રાવણને અમર બનાવવા અમૃત કોણ લાવ્યું અને કોણે તેને રાવણની નાભિમાં મુક્યું? વાંચો રસપ્રદ સ્ટોરી.
રાવણ અમર હતો. તેને કોઈ મારી શકતું નહોતું. કારણ એ હતું કે તેની નાભિમાં અમૃત હતું. જ્યાં સુધી વિભીષણે રાવણના અમરત્વનું રહસ્ય જાહેર ન કર્યું ત્યાં સુધી ભગવાન રામ પણ તેને મારી શક્યા નહોતા. પણ પ્રશ્ન એ છે કે રાવણની નાભિમાં અમૃત ક્યાંથી આવ્યું? આજે અમે તમને રાવણની નાભિમાં અમૃત સ્થાપિત થવાની રસપ્રદ સ્ટોરી જણાવીશું.
બાલી સાથેના યુદ્ધમાં રાવણ ઘાયલ થયો હતો :
પ્રાચીન ધાર્મિક ગ્રંથો અને માન્યતાઓ અનુસાર, રાવણની નાભિમાં અમૃત સ્થાપિત કરવામાં આવ્યું હતું, જેના કારણે રાવણ અમર થઈ ગયો હતો. કહેવાય છે કે એક વખત બાલી અને રાવણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. તેમાં રાવણને ઘણી ગંભીર ઈજાઓ થઈ હતી. અમુક ઈજા એટલી આંતરિક હતી કે રાવણ માટે બચવું મુશ્કેલ બની ગયું. આવા સમયે રાવણની પત્ની મંદોદરી ચિંતિત થઈ ગઈ. તેણીએ નક્કી કર્યું કે તે ન માત્ર રાવણનો જીવ બચાવશે નહીં, પણ તેને અમર પણ બનાવશે.
આવી સ્થિતિમાં મંદોદરી પોતાના પિતા મયદાનવ પાસે પહોંચી. તેમણે કહ્યું કે અમૃત ચંદ્રલોકમાં છે. પરંતુ ત્યાં સુધી પહોંચવું કોઈ પણ મનુષ્યની ક્ષમતામાં નથી. રસપ્રદ વાત એ છે કે અનેક રહસ્યમય શક્તિઓના માલિક મયદાનવે જ ચંદ્રલોકમાં અમૃતકલશ મૂક્યું હતું.
પછી મયદાનવે મંદોદરીને એવી શક્તિ આપી, જેના કારણે તે ચંદ્રલોકમાં પહોંચી ગઈ. પણ ત્યાં ગયા પછી પણ અમૃત કળશ લાવવો મુશ્કેલ હતો. કારણ એ હતું કે અમૃત કળશને અનેક શક્તિઓ દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યું હતું. તેની નજીક જવું મૃત્યુને આમંત્રણ આપવા જેવું હતું. કળરની નીચેથી ઘણા બધા ઝેરી વાયુઓ નીકળતા હતા. જે મૃત્યુનું કારણ બને શકે એવા હતા. તેની આસપાસ ગરમ લાવા પણ નીકળી રહ્યો હતો. આવી સ્થિતિમાં અમૃતના થોડા ટીપા પણ ધરતી પર લાવવા અશક્ય હતા.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
મંદોદરીને અમૃત મળ્યું :
એક દિવસને બાદ કરતા અમૃત કળશ હંમેશા માટે સુરક્ષિત હતું. હકીકતમાં, ચંદ્રલોકમાં એક નિયમ છે કે વર્ષમાં એકવાર શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર દેવતા ત્યાંથી આ અમૃત કળશ બહાર કાઢે છે. તે સમયે તેઓ પૃથ્વી પર તેના થોડા ટીપાં પણ નાખે છે. આથી બસ આ એક માત્ર તક હતી જે મંદોદરી શોધી રહી હતી.
જ્યારે મંદોદરી ચંદ્રલોકમાં ગઈ ત્યારે તેના બે દિવસ પછી જ પૂર્ણિમા હતી. ચંદ્રદેવે પૂર્ણિમાની રાત્રે અમૃત કળશ બહાર કાઢ્યું ત્યારે રાવણની પત્ની મંદોદરી અમૃત કળશ ચોરીને ભાગવા લાગી.
વીંટીમાં અમૃત ભરીને ધરતી પર ઉતરી :
મંદોદરીએ અમૃતની ચોરી કરી એ વાતની જાણ દેવતાઓને થતાં જ હોબાળો મચી ગયો. બધા દેવતાઓ મંદોદરીનો પીછો કરવા લાગ્યા. આવી સ્થિતિમાં મંદોદરીએ કળશને એક બારી પર મૂકી દીધું અને અમૃતના થોડા ટીપા પોતાની વીંટીમાં ભરી દીધા.
મંદોદરીને ખબર નહોતી કે તે આ અમૃતથી રાવણને કેવી રીતે જીવનદાન આપશે. આવી સ્થિતિમાં તેણે વિભીષણની મદદ લીધી. રાવણના ભાઈ વિભીષણને નાડીઓનું જ્ઞાન હતું. પહેલા તેમણે મંદોદરીને મદદ કરવાની ના પાડી. જોકે, બાદમાં તેઓ સંમત થઈ ગયા.
શરદ પૂર્ણિમાના દિવસે આ અમૃતનું ટીપું રાવણની નાભિમાં મૂકવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમૃતના થોડાં જ ટીપાં હોવાથી તેને નાભિમાં નાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું, કારણ કે ત્યાં જ બધી નાડીઓનું કેન્દ્ર હોય છે. આ માટે પહેલા રાવણને અશોક વાટિકામાં બેભાન અથવા અચેત કરવામાં આવ્યો. ત્યારબાદ વિભીષણે રાવણની નાભિમાં અમૃતના ટીપાં સ્થાપિત કર્યા, જેના કારણે રાવણ અમર થઈ ગયો.
આ જ કારણ છે કે મંદોદરી સિવાય માત્ર વિભીષણ જ રાવણના અમરત્વનું રહસ્ય જાણતા હતા. પછી યુદ્ધમાં વિભીષણ પાસેથી રહસ્ય જાણીને ભગવાન રામે અગ્નિ બાણથી રાવણનો વધ કર્યો.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.