થઈ જાય. પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા ભસ્મ થઈ ગઈ.

આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.