ઘરને હંમેશા પૈસાથી ભરેલું રાખવા માંગતા હોય તો હોળીના દિવસે જરૂર કરો આ ઉપાય, તે ફાયદો કરાવી શકે છે.

0
443

હોળીના દિવસે કરો આ એક કામ, ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં થાય.

હોળીનો તહેવાર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હોળી બે દિવસ ઉજવાય છે. પહેલા દિવસે હોલિકા દહન કરવામાં આવે છે, જેને ઘણી જગ્યા પર છોટી હોલી પણ કહેવામાં આવે છે. આ દિવસે લોકો હોલિકા દહન કરે છે. જ્યારે હોળીના બીજા દિવસે રંગવાલી હોળી એટલે ધુળેટી રમવામાં આવે છે. સૂકા ગુલાલ અને પાણીથી ઉજવાતો આ તહેવાર બીજા દિવસે ઉજવવામાં આવે છે.

આ વર્ષે હોલિકા દહન 17 મી માર્ચ 2022 ના રોજ થશે અને ધુળેટી 18 મી માર્ચ 2022 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘણી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. આ દિવસે પૂજા કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. આવો જાણીએ હોળી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે.

ગરીબોને દાન કરો : હોળીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમારા સ્વાસ્થ્ય, સંપત્તિ પર સકારાત્મક અસર થાય છે અને માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં હોળીના દિવસે દાન કરો.

નોકરીમાં સફળતા મેળવવા માટે : જો તમે તમારી નોકરી, ધંધો કે કરિયરથી સંતુષ્ટ નથી અથવા મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, તો હોલિકા દહનના દિવસે પૂજા દરમિયાન આગમાં નારિયેળ ચઢાવો. એ પછી હોલિકાની સાત વાર પરિક્રમા કરો.

આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે : હોળીના તહેવારની શરૂઆત હોલિકા દહનથી થાય છે. આવી સ્થિતિમાં જો તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માંગતા હોવ અને ઘરમાં સુખ-શાંતિ લાવવા માંગતા હોવ તો હોલિકા દહનની પૂજા દરમિયાન પ્રસાદ તરીકે બદામ અને મીઠાઈઓ ચઢાવો.

મનોકામના પૂરી કરવા : દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની દરેક મનોકામના પૂરી થાય. પરંતુ ઘણા લોકોને તેના માટે મહેનત કરવા છતાં પણ પરિણામ મળતું નથી. આવી સ્થિતિમાં હોલિકા દહનની પૂજા દરમિયાન હોળીની અગ્નિમાં નારિયેળની સાથે નાગરવેલના પાન અને સોપરીને અર્પણ કરો. આમ કરવાથી તમે સારા પરિણામ મેળવી શકો છો.

ડરથી બચવા માટે : જો તમારા મનમાં ખરાબ વિચારો આવે છે, તમારે અજાણ્યા ડરનો સામનો કરવો પડે છે, તો હોલિકા દહનની પૂજા દરમિયાન સૂકું નારિયેળ, કાળા તલ અને સરસવના દાણાને લઈને માથા પર 7 વાર ફેરવીને તેને હોળીની અગ્નિમાં ચઢાવો.

ઘરમાં સુખ-શાંતિ લાવવા : જો તમારા ઘરમાં લાંબા સમયથી ખરાબ સમય ચાલી રહ્યો છે અને તમે તેનાથી છૂટકારો મેળવવા માંગો છો, તો હોળીની ભસ્મ ઘરે લાવો. તેમાં આખું મીઠું નાખીને ઘરના શુદ્ધ સ્થાન પર રાખો. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.