કૌરવોના આખા કુળના નાશ પછી આ રીતે આવ્યો શ્રીકૃષ્ણના યદુવંશનો અંત.
અઢાર દિવસ ચાલેલા મહાભારતના યુદ્ધમાં રક્તપાત સિવાય કાંઈ પ્રાપ્ત ન થયું. આ યુદ્ધમાં કૌરવોના સમસ્ત કુળનો નાશ થયો, સાથે જ પાંડવોને છોડીને પાંડવ કુળના મોટાભાગના લોકો માર્યા ગયા. પરંતુ આ યુદ્ધને કારણે, યુદ્ધ પછી એક બીજા વંશનો નાશ થઇ ગયો હતો, તે વંશ હતો ‘શ્રીકૃષ્ણજીનો યદુવંશ’.
ગાંધારીએ આપ્યો હતો યદુવંશના નાશનો શ્રાપ :
મહાભારત યુદ્ધની સમાપ્તિ પછી જયારે યુધિષ્ઠિરનું રાજતિલક થઇ રહ્યું હતું, ત્યારે કૌરવની માતા ગાંધારીએ મહાભારત યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોશી ઠેરવીને શ્રાપ આપ્યો કે, જે રીતે કૌરવના વંશનો નાશ થયો છે બસ એ રીતે યદુવંશનો પણ નાશ થશે. ગાંધારીના શ્રાપથી વિનાશકાળ આવવાને કારણે શ્રીકૃષ્ણ દ્વારકાથી પાછા ફરીને યદુવંશીઓને લઈને પ્રયાસ ક્ષેત્રમાં આવી ગયા હતા. યદુવંશી પોતાની સાથે અન્ન-ભંડાર પણ લઇ આવ્યા હતા. કૃષ્ણએ બ્રાહ્મણોને અન્નદાન આપીને યદુવંશીઓને મૃત્યુની રાહ જોવાનો આદેશ આપ્યો હતો.
થોડા દિવસો પછી મહાભારત-યુદ્ધની ચર્ચા કરતા સાત્યકી અને કૃતવર્મામાં વિવાદ થઇ ગયો. સાત્યકીએ ગુસ્સામાં આવીને કૃતવર્માનું માથું કાપી નાખ્યું. તેનાથી તે વંશમાં આંતરિક યુદ્ધ ભડકી ઉઠ્યું અને તે લોકો અલગ અલગ સમૂહોમાં વહેંચાઈને એક બીજાનો સંહાર કરવા લાગ્યા.
આ લડાઈમાં શ્રીકૃષ્ણના પુત્ર પ્રદયુમ્ન અને મિત્ર સાત્યકી સહીત તમામ યદુવંશી માર્યા ગયા હતા, માત્ર બબ્રુ અને દારુક જ બચ્યા હતા. યદુવંશના નાશ પછી કૃષ્ણના મોટા ભાઈ બલરામ સમુદ્ર કાંઠા ઉપર બેસી ગયા અને એકચિત્ત થઈને પરમાત્મામાં લીન થઇ ગયા. આ રીતે શેષનાગના અવતાર બલરામજી દેહ ત્યાગીને સ્વધામ પાછા ફર્યા.
શિકારીનું તીર લાગવાથી થયું શ્રીકૃષ્ણનું મૃત્યુ : બલરામજીના દેહ ત્યાગ પછી જયારે એક દિવસ શ્રીકૃષ્ણજી પીપળાના ઝાડ નીચે ધ્યાનની મુદ્રામાં બેઠા હતા, ત્યારે તે વિસ્તારમાં જરા નામનો એક શિકારી આવ્યો હતો. જરા એક શિકારી હતો અને તે હરણનો શિકાર કરવા માંગતો હતો. જરાને દુરથી હરણના મોઢા જેવા શ્રીકૃષ્ણના પગના તળિયા જોવા મળ્યા. શિકારીએ વિચાર કર્યા વગર એક તીર છોડી દીધું જે શ્રીકૃષ્ણના પગના તળિયામાં જઈને લાગ્યું.
જયારે શિકારી તેમની પાસે ગયો તો તેણે જોયું કે, તેણે શ્રીકૃષ્ણના પગમાં તીર મારી દીધું છે. ત્યાર પછી તેને ઘણો પસ્તાવો થયો અને તે માફી માંગવા લાગ્યો. ત્યારે શ્રીકૃષ્ણએ શિકારીને કહ્યું કે, જરા તું ડર નહીં, તે મારા મનનું કામ કર્યું છે. હવે તું મારી આજ્ઞાથી સ્વર્ગલોક પ્રાપ્ત કરીશ.
શિકારીના ગયા પછી ત્યાં શ્રીકૃષ્ણના સારથી દારૂક આવી પહોંચ્યા. દારૂકને જોઇને શ્રીકૃષ્ણએ કહ્યું કે, તે દ્વારિકા જઈને બધાને એ જણાવે કે આખા યદુવંશનો નાશ થઇ ગયો છે અને બલરામ સાથે કૃષ્ણ પણ સ્વર્ગધામ જઈ ચુક્યા છે. એટલે બધા લોકો દ્વારકા છોડી દો, કેમ કે એ નગરી હવે જળ મગ્ન થવાની છે. મારી માતા, પિતા અને બધા પ્રિયજન ઇન્દ્રપ્સ્થ જતા રહે. આ સંદેશ લઈને દારુક ત્યાંથી જતો રહ્યો.
ત્યાર પછી તે વિસ્તારમાં બધા દેવતા અને સ્વર્ગની અપ્સરાઓ, યક્ષ, કિન્નર, ગંધર્વ વગેરે આવ્યા અને તેમણે શ્રીકૃષ્ણની આરાધના કરી. આરાધના પછી શ્રીકૃષ્ણએ તેમની આંખો બંધ કરી લીધી અને તે સશરીર જ તેમના ધામમાં જતા રહ્યા.
શ્રીમદ્દ ભાગવત મુજબ જયારે શ્રીકૃષ્ણ અને બલરામના સ્વધામની જાણ તેમના પ્રિયજનોને થઈ તો તેમણે પણ એ દુઃખથી પ્રાણ ત્યાગી દીધા. દેવકી, રોહિણી, વસુદેવ, બલરામજીની પત્નીઓ, શ્રીકૃષ્ણની પટરાણીઓ વગેરે બધાએ શરીર ત્યાગી દીધા. ત્યાર પછી અર્જુને યદુવંશના નિમિત્ત પીંડદાન અને શ્રાધ વગેરે સંસ્કાર કર્યા.
આ સંસ્કારો પછી યદુવંશના બચી ગયેલા લોકોને લઈને અર્જુન ઇન્દ્રસ્પ્રથ આવી ગયા. ત્યાર પછી શ્રીકૃષ્ણના નિવાસ સ્થાનને છોડીને શેષ દ્વારિકા સમુદ્રમાં ડૂબી ગઈ. શ્રીકૃષ્ણના સ્વધામ પાછા ફરવાના સમાચાર જાણીને બધા પાંડવોએ પણ હિમાલય તરફ યાત્રા પ્રારંભ કરી દીધી હતી. આ યાત્રામાં જ એક એક કરીને પાંડવ પણ શરીર ત્યાગ કરતા ગયા. અંતમાં યુધીષ્ઠીર સશરીર સ્વર્ગ પહોંચ્યા હતા.
વાનર રાજ બાલી જ હતા શિકારી : સંત લોકો એ પણ કહે છે કે, પ્રભુએ ત્રેતા યુગમાં રામના રૂપમાં અવતાર લઈને બાલીને છુપાઈને તીર માર્યું હતું. કૃષ્ણાવતાર સમયે ભગવાને તે બાલીએ જરા નામનો શિકારી બનાવ્યો અને પોતાના માટે તેવું જ મૃત્યુ પસંદ કર્યું, જેવું બાલીને આપ્યું હતું.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.