કેટલું જાણો છો તમે ભારતના આ ચમત્કારી મંદિરો વિષે? અહીં જાણો કેટલીક રોચક વાતો.

0
386

જાણો ભારતમાં રહેલા કેટલાક ચમત્કારી મંદિરો વિષે જેના વિષે દરેક ભક્તને જાણકારી હોવી જોઈએ.

મિત્રો, જણાવી દઈએ કે ભારત લગભગ 60 હજારથી પણ વધુ દેવી-દેવતાઓની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. અહિયાં દરેક શહેર અને ગામમાં એક પવિત્ર મંદિર જોવા મળે છે. જમ્મુ કશ્મીરથી લઈને કન્યાકુમારી અને અરુણાચલ પ્રદેશથી લઈને ગુજરાત સુધી તમે પ્રવાસ કરી લો. આ સ્થળો ઉપર એકથી એક ચડિયાતા પવિત્ર મંદિર જોવા મળશે અને અહિયાં ફરી પણ શકો છો.

એ હજારો મંદિરો માંથી કેટલાક મંદિર એવા પણ છે જે એક ચમત્કારી મંદિરના રૂપમાં ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ ચમત્કારી મંદિરોમાં અપાર શ્રદ્ધા રાખવા વાળા ભક્તોની દિવસ રાત ભીડ લાગેલી રહે છે. આજે આ લેખમાં અમે તમને ભારતમાં રહેલા કેટલાક એવા જ ચમત્કારી મંદિરો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે ભક્તો માટે એક અતુટ વિશ્વાસનું ઘર પણ છે. તો આવી જાણીએ.

તિરુપતિ બાલાજી મંદિર :

તિરુમલાના પર્વત ઉપર આવેલું તિરુપતિ બાલાજી મંદિર આંધ્ર પ્રદેશની સાથે સાથે દક્ષીણ ભારત માટે સૌથી ચમત્કારી મંદિર અને ઐતિહાસિક મંદિરો માંથી એક છે. વેંકટેશ્વર મંદિરના નામથી પણ પ્રસિદ્ધ આ મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ભક્ત તેમની મનોકામનાઓની પૂર્તિ માટે આ મંદિરમાં વાળ અર્પણ કરે છે. આ મંદિરને લઈને કહેવામાં આવે છે કે, વેંકટેશ્વરજીની પીઠ સાફ કર્યા પછી તે પોતાની જાતે ભીની થઇ જાય છે. ભક્તોના માનવા મુજબ વેંકટેશ્વરજીની પીઠ ઉપર કાન લગાવવા પર સમુદ્ર જેવો ધ્વની સંભળાય છે, જે કોઈ ચમત્કારથી ઓછો નથી.

મહાકાલેશ્વર મંદિર :

ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ મંદિર પછી ભગવાન શિવનું સૌથી પવિત્ર અને સૌથી ચમત્કારી મંદિર કોઈ માનવામાં આવ્યું હોય, તો તે છે મહાકાલેશ્વર મંદિર. મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલું આ મંદિર ભારતમાં રહેલા 12 જ્યોર્તિલિંગો માંથી એક છે. આ મંદિરને લઈને માન્યતા છે કે, જ્યારે પણ ભગવાન શિવની આરતી થાય છે, તો આ આરતીમાં ભસ્મથી તેમનો શૃંગાર કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે, જે ભક્ત સાચા મનથી અહિયાં શિવની ભક્તિમાં લીન થઇ જાય છે, તેમની મનોકામના જરૂર પૂરી થઇ જાય છે. આ મદિરને તંત્ર-મંત્રની બાબતમાં પણ ચમત્કારી મંદિર માનવામાં આવે છે.

કામાખ્યા દેવી :

મને યાદ છે, જયારે હું લગભગ સાત થી આઠ વર્ષનો હતો તો ઘર વાળાએ પૂછ્યું હતું કે, ક્યાં જઈ રહ્યો છે? તો મેં તેમને જણાવ્યું હતું કામાખ્યા દેવી દર્શન માટે જઈ રહ્યો છું. આસામના પાટનગર ગુવાહાટીમાં આવેલું કામાખ્યા દેવી મંદિર દેવી દુર્ગાના 51 શક્તિપીઠો માંથી એક છે. આ મંદિરને લઈને માન્યતા છે કે, ખડકના રૂપમાં બનેલી યો નીમાંથી લો હીનો સ્ત્રાવ થાય છે, જે લાખો ભક્તો માટે કોઈ ચમત્કારથી ઓછું નથી. આ સ્ત્રાવને કારણે મંદિરના દરવાજા ઘણા દિવસો સુધી બંધ પણ રહે છે. આ મંદિરને તાંત્રિક શક્તિવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અંબા માતા મંદિર :

ગુજરાતના જુનાગઢ શહેરમાં આવેલું અંબા માતા મંદિર દેવી દુર્ગાના 51 શક્તિપીઠો માંથી એક છે. એક પહાડ ઉપર આવેલા આ મંદિરમાં દર્શન માટે દેશના ખૂણે ખૂણા માંથી લોકો આવે છે. કહેવામાં આવે છે કે, ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોના નવપરણિત દંપત્તિ અહિયાં માથું ટેકતા તો હંમેશા દુઃખી જ રહે છે. એટલા માટે અહિયાં લગ્ન પછી દરેક દંપત્તિ દેવી દુર્ગાજીના આશીર્વાદ લેવા માટે આવે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.