મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઇ? વાંચો પૌરાણીક કથા.

0
918

શું તમને ખબર છે મહામૃત્યુંજય મંત્રની રચના કોણે કરી હતી? અને તેના જાપથી કયા લાભ થાય છે?

મહામૃત્યુંજય મંત્રને લાંબી ઉંમર અને સારા આરોગ્યનો મંત્ર કહે છે. શાસ્ત્રોમાં તેને મહામંત્ર કહેવામાં આવ્યો છે. આ મંત્રના જાપથી વ્યક્તિ નીરોગી રહે છે. આવો જાણીએ આ મહામંત્રની ઉત્પતી કેવી રીતે થઇ?

મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિષે પૌરાણીક કથા પ્રચલિત છે. કથા મુજબ શિવ ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકંડુને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મૃકંડુએ જણાવ્યું કે, તે પુત્ર અલ્પાયુ હશે. તે સાંભળતા જ ઋષિ મૃકંડુ ચિંતિત થયા. થોડા સમય પછી ઋષિ મૃકંડુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ. અન્ય ઋષીઓએ જણાવ્યું કે, આ સંતાનની ઉંમર માત્ર 16 વર્ષની જ રહેશે. આ સાંભળી ઋષિ મૃકંડુ દુ:ખી થઇ ગયા.

જયારે તેમની પત્નીએ તેમના દુઃખનું કારણ પૂછ્યું તો તેમણે સંપૂર્ણ વાત જણાવી. ત્યારે તેમની પત્નીને કહ્યું કે, જો શિવજીની કૃપા થશે, તો આ વિધાન પણ ટળી જશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કેન્ડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કેન્ડેય શિવ ભક્તિમાં લીન રહેતા. જયારે સમય નજીક આવ્યો તો ઋષિ મૃકંડુએ પુત્ર માર્કન્ડેયને તેના અલ્પાયુની વાત જણાવી. સાથે જ તેમણે એ આશ્વાસન પણ આપ્યું કે, જો શિવજી ઈચ્છે તો તે ટળી જશે.

માતા પિતાનું દુઃખ દુર કરવા માટે માર્કેન્ડેયે શિવજી પાસે દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના શરુ કરી દીધી. માર્કન્ડેયજીએ દીર્ઘાયુ વરદાનની પ્રાપ્તિ માટે શિવજીની આરાધના માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને તેનો અખંડ જાપ કરવા લાગ્યા.

મહામૃત્યુંજય મંત્ર : ॐ त्र्यम्बकं स्यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥

‘ૐ ત્રયમ્‍બકં યજામહે ।

સુગન્‍ધિમ્ પુષ્‍ટિવર્ધનમ્ ।

ઉર્વારૂકમિવ બન્‍ધનામ્ ।

મૃત્‍યોર્મુક્ષીયમામૃતાત્ ।।

સમય પૂરો થયા પછી માર્કન્ડેયના પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ તેમને શિવની તપસ્યામાં લીન જોઇને તે યમરાજ પાસે પાછા જતા રહ્યા અને સંપૂર્ણ વાત જણાવી. પછી માર્કન્ડેયના પ્રાણ લેવા માટે સ્વયં સાક્ષાત યમરાજ આવ્યા. યમરાજે જયારે પોતાનો પાશ જયારે માર્કેન્ડેય ઉપર ફેંક્યો, તો બાળક માર્કેન્ડેય શિવલિંગને ભેટી પડ્યો આ કારણોસર યમરાજની પાસ ભૂલથી શિવલિંગ ઉપર જઈને અથડાઈ. યમરાજના આ પગલાંથી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કન્ડેયના રક્ષણ માટે ત્યાં પ્રગટ થયા. પછી યમરાજે વિધિના નિયમની યાદ અપાવી.

ત્યારે શિવજીએ માર્કન્ડેયને દીર્ઘાયુનું વરદાન આપીને વિધાન જ બદલી દીધું. સાથે જ એ આશીર્વાદ પણ આપ્યા કે, જે કોઈ પણ આ મંત્રનો નિયમિત જાપ કરશે તે ક્યારેય અકાળે દુનિયામાંથી વિદાય નહિ લે.

આ માહિતી વેબ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.