“સાસુ વગરનું સાસરિયું” – ઘરમાં સાસુ ન હોય એવું ઇચ્છતી વહુઓએ જરૂર વાંચી જોઈએ આ સ્ટોરી.

0
13265

શેખર સાથે લગ્ન કર્યા બાદ અર્ચના પિયરથી રડતા રડતા વિદાઈ લઈને પોતાની સાસરીમાં ઘરના દરવાજે ઊભી હતી. ક્યારેક તે ઘૂંઘટમાંથી શેખર તરફ જોતી તો ક્યારેક તે દરવાજાની અંદર જોવાનો પ્રયત્ન કરતી હતી. અંદરથી કેટલાક અવાજો આવી રહ્યા હતા, પણ તે કશું જ સમજી શકતી ન હતી. તે જાણતી હતી કે શેખરની માતા નથી એટલે કે તે સાસુ વિનાના સાસરિયે જવાની છે.

ઘણા સમય પછી પણ ઘરમાંથી કોઈ ગ્રહ પ્રવેશની વિધિ માટે આવ્યું નહિ, તેથી તેણીએ આશાભરી નજરે શેખર તરફ જોયું કારણ કે તે પોતે ખૂબ થાકી ગઈ હતી. શેખરે કદાચ અર્ચનાની આંખોની ભાષા વાંચી લીધી હતી. તે પોતાની નાની બહેનને બોલાવી લાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. થોડી વાર પછી બહેન કેટલીક સ્ત્રીઓને સાથે લઈને આવી અને અર્ચનાનો ઘરમાં પ્રવેશ કરાવ્યો. આગળ કેટલીક વિધિઓ પણ થઇ. આ બધાની વચ્ચે અર્ચના સમજી ગઈ કે સાસુ વગરનું સાસરિયું તેને કેટલી એકલી કરી દેશે.

ધીરે ધીરે બધાં સગાં જતા રહ્યા, કેટલાકે સહાનુભૂતિ દેખાડી તો કેટલાકે નિર્દોષતા. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાનો અને બીજાનો પરિચય આપી રહ્યા હતા. ક્યારેક તેમની વાત સાંભળીને અર્ચના પરેશાન થઈ જતી હતી. પરંતુ ધીમે ધીમે સસરા, પતિ અને બે નાની નણંદો સાથે મળીને અર્ચના પોતાના પરિવારની ગાડીને રસ્તા પર લાવવાનો પ્રયત્ન કરવા લાગી.

પતિનો પ્રેમ, સસરાનો સ્નેહ અને નાની નણંદોની ચિંતાએ અર્ચનાને એક ચિંતા મુક્ત છોકરીમાંથી એક જવાબદાર ગૃહિણી બનાવી દીધી, અને તેના વિષે તે પોતે પણ સમજી શકી નહીં. પણ આ બધી વાતો વચ્ચે એક વાત તેના દિલમાં દુ:ખતી હતી કે તેની સાસુ નથી.

તેના લગ્ન સમયે તેના તમામ મિત્રો તેને ખૂબ જ ભાગ્યશાળી માનતા હતા કે, તેના સાસરિયામાં સાસુની કચ-કચ રહેશે નહીં. પરંતુ સત્ય તો એ છે કે જે ઘરમાં સાસુ ન હોય તે ઘરમાં આવનારા બધા લોકો સાસુ બનવાનો પ્રયત્ન કરે છે. અર્ચના પણ આ બધું સમજી ગઈ. તેથી જ તેણીએ મનમાં નક્કી કરી લીધું હતું કે, તે પોતાની દીકરીઓના લગ્ન સાસુ વિનાના સાસરિયામાં કરશે નહિ.

મિત્રો, જેમ ભોજનમાં મીઠું જરૂરી છે તેમ ઘરમાં સાસુ પણ જરૂરી છે. સાસરિયાનું દરેક સુખ સાસુ વિના ફીકુ જ લાગે છે.