પતિ પોતાની પત્ની માટે લાવ્યો સમોસા, પણ પત્નીએ ફેંકી દીધા, પછી જે થયું તે આપણને કંઈક શીખવે છે.

0
921

“તારા વિના મારૂ શુ થશે?”

લેખક – વિજય શાહ

ખુબ ગુસ્સે થયેલી હંસા એલ ફેલ બોલતી રહી. જ્યારે તે ગુસ્સે થાય ત્યારે તેને ભાન જ ન રહે કે તે શું બોલી રહી છે.

નિવૃત્ત રાજેન્દ્ર સામે ફક્ત એટલુ જ બોલ્યો તુ આજ કાલ મીઠાઇ યાદ કરતી હતી એટલે મીઠાઇ ભંડારની દુકાનમાં સમોસા ગરમ ગરમ તળાતા હતા તેથી તે લીધા અને તારા માટે ઓછી ખાંડ વાળી તાજી મીઠાઇ સંદેશ લીધી.

”પણ મને તેં પુછ્યુ?”

“અરે ચાર સમોસા અને સો ગ્રામ સંદેશ ૫૦ રૂપિયામાં આવ્યા તેને માટે ફોન કરુ?”

”હા કોઇ પણ ખર્ચો કરતા મને પહેલા પુછવાનું. શું સમજ્યો?”

રાજેન્દ્ર જાણતો હતો કે હંસા ખોટી ચિંતઓ કરી કરકસર ને બચત નાં નામે લોભે ચઢી હતી. ઘડપણમાં પૈસા ડોક્ટરો અને હોસ્પીટલ માટે ભેગા કરવાની લાયમાં એની ‘આજ’ બગાડી રહી હતી.

“હંસા આ પોળ પાસે નો મીઠાઇ ભંડાર બંગાળી મિઠાઇઓ થી ભરેલો છે. અને મને સમોસા ગરમ ગરમ સરસ સોઢાયા તો વિચાર્યુ કે ચાલ આજે તને સાંજે રસોડામાંથી મુક્તિ અપાવુ અને થોડીક મજા કરીયે.”

“બસ હવે ઘરડા થયા. આ બધા ભસકા રહેવા દે…” અને જોરથી ગુસ્સમાં પડીકાનો ભીંત ઉપર ઘા કર્યો.

સમોસા જે પડીકામાં હતા અને ભીંત સાથે જે પછડાયા તે છુંદાઇ ગયા અને સંદેશ ચાર બટકા ચારે દીશામાં વેરાઇ ગયા.

આટલી ઘટના રાજેન્દ્રને ઉશ્કેરવા માટે પુરતી હતી.

પણ ના. ગુસ્સો કરવાને બદલે સમોસાનાં પડીકા ને સાવચેતી થી ભરી લીધુ. અને રસોડામાં હંસાને ધુંધવાતી છોડીને વરંડામાં હિંચકે ઝુલતા ઝુલતા ગરમ સમોસાનાં બે છુંદાયેલા સમોસા ચટણી સાથે શાંતીથી ખાવા માંડ્યા.

હંસાને હવે તેની એકલી માટે રસોઇ કરવાનો કંટાળો આવતો હતો. અને સમોસાની સુગંધ બરોબર લલચાવતી હતી. તેની વિચાર ધારા એ દિશા બદલી “મૂઇ હું પણ કરમ ફુટલી. આટલા વર્ષે રાજુ મને લાડ કરવા અને રસોડામાંથી મુક્તિ અપાવવા ગરમ ગરમ સમોસા લાવ્યો અને હું… એની સાથે બેસીને ઝુલવાને બદલે…

રાજુ ચુપ ચાપ હંસાનાં મો ઉપરથી ઉતરતા ગુસ્સને જોઇ રહ્યો હતો.

સવારનું વાસી ખાવાનું લઇ ટીવી સામે હંસા બેઠી ત્યારે હીચકા ઉપરથી રાજેન્દ્ર સોફા ઉપર આવીને બેઠો.

રડું રડું થતાં ચહેરા પર અચાનક શ્રાવણ નાં વાદળો ઉમટ્યા.

“હું કેવી છું.. મારાથી બીલકુલ જ તારી સાથે ગુસ્સે નથી રહેવાતુ.”

રાજેન્દ્ર હળવેકથી બોલ્યો.. “હવે બહુ ગઇ અને થોડી રહી. શા માટે નાની નાની વાતો માટે ઝઘડવાનું અને અને પછી સાથે બેસીને રડવાનું?”

હંસાનાં હિબકા થોડા શમ્યા ના શમ્યા ને તે બોલી.. ”આ તારો પ્રેમ.. મારા તન અને મનમાં મને એવી જકડી રાખે છે કે વાત નહીં!.. લો-હી-નાં-કણે કણમાં રાજુ રાજુ છે. એવી શું ભુરકી નાખી છે..તેં.”

“જો તારે જે જોવાનું છે તે તું ગુસ્સામાં બબડ્યા પછી જુએ છે જ્યારે હું તે પહેલા જોઉ છું. તુ ગુસ્સે થાય ત્યારે મને તારો વિવાહીત સમયનો પ્રેમાળ ચહેરો દેખાય. લઈ જા લુચ્ચા મને તુ લૈ જા ની ધ્રુવ પંક્તોથી ભરેલા પ્રેમ પત્રો દેખાય.. ૪૦ વરસનાં લગ્નજીવન દરમ્યાન નાં તારા સંગાથે મને ફરી ઝઝુમવાની પ્રેરણા આપતી દેખાય તેથી.. હું, જ્યારે તું આગ ત્યારે હું પાણી થઇ જઉ…”

હંસાની આંખમાં થી પસ્તાવા સાથે નિતરતા વહાલનાં ધુધવાને ખાળતા રાજેન્દ્ર એ પ્રશ્ન પુછ્યો.. ”સમોસા ખાવા છે ને?”

ક્યાં છે? મેં તો ફેંકી દીધાને?

”નારે જે ભાંગી ગયા હતા તે મેં ખાધા. હજી જે બે સારા હતા તે રાખ્યા છે તારે માટે, તને ગરમ કરી આપુ? આખા છે અને ખુબ સરસ પણ છે.

”અને સંદેશ?”

એ પણ છે…

ઓ મારા વહાલા રાજ્જા.. મનમાં વિચારતા હંસા બોલી “તારા વિના મારું શું થશે?”

“તારા વિના મારું શું થશે?”…

યાદ આવે

હવે તો સનમ મને તારી આદત થઈ ગઈ છે.

તારા વિના જો કેવી મારી હાલત થઈ ગઈ છે.

તું જાણી ન શકી મારા અસીમ પ્રેમને સનમ;

તારા દર્શનની મને એક ચાહત થઈ ગઈ છે.

આપણા પ્યારની વાત રાખી હતી મેં દિલમાં;

લે હવે એ ઠેર ઠેર ચર્ચાતી બાબત થઈ ગઈ છે.

અસીમ ચાહી છે મેં તને સનમ મને વીસરીને;

મારી જાત સાથે ય મને અદાવત થઈ ગઈ છે.

તારા વિના શું કરવું મારે આ જિંદગીનું તું કહે;

શ્વાસ લેવા છોડવાની એક આફત થઈ ગઈ છે.

અરે!ખુદાને વીસરી હર પળ સ્મરું હું તારું નામ;

આજકાલ મારી તો એ જ ઇબાદત થઈ ગઈ છે.

તારા માટે જીવવાનું છે ને તારી રાહમાં મરવાનું;

આ જિંદગી મારી તો તને ઇનાયત થઈ ગઈ છે. .

લેખક – વિજય શાહ. (સ્ટોરી મિરર)