છુટાછેડા એટલે આજના સમયનો મોટો પ્રશ્ન, જો દરેક વ્યક્તિ આ વાતો સમજે તો છુટાછેડાની સંખ્યા ઘટી શકે છે.

0
1483

(આ વાતો આજના સમયમાં ઘણી કામની છે, અને સમજવા જેવી છે એટલે શેર કરી છે.)

છુટાછેડા :

– કનુભાઈ રાવલ.

વાહલા સૌને વંદન :

આ સંસારમાં આ છૂટાછેડાનો પ્રશ્ન ઘણી જગ્યાએ જોવા મળે છે. છૂટાછેડા થવાના ઘણા કારણો હોય છે. છુટાછેડા ઓછામાં ઓછા થાય તેવા પ્રયત્નો દરેકે કરવા જોઈએ. આ સંપૂર્ણ નાબુદ નહિ થાય પણ ચોક્કસ ઓછો થઈ શકે છે. આમ થવાના ઘણા પરિબળો આપણે સમજવા પડશે.

1. પ્રથમ તો દરેક છુટ્ટાછેડાના પ્રશ્નોમા ઓછું શિક્ષણ જવાબદાર હોય છે. સારા સંસ્કાર અને ઉચ્ચશિક્ષણ વધુ હશે તો વધુ સમજણ યુવાન ભાઈઓ બહેનો માં આવતી હોય છે. સારી નોકરી ધંધો કરતા થાય, પોતાના પગ ઉપર ઉભા થઇ પછી દીકરા, દીકરીના લગ્ન કરાવવાથી એકબીજાને સમજી શકે છે.

2. બીજું પરિબળ અશિક્ષિત મા બાપ જે પોતાના બાળકોને ભણાવતા નથી. અને એમ સમજે છે કે ભણીને ક્યાં નોકરી મળે છે. આમ કહી બાળકોને ભણવાને બદલે મજૂરી કરતા કરી દેશે, જેથી સારી બુદ્ધિ શક્તિનો વિકાસ થતો નથી.

3. ત્રીજું પરિબળ બાળ લગ્ન છે દીકરા દીકરીને ભણાવવાને બદલે બચપણમાં લગ્ન કરાવી દેશે, સારી સમજણ શક્તિ ન હોવાને કારણે બંને પતિ-પત્ની એકબીજાને સમજી શકતા નથી, પરિણામે ઝઘડા થતા છૂટાછેડા થાય છે.

4. ચોથું પરિબળ વડીલો દાદા-દાદીની ઈચ્છા હોય કે મ-ર-તા મ-ર-તા પૌત્ર-પૌત્રીના લગ્ન જોતા જઈએ. ભગવાન ભજવાની ઉંમર ખોટી ઈચ્છાને કારણે યુવક-યુવતીના બાળ લગ્ન કરાવી નાખે છે. જેથી છુટાછેડાનો પ્રશ્ન વધુ બને છે.

5. પાંચમો પરિબળ મા બાપનો વધુ પડતો લાડ પ્રેમ, વધુ પડતું ઉપરાણું, મા બાપ દીકરા-દીકરીની સાચી સલાહ આપી શકતા નથી અને એક બાપ દીકરા-દીકરીને ઠપકો આપે તો માં તરત તેના સંતાનોનું ખોટું ઉપરાણું લે છે. તેથી દીકરા-દીકરી બગડી જાય છે અને લગ્ન થતાં દીકરા-દીકરી સામા પક્ષને સમજી શકતા નથી. આવા બગડેલા દીકરા-દીકરીના છુટાછેડા વધુ જોવા મળે છે.

6. છઠ્ઠું પરિબળ સારા સંસ્કાર ક્યાંથી મળતા નથી. સારા ધર્મ પુસ્તકોનું વાંચન થતું નથી. તેની તેમને અંધશ્રદ્ધા માંથી બહાર આવી શકતા નથી. અને ફોનમાં હર હંમેશ ખોટા દુરુપયોગ થતા હોય છે. સારા વિચારો અને ભક્તિનું અંકુર ફૂટવાને બદલે પ્રેમ લવનો અંકુર પહેલા ફૂટી જવાથી અવળા પગલા ભરેલ દીકરા દીકરીના લગ્ન થવાથી પ્રથમ પ્રેમ ભૂલી શકતા નથી. અને લગ્ન બાદ નવો સંબંધ સ્વીકારી શકતા નથી પછી ઝઘડા થાય છે.

7. સાતમુ પરિબળ ઘણી જગ્યાએ ખરીદ વેચાણ સંઘ પોતાની દીકરીના વધુ રૂપિયા મળે ત્યાં પરણાવી દેવાથી સામે પક્ષમાં સંસ્કાર હોય કે ન હોય, તે જોવાને બદલે પૈસાને મહત્વ આપતો, પછી રંગ રૂપ અનુકૂળ ન આવતા ડખા ચાલુ થઈ જાય છે.

8. આઠમો પરિવાર દીકરા-દીકરીનો શું વાત છે. કેમ પતિ-પત્નીમાં શું પ્રશ્ન છે તે તટસ્થ તપાસ થતી નથી. ફક્ત મારી દીકરી કે દીકરો સાચો છે, આવા ખોટા ખ્યાલો જે મા બાપના મનમાં ઉદભવે છે તે મા બાપ સાચો પ્રશ્ન શોધી શકતા નથી, વાંક કોનો છે તે તપાસ કરી તેને ઠપકો આપવાને બદલે તેને મહત્વ આપે છે. તેની સાસરીમાં પહોંચી જાય છે. એકબીજા વેવાઈ વેવાણ એકબીજા ઉપર આરોપ નાખે છે કે મારો દીકરો દીકરી સાચા છે. આવું સામે સામે ઝગડવાથી તટસ્થ ન્યાયપ્રક્રિયા ન થવાને કારણે અહમને કારણે છૂટાછેડા થાય છે.

9. નવમું પરિબળ પંચાતિયા હોય છે. તેમને મોટા બનવાનું અને બંને પક્ષેથી પૈસા મળવાને કારણે સત્ય શું છે તેની તપાસ કરતા નથી અને તેમના સગા વહાલાં ઉપરાણું લેશે. લગભગ દરેક પંચાતિયા એકબીજાને ઓળખતા હોય છે. અને સંપેલા હોય છે. પ્રશ્ન સોલ કરવાની બદલે મોટો ઇસ્યુ બનાવી દે છે.

10. મોટેભાગે દીકરા દીકરી મા-બાપની ઈજ્જત જતી રહેશે તેનું કદાપિ વિચારતા નથી. કેમ કે તેમના મિત્રો બેનપણીઓ સાચા સાથી હોતા નથી. અને તેમને સમજાવવાને બદલે ખોટું માર્ગદર્શન આપે છે.

જીવનમાં ત્રણ નિયમ હંમેશા આપણી પોતે યાદ રાખો અને દીકરા દીકરીઓને સમજાવો કે..

ચાલશે.

ભાવસે.

ફાવસે.

આ ત્રણ નિયમ જો જીવનમાં અનુસરશો તો જીવન સુંદર થઈ આ ત્રણ નિયમો સારા જીવન ઘડતરનો પાયો છે.

જે સમય જે હશે તેચલાવી લેવું.

જેવું ખાવાનું પત્ની બનાવે તે ખાઈ લેવું.

કોઈપણ મુશ્કેલીમાં સગવડ ન મળવાથી ફાવસે.

આ ત્રણ નિયમો કોઈપણ દીકરા દીકરીનું ઘર બચાવશે છૂટાછેડાનો પ્રશ્નો થશે નહીં. છૂટાછેડા કરવાથી સામે સારું પાત્ર મળશે તે ભુલ ભરેલુ છે. કેમ છે તે તમારા જેવું જ પાત્ર સામે હોય છે.

હું તો દરેકને વંદન કરીને કહું છું કે, “દીકરા દીકરીઓની સંસ્કારો આપી ઉચ્ચ શિક્ષણ સુધી લઈ જાઓ.. તેમનું એટલું સારું જીવન બનાવી દો.. લગ્ન સમયે એકબીજાને સમજવા દો.. પોતાના પગ ઉપર ઊભા થવા દો.. પછી છુટાછેડાની ટકાવારી ઓછી થઈ જશે. અમે મા-બાપ અને કુટુંબની ઈજ્જત વધુ જળવાઈ રહેશે.

વાહલા, મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મને નાનોભાઈ સમજી માફ કરજો.

સૌનેજય માતાજી.

સૌને બાપા સીતારામ વાલા.

ઓમ નમઃ શિવાય.

આપનો નાનો ભાઈ કનુભાઈ(શિવ અંશ)

થલતેજ. અમદાવાદ