પૂજા સ્થાન પર ગણપતિની કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ, શ્વેતાર્ક ગણપતિની પૂજાથી શું ફળ મળે છે, જાણો.

0
529

ગણપતિની કઈ મૂર્તિની પૂજાનું શું મળે છે ફળ, જાણો ગણેશ પૂજાના નિયમ.

કોઈપણ હિંદુ વ્યક્તિનું ઘર ભલે તે નાનું હોય કે મોટું તેમાં તમને ગણપતિની મૂર્તિ કે ફોટો જોવા મળશે જ. લોકો પોતાના ઘરમાં શુભતા જાળવી રાખવા અને તમામ બાધાઓ દૂર કરવા માટે ભગવાન ગણેશની મૂર્તિ, ફોટો વગેરેની પૂજા અવશ્ય કરે છે. રિદ્ધિ-સિદ્ધિ અને શુભ-લાભ આપનારા ભગવાન ગણેશની સાધનાને સનાતન પરંપરામાં ખૂબ જ સરળ માનવામાં આવે છે, કારણ કે ગણપતિ તેમના ભક્તો દ્વારા માત્ર દુર્વા અથવા સોપારી ચઢાવવાથી પણ પ્રસન્ન થઈ જાય છે અને તેમની ઈચ્છા પુરી કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી અને કેવી ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટા રાખવા જોઈએ? ચાલો જાણીએ કે ગણપતિની કઈ મૂર્તિની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે તો કેવું ફળ મળે છે.

પૂજા સ્થાન પર ગણપતિની કેટલી મૂર્તિઓ રાખવી જોઈએ : ઘરના પૂજા સ્થાન પરપ્રથમ પૂજનીય ભગવાન ગણેશની મૂર્તિ મૂકવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેને રાખવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવે છે કે, ઘરમાં મંગલમૂર્તિ ગણપતિની મૂર્તિ એકી સંખ્યા એટલે કે 3, 5, 7 કે 9 ન હોવી જોઈએ. તેના બદલે તમે 2, 4 અથવા 6 જેવી બેકી સંખ્યામાં ગણપતિની મૂર્તિઓ રાખી શકો છો. જો તમારી પાસે ગણપતિની એક મૂર્તિ છે તો તમે એક સોપારીના ગણેશજી બનાવીને પણ તેમની પૂજા કરી શકો છો.

ઘરમાં કયા ગણપતિની પૂજા કરવી જોઈએ? દરેક વ્યક્તિ પોતાની આસ્થા અને ઈચ્છા અનુસાર ગણપતિના સ્વરૂપની પૂજા કરે છે. પરંતુ ઘણી વખત આપણે જાણે-અજાણે ગણપતિની પૂજામાં કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. ઉદાહરણ તરીકે, ઘરમાં ક્યારેય પણ ગણપતિ ઉભા હોય એવી મૂર્તિ ન હોવી જોઈએ. હંમેશા ઘરમાં ગણપતિ બેસેલા હોય એવી મૂર્તિની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. તેવી જ રીતે અલગ-અલગ ઈચ્છાઓ માટે અલગ-અલગ ગણપતિની પૂજા કરવાનું વિધાન છે.

શ્વેતાર્ક ગણપતિ – આક (આંકડા) ના છોડના મૂળમાંથી બનાવેલા શ્વેતાર્ક ગણપતિની પૂજા કરવાથી સાધકને કોઈપણ પ્રકારના જાદુટોણા, નજર વગેરેનો ડર નથી રહેતો.

પારદ ગણેશ – પારામાંથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પારદ ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને જીવન સંબંધિત તમામ ખુશીઓ જલ્દી પ્રાપ્ત થાય છે અને તેમના જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની અડચણો નથી આવતી.

ચાંદીના ગણપતિ – ચાંદીમાંથી બનેલી ગણપતિની મૂર્તિની પૂજા કરવાથી સાધકને ધન-ધાન્ય અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ગણપતિના આશીર્વાદથી સાધકને જીવનમાં કોઈ પણ વસ્તુની અછત રહેતી નથી.

ચંદનના ગણપતિ – ચંદનમાંથી બનેલા ગણપતિની પૂજા કરવાથી સાધકના ઘરમાં પ્રેમ અને સંપ જળવાઈ રહે છે. ચંદનમાંથી બનેલા ગણપતિની પૂજા કરવાથી વ્યક્તિનું મન નિર્મળ અને પવિત્ર રહે છે.

મૂંગા રત્નના ગણપતિ – સિંદૂરી રંગના મૂંગામાંથી બનેલી ગણેશજીની મૂર્તિની પૂજા કરવાથી જીવન સાથે જોડાયેલા જાણ્યા-અજાણ્યા શત્રુઓનો ભય દૂર થાય છે અને સાધક ગણપતિની કૃપાથી નિર્ભય બનીને સુખી જીવન જીવે છે.

પન્ના ગણેશ – કિંમતી પન્ના રત્નથી બનેલા ગણપતિની સાધના કરવાથી સાધકને બુદ્ધિ અને જ્ઞાનના આશીર્વાદ મળે છે. પરીક્ષા-સ્પર્ધામાં સફળતા મેળવવા માટે પન્નાના ગણપતિની સાધના ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. તેનાથી સુખની પ્રાપ્તિ પણ થાય છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે. સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લેવી.)

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.