આ અસલ જીવનમાં બનેલી ઘટના પરથી જાણો કર્મનો સિધ્ધાંત કેવું કામ કરે છે? ડૉક્ટર પોતે બન્યા છે તેના સાક્ષી.

0
804

સોમવારના ટાઇમ્સમાં એક ન્યૂઝ છે. વડોદરા ના શેખર અને રાજેશ બે ભાઈઓ પોતાના પિતાને ડૉ. ભાવિક પટેલના દવાખાને દાખલ કરે છે. શેખર કારખાનામાં નોકરી કરે છે. પિતા બચતા નથી.

બંને ભાઈઓ એક નિર્ણય કરી ડૉક્ટર પાસે જાય છે અને પિતાની દવા સારવાર માટે ના બચેલા રૂપિયા ૫૦૦૦/- ડૉક્ટર ને આપી ને કહે છે કે, અમે અમારા પિતા ના સ્વર્ગવાસ પાછળ કોઈ ધાર્મિક વિધિ કરવા માંગતા નથી. તેમની દવા સારવાર નિમિત્તે ના આ પૈસા તમને યોગ્ય લાગે તેવા ગરીબ દર્દીઓની સારવાર કરજો.

દસ વર્ષ બાદ તાજેતરમાં બંને ભાઈઓ કો-રો-ના પોઝિટિવ આવ્યા. શિખર સામાન્ય દવાથી સાજો થઈ ગયો પરંતુ રાજેશને દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. તે સમયે ગુજરાત માં કો-રો-ના પીક ઉપર હતો. રાજેશ ને રેમડિશિવીર ઇન્જેક્શન ની તાત્કાલિક જરૂર હતી પરંતુ તેની તંગી હતી. બજારમાં કે સરકાર દ્વારા પણ ક્યાંયથી મળતા ન હતા.

શેખર ખૂબ દોડધામ કરી છેવટે નિરાશ થઈ ગયો ત્યાં ડૉક્ટરે તેને બોલાવ્યો. આ જ દવાખાનામાં એક ફિજીયોથેરાપીસ્ટ લેડી ડૉક્ટર ના સસરાને રેમડિશિવીરની જરૂર હતી. તેમણે ગમે તે રીતે ત્રણ ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી પરંતુ તે મળ્યા ત્યારે તેમના સસરા દુનિયા છોડી ચુક્યા હતા.

તેમણે ડૉક્ટર ભાવિક પટેલ ને ત્રણેય ઇન્જેક્શન આપીને કહ્યું કે, કોઈ જરૂરિયાતમંદ દર્દીને આપજો. પૈસા લેવાના નથી. ડોક્ટર ભાવિક પટેલ સ્તબ્ધ થઈ ગયા. સમયસર ઇન્જેક્શન મળવાથી રાજેશ બચી ગયો.

તેમણે જ પ્રેસને જણાવ્યું કે કર્મનો સિધ્ધાંત કેવું કામ કરે છે. દસ વર્ષ પહેલાં દવા સારવાર માટે આપેલા પાંચ હજાર રૂપિયા નું સત્કર્મ નું ફળ દસ વર્ષે પાક્યું અને રાજેશને નવીન જીવન આપવા રેમડિશિવીરના રૂપે પ્રગટ થયું. ડૉક્ટર પોતે બંને કિસ્સાઓના સાક્ષી હોવાનું જણાવી કુદરતની કર્મની આ અજબ ગોઠવણી ને સલામ કરી.

નમો ભગવતે વાસુદેવાય.

– સાભાર અનીલ પઢીયાર (અમર કથાઓ ગ્રુપ)