તને કેમ ઓળખવો કાના? વાંચો શ્રીકૃષ્ણ માટે બનાવેલી અદ્દભુત રચના.

0
431

જન્મ્યો તુ જેલ માં કાના, છોડાવ્યા માઁ બાપ ને કાના,

નંદ બાબા નો નટખટી કાના, જશોદા નો લાડલો કાના,

દેવકી જી તણો દીકરો કાના, કંસ તણો તુ કાળ છો કાના,

ગોપીઓ ના દિલ માં કાના, ગોવાળો નો સાથ તુ કાના,

વાંસળી એ મોહ્યો કાના, ગાયો નો ગોવાળ તુ કાના,

ઉધામા છાના કાના, માખણ તણો તુ ચોર છે કાના,

ગોકુળ નો તુ બાળ છો કાના, મથુરા નો મહા રાજા કાના,

દ્વારિકા નો દિગપાલ તુ કાના, ભક્તો નો તુ નાથ છો કાના,

રણ છોડીને તુ ભાગ્યો કાના, કુરુક્ષેત્ર માં ભગાડ્યા કાના,

દ્રૌપદી નો સાદ તુ કાના, અર્જુન નો તુ સારથિ કાના,

રાધા નો તુ શ્યામ છો કાના, મીરા નો ઘનશ્યામ તુ કાના,

“રાજ” ભણે કેટલા રુપ કાના, તને કેમ ઓળખવો કાના?

રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા (વ્યાસ), ધ્રુવનગર, મોરબી.