મંદિરમાં દર્શન કરતી વેળાએ પતિ અચાનક બેભાન થઈ ગયો, પછી જે થયું તે તમારે પણ જાણવું જોઈએ.

0
574

ઉંડો આઘાત :

ફેશનેબલ ફની પોતાના પતિ પપ્પુ સાથે મંદિરે ગઈ.. મંદિરની અંદર કોઈ ન હતું.. પ્રાંગણમાં પુજારી અને પાંચેક માણસો બેઠા હતા..

પતિ પત્નીએ હાથ જોડી, આંખો બંદ કરી, દર્શન પ્રાર્થના કર્યા..

અચાનક પપ્પુ ધડામ કરતો નીચે પડી ગયો.. ફનીથી ચીસ પડાઈ ગઈ.. પુજારી અને બીજા માણસો આવ્યા..

પપ્પુ બેભાન હતો.. કોઈએ હવા નાખી.. કોઈએ ઠંડુ પાણી મોં પર છાંટ્યું.. કોઈએ માન્યું કે વાઈ આવી હશે, એટલે બુટ સુંઘાડ્યું.. પણ પપ્પુ ભાનમાં ન આવ્યો..

ફોન કરીને ૧૦૮ બોલાવી.. પપ્પુને સ્ટ્રેચરમાં નાખી, મોટા દવાખાનાના તત્કાલ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો.. ફરજ પરના ડોક્ટરોએ સારવાર ચાલુ કરી.. શરીરના બધા અંગો અને તંત્રોની તપાસ કરી.. પણ બધું બરાબર જ હતું.. બેભાન થવાના કારણનું નિદાન થઈ શક્યું નહીં.. એટલે મગજના વિભાગમાં પપ્પુને લઈ જવામાં આવ્યો..

મગજના નિષ્ણાંતે તપાસીને જણાવ્યું કે..” બીજો કાંઈ વાંધો નથી, પણ ખુબ ઉંડો આધાત લાગ્યો હોય તેમ લાગે છે.. ” તેણે ફનીની પુછપરછ કરી..

“બેન, આનું નજીકનું કોઈ સગું હમણાં ગુજરી ગયું છે?”

“ના..””

“માલ મિલકત ચોરાઈ ગઈ.. કે જુ ગારમા હારી ગયા છે?”

“ના..”

“કોઈએ મા રી ના ખવાની ધ મકી આપી છે?”

“ના..”

“નોકરીમાંથી કાઢી મુક્યા છે?”

“ના..”

“તો બેન.. એ બેભાન થયા, એ વખતે શું થયું .. એ તો કહો..”

“એ સાહેબ છેને.. મંદિરમાં બીજું કોઈ ન હોતું.. અમે બેયે દર્શન કર્યા.. મેં આનો હાથ પકડીને ભગવાનને સંભળાય એમ, પ્રાર્થના કરી કે.. હે ભગવાન.. મને ભવોભવ આ જ પતિ આપજે.. અને એ પડી ગયા..”

ડોક્ટરે કહ્યું..” હં.. હવે સમજાણું.. આને આટલો બધો ઉંડો આઘાત શેનો લાગ્યો છે.. બેન , તમે ચીંતા ના કરતા.. એને કાંઈ થશે નહીં.. પણ હવે ભાનમાં આવતાં વાર લાગશે..”

– જયંતીલાલ ચૌહાણ ૮-૬-૨૧ (અમર કથાઓ ગ્રુપ)