ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો? પૌરાણિક કથાઓ દ્વારા જાણો તેના વિષે

0
1015

કથા અને પુરાણોમાં જણાવી છે શિવજીના જન્મની સ્ટોરી, વાંચો કેવી રીતે થયો તેમનો જન્મ.

ભગવાન શિવના જન્મ વિષે ઘણી સ્ટોરીઓ પ્રચલિત છે. ભોલેનાથનો જન્મ ક્યારે થયો, ક્યાં થયો, કઈ રીતે થયો, આ વિષયમાં પુરાણોમાં અલગ અલગ વાતો કહેવામાં આવી છે. ભગવાન શિવના જન્મ સાથે જોડાયેલી એવી એક સ્ટોરી છે.

શિવ પૂરાણમાં લખ્યું છે કે, ભગવાન શિવ સ્વયંભૂ છે, એટલે કે તેમનો જન્મ આપમેળે જ થયો છે. તેમજ વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, ભગવાન વિષ્ણુના મસ્તકમાંથી નીકળતા તેજમાંથી શિવજીની ઉત્પત્તિ થઇ હતી અને તેમની નાભિમાંથી નીકળતા કમળમાંથી બ્રહ્માનો જન્મ થયો હતો. બીજી તરફ શિવ પુરાણ એવું કહે છે કે, એક સમયની વાત છે જયારે ભગવાન શિવ પોતાના ઘૂંટણ ઘસી રહ્યા હતા અને તેમાંથી નીકળેલા મેલમાંથી વિષ્ણુજીનો જન્મ થયો હતો. આ કથા સિવાય, વધુ એક પૌરાણિક કથા પ્રચલિત છે.

મોટા વૃદ્ધો જણાવે છે કે, એક સમયની વાત છે જયારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે એ વાત પર વિવાદ થઈ ગયો કે બંનેમાંથી સૌથી મહાન કોણ છે. આ વાતને લઈને જયારે બંને વિવાદ કરી રહ્યા હતા, તો મહાદેવ એક થાંભલાના રૂપમાં તેમની વચ્ચે આવી ગયા. તે બંને આ રહસ્યને સમજી નહિ શક્યા અને ત્યારે અચાનક એક અવાજ આવ્યો, જેણે કહ્યું કે જે પણ આ થાંભલાનો છેડો શોધી લેશે, તે સૌથી મહાન કહેવાશે.

આ સાંભળતા જ બ્રહ્માજીએ એક પક્ષીનું રૂપ લીધું અને થાંભલાનો ઉપરનો છેડો શોધવા નીકળી ગયા. તેમજ વિષ્ણુજીએ વરાહનું રૂપ ધારણ કર્યું અને થાંભલાનો છેડો શોધવા નીકળી ગયા. ઘણી વાર સુધી શોધ્યા પછી પણ બંનેમાંથી કોઈને થાંભલાનો છેડો નહિ મળ્યો અને બંનેએ હાર માની લીધી.

ત્યારબાદ ભગવાન શિવ પોતાના અસલી રૂપમાં આવી ગયા. પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ માની લીધું કે શિવજી જ સૌથી મહાન અને શક્તિશાળી છે. આ થાંભલો એ વાતનું પ્રતીક છે કે, તેમનો જન્મ નથી થયો અને તેમનું મૃત્ય પણ નથી થવાનું. આ કારણે એવું કહેવામાં આવે છે કે, ભગવાન શિવ સ્વયંભૂ છે એટલે કે અમર છે.

આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.