હંમેશા દુ:ખી રહેતા શેઠને સંતે જે ઉપાય જણાવ્યો તે તમને દરેકને ઉપયોગી થશે, જાણો તેના વિષે.

0
564

જીવનમાં બધું હોવા છતાં ધનવાન શેઠ રહેતો હતો દુઃખી, એક સંતે તેને કાગળમાં કંઇક એવું લખીને આપ્યું કે તેના તમામ દુઃખ થઈ ગયા દુર.

એક ધનવાન શેઠ પાસે સુખ-સુવિધાની દરેક વસ્તુઓ હતી. પરિવારમાં પણ બધુ સારું હતું, પરતું તેમના જીવનમાં શાંતિ ન હતી. એક દિવસ તે વેપાર માટે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો.

જંગલમાં શેઠને એક આશ્રમ દેખાયું. ત્યાં એક સંત એક તૂટેલી ઝુપડીમાં રહેતા હતા. તેમની પાસે ન તો સારા કપડાં હતા અને ન તો ખાવા માટે પૂરતું ભોજન. શેઠ સંત પાસે ગયા અને તેમણે સંતને પોતાની દરેક સમસ્યા જણાવી દીધી.

શેઠે સંતને પૂછ્યું કે, તમારી પાસે તો સુખ-સુવિધાની કોઈ વસ્તુ નથી. ન તો કપડાં અને ન તો ખાવા માટે પૂરતું ભોજન. તો પણ તમે ખૂબ શાંત અને ખુશ કેમ દેખાઈ રહ્યા છો?

સંતે સેઠની બધી વાત ધ્યાનથી સાંભળી અને ચહેરા સ્મિત પર સાથે તે સંતે એક કાગળ પર કંઇક લખ્યું. તે કાગળ શેઠને આપતા સંતે તેમને કહ્યું કે, આ કાગળને ઘરે લઈ જાવ અને ઘર જઈને તેને વાંચજો. આ કાગળમાં તમારા માટે સુખી જીવનનું સૂત્ર લખ્યું છે.

શેઠ કાગળ લઈને પોતાના ઘરે આવી ગયા. ઘરે જઈને શેઠે કાગળ ખોલ્યું તો તેના પર લખ્યું હતું, જ્યાં શાંતિ અને સંતોષ રહે છે, ત્યાં જ સુખ રહે છે.

તે ધનવાન શેઠને ખબર પડી ગઈ કે, તેના જીવનમાં સુખ-શાંતિ કેમ નથી. આ પ્રસંગ પછી શેઠે દરેક બાબતમાં સંતુષ્ટ રહેવાનું શરૂ કરી દીધું. તેમણે ધન માટે નકામી ચિંતા કરવાનું છોડી દીધું. તેમને જે મળતું તેનાથી જ ખુશ રહવા લાગ્યા. તેમના જીવનમાં પણ સુખ શાંતિ આવી ગઈ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.