શું તમને યાદ છે હોલિકા દહનની પૂજા-વિધિ અને પૂજન સામગ્રી, અહીં જાણો તેના વિષે વિસ્તારથી.

0
917

હોળીની પૂજા માટે કઈ સામગ્રીઓ જોઈએ અને કેવી રીતે કરવું પૂજન, જાણો તમામ વિગતો.

હોળી પર કેવી રીતે પૂજા કરવી? ઈંટરનેટ પર હોળીની પૂજા સાથે સંબંધિત ઘણી બધી માહિતી તમને આશ્ચર્યચકિત કરી શકે છે. પણ આજે અમે તમને હોળીની પૂજાની સૌથી સરળ અને અધિકૃત રીત જણાવીશું. આ 12 સામાન્ય બાબતોનું ધ્યાન રાખીને તમે પણ કરી શકો છો હોળીની પૂજા.

સૌથી પહેલા અમે તમને હોલિકા પૂજાની સામગ્રી વિશે જણાવીએ. ગાયના છાણથી બનેલી હોલિકા અને પ્રહલાદની મૂર્તિઓ, માળા, કંકુ, ફૂલો, સૂતરનો દોરો, આખી હળદર, મગ, પતાસા, ગુલાલ, પાંચ-સાત પ્રકારના અનાજ જેવા કે નવા ઘઉં અને અન્ય પાક, પાણીનો કળશ. કલશ ચાંદી, તાંબુ, પિત્તળ અથવા કાંસાનો લઇ શકો છો. મોટા ફુલૌરી (એક જાતનું ભજિયું), મીઠી વાનગીઓ, મીઠાઈઓ અને ફળો. ગોમતી ચક્ર, નાળિયેર, નાની ચુંદડી, છાણ, ખાંડ અથવા લોટમાંથી બનેલા ઘરેણાં જેને ફુલરિયા અથવા બડબૂલે કહેવાય છે.

પૂજા સામગ્રીની સાથે હોલિકા પાસે ગાયના છાણમાંથી બનેલી ઢાલ પણ રાખવામાં આવે છે. હોલિકા દહનના શુભ મુહૂર્ત પર ચાર માળા અલગથી રાખવામાં આવે છે. જેમાં એક માળા પૂર્વજોના નામની, બીજી શ્રી હનુમાનજીની, ત્રીજી શીતળા માતા અને ચોથી ઘર પરિવાર માટે રાખવામાં આવે છે.

એ પછી હોળીની આસપાસ સંપૂર્ણ શ્રદ્ધા સાથે પ્રદક્ષિણા કરતા કરતા સૂતરના દોરાને વીંટાળવામાં આવે છે. હોલિકાની પ્રદક્ષિણા 3 કે 7 વખત કરવામાં આવે છે. એ પછી, શુદ્ધ જળ સહિત અન્ય પૂજા સામગ્રી એક પછી એક હોલિકાને અર્પણ કરવામાં આવે છે.

ત્યારબાદ અગ્નિ પ્રગટાવતા પહેલા જળથી અર્ઘ્ય ચઢાવવામાં આવે છે. હોલિકા દહન સમયે હાજર તમામ પુરુષોને કંકુનું તિલક લગાવવામાં આવે છે. એવું કહેવાય છે કે, હોલિકા દહન પછી બીજા દિવસે સવારે તેની ભસ્મ (રાખ) ને ઘરમાં લાવવી શુભ હોય છે. ઘણી જગ્યાઓ પર શરીર પર હોલિકાની ભસ્મનો લેપ પણ લગાવવામાં આવે છે.

હોલિકા દહનની સંપૂર્ણ પૂજા વિધિ :

1) સૌથી પહેલા હોલિકા પૂજન માટે પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને બેસો.

2) હવે તમારી આસપાસ પાણીના ટીપાંનો છંટકાવ કરો.

3) ગાયના છાણમાંથી હોલિકા અને પ્રહલાદની મૂર્તિ બનાવો.

4) થાળીમાં કંકુ, સૂતરનો દોરો, ચોખા, ફૂલ, આખી હળદર, પતાસા, ફળો અને પાણીનો કળશ રાખો.

5) ભગવાન નરસિંહનું સ્મરણ કરીને મૂર્તિઓ પર કંકુ, સૂતરનો દોરો, ચોખા, પતાસા, ફૂલો અને તમામ સામગ્રી અર્પણ કરો.

6) હવે બધી ભેગી કરેલી વસ્તુઓ લો અને હોલિકા દહનના સ્થળે લઈ જાઓ.

7) અગ્નિ પ્રગટાવતા પહેલા તમારું નામ, પિતાનું નામ અને ગોત્રનું નામ લઈને તેને ચોખા ઉપાડો અને ભગવાન ગણેશનું સ્મરણ કરી તેને હોલિકા અર્પણ કરો.

8) એ પછી પ્રહલાદનું નામ લઈને ફૂલ ચઢાવો.

9) ભગવાન નરસિંહનું નામ લઈને પાંચ પ્રકારના અનાજ અર્પણ કરવા.

10) હવે હાથ જોડીને ચોખા, હળદર અને ફૂલ અર્પણ કરો.

11) સૂતરનો દોરો હાથમાં લઈને પ્રદક્ષિણા કરતા કરતા હોલિકા પર લપેટો.

12) અંતે ગુલાલ નાખીને અને કલશ દ્વારા પાણી અર્પણ કરો. થાળીમાં રાખેલી તમામ પૂજા સામગ્રી અર્પણ કરો. જ્યારે હોળી પ્રગટાવવામાં આવે, ત્યારે તેની ગરમી લો. સળગતી હોળીમાં નાળિયેર, ગોમતી ચક્ર અને મીઠાઈઓ અર્પણ કરો.

વિવિધ પ્રદેશોમાં હોળીની પૂજા કરવાની અલગ-અલગ પદ્ધતિ પ્રચલિત છે. અહીં અમે તમારા માટે સૌથી અધિકૃત વિધિ લઈને આવ્યા છીએ. તમને બધાને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.