પતિ દારૂ પીવામાં ઉડાવી રહ્યો હતો પોતાની કમાણી, પછી પત્નીએ જે કર્યું તે જાણવા જેવું છે, વાંચો આખી સ્ટોરી.
આજે લગ્નની વર્ષગાંઠ છે એટલે સુરભી આશા રાખીને બેઠી હતી કે શશાંક તેના માટે કોઈ અદ્ભુત ભેટને આવ્યો જ હશે. સવારે ઓફિસ જવાની ઉતાવળમાં તે કદાચ ભૂલી ગયો હશે, એટલે રાત્રે આવીને તેને સરપ્રાઈઝ આપશે. અને પોતાના પતિ તરફથી પ્રેમભરી ભેટ મેળવીને તે પ્રેમથી અભિભૂત થઈ જશે અને રાત્રિનો સમય મધુર રંગોથી રંગાઈ જશે. આવું વિચારતા વિચારતા તેને ઝોંકુ આવી ગયું.
એવામાં અચાનક દરવાજે ટકોરા મારવાના અવાજથી તેની ઊંઘ ઉડી ગઈ. ઓહ! લાગે છે શશાંક આવી ગયો. તેણીએ ઝડપથી પોતાની સાડીનો પાલવ સરખો કર્યો અને દરવાજો ખોલ્યો. પણ આ શું! તેના સપનાના મહેલો જમીનદોસ્ત થઈ ગયા.
દરવાજા પાસેથી ખસ, જ્યારે જુઓ ત્યારે રસ્તામાં ભૂત બનીને ઉભી રહી જાય છે.
આજે લગ્નની વર્ષગાંઠના દિવસે પણ નશામાં ધૂત થઈને આવેલા શશાંકની વાણી કાંટાની જેમ વાગી રહી હતી. તે બાજુમાં ઉભી રહી ગઈ. શશાંકે મોટા અવાજે બૂમ પાડી, “અરે સૂવા જા ને, હજી મારા માથા પર ઉભી છે”. તે ચુપચાપ તેના રૂમમાં સૂવા માટે ગઈ, પણ ઊંઘ તેની આંખોથી ઘણી દૂર હતી. પતિના શબ્દો તેના હૃદયને ભાલાની જેમ ભેદી રહ્યા હતા.
આજે લગ્નના સાત વર્ષ પૂરા થયા, પરંતુ શશાંકની દારૂ પીવાની ટેવથી અજાણ સુરભીના પિતાએ તેને બાંધી દીધી હતી. તેણી ખૂબ ખુશ હતી કે તેનો પતિ પોસ્ટ ઓફિસમાં છે અને તેના પિતાના મૃત્યુ પછી, તે તેમની જગ્યાએ નોકરીએ લાગ્યો છે. શશાંકની મમ્મીએ તેનું દારૂનું વ્યસન છુપાવીને એક મોટું પાપ કર્યું હતું, જેનાથી સુરભિને દુઃખ થતું હતું. પરંતુ શશાંક જ્યારે દારૂના નશામાં ન હોય ત્યારે અપાર પ્રેમ દેખાડતો અને તેની ઘણી કાળજી પણ રાખતો.
પણ પહેલા ક્યારેક ક્યારેક દારૂ પીવાવાળો શશાંક હવે રોજ પીતો થઈ ગયો હતો. મહિનામાં પચાસ હજાર કમાવાવાળા વ્યક્તિની આવક પીવા અને ખાવામાં ઉડવા લાગી. અને આજે તો હદ જ થઈ ગઈ. અમારી એનિવર્સરી પણ યાદ નથી? હવે સહન નથી થતું, જો અમારો દીકરો ન હોત તો આને ઘણા સમય પહેલા જ છોડી દેત.
બીજા દિવસે સવારે છાપું વાંચી રહેલો શશાંક એકદમ નોર્મલ હતો. તો શું તેને રાતની ઘટના યાદ જ નથી? સુરભી તેના પુત્રને બસ સ્ટેન્ડ પર મૂકીને ચા-નાસ્તાની તૈયારી કરવા લાગી. પછી બહાર નીકળતી વખતે પોતાનું બેગ પોતાના ખભા પર લટકાવીને શશાંકને કહ્યું, હું જરૂરી કામ માટે જાઉં છું, હું બપોર સુધીમાં આવી જઈશ. નાસ્તો ડાઈનિંગ ટેબલ પર રાખ્યો છે, ખાઈ લેજો. અને ટિફિન પણ તૈયાર છે તે લઇ લેજો.
પણ સવાર સવારમાં ક્યાં જાય છે? સુરભીએ કોઈ જવાબ આપ્યો નહીં અને શશાંક ખભા હલાવીને ન્હાવા માટે જતો રહ્યો.
તેના પછીના મહિનાની એક તારીખથી સુરભી દરરોજ પોતાના બધા કામ પતાવીને સવારે નવ વાગ્યે નીકળી જતી અને શશાંક દસ વાગ્યે તેની ઓફિસે જતો. ઘરની ચાવી પાડોશીને આપી દેતો અને સુરભી બપોરે પાછી આવી જતી. તેનો દીકરો પણ અડધા કલાક પછી સ્કૂલેથી આવતો. હવે રીક્ષા વાળો તેને ઘરના ગેટ પાસેથી લઈ જતો અને પાછો ત્યાં મૂકી દેતો. એટલે તેને સ્કૂલમાં મુકવા અને લાવવાની ઝંઝટ દૂર થઈ ગઈ.
રવિવારે શશાંક અને સુરભી બંને ઘરે હતા. અને થોડા મહિનાઓથી સુરભીની વ્યસ્ત દિનચર્યાને કારણે શશાંકના દિલમાં અસંખ્ય પ્રશ્નો ઉઠ્યા છે કે છેવટે તે પોતાના પતિને કહ્યા વગર દરરોજ બેગ લટકાવીને ક્યાં જાય છે!
આજે તેણે પૂછી લીધું – સાંભળ, બે મહિના ક્યાં જાય છે? છેવટે હું તારો પતિ છું અને તું અમને કહ્યા વગર કયું કામ કરી રહી છે.
ઓહ! આજે તમને તમારા પતિના અધિકારો યાદ આવ્યા છે. અને તમે તમારી ફરજના જે ધજાગરા ઉડાવ્યા છે તેનું શું?
જુઓ, જ્યાં સુધી તમે દારૂ પીવાનું બંધ નહીં કરો ત્યાં સુધી હું કહીશ નહીં. નહીંતર તમે ભૂલી જાવ કે હું તમારી પત્ની છું. હવે એ જમાનો નથી રહ્યો કે ખીંટીથી બાંધેલી છોકરી માટે ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય.
સારું, જેવી તમારી ઈચ્છા! ના કહીશ, હું મારી રીતે જાણી લઈ કે તું કઈ રમત રમે છે. મારું ખાય છે મારુ પહેરે છે, મારા ઘરમાં રહે છે અને મને જ આંખ બતાવે છો. હું બહુ સારી રીતે સમજુ છું કે તું બહાર શું કરવા જાય છે. લફરાં કરવા જાય છે કે શું? મારી બિલાડી મને જ મ્યાઉ કરે છે. હમમ… હું જોઈ લઈશ…કહેતો શશાંક આવેશમાં પગ પછાડી બહાર જાય છે.
સુરભી પુત્રને લઈને પોતાની બહેનપણી રમાના ઘરે જતી રહે છે.
રમા, જો તું ન હોત તો આજે હું ડિપ્રેશનમાં આવી ગઈ હોત. તેં મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે, તેં મને સ્કૂલમાં નોકરી પણ અપાવી છે. જ્યારે મને થોડા પૈસા મળે છે ત્યારે હું તેને બચાવી લઉં છું જેથી હું સૌરભનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકું. શશાંક આજે ગુસ્સામાં હતો, પૂછતો હતો કે હું રોજ ક્યાં જાઉં છું?
તો જણાવી દેવું જોઈએ ને! તેમાં ખરાબ વાત શું છે, તું પોતાના પગ પર ઉભી છે અને બે ચાર પૈસા કમાઈ રહી છે, તો તેને પણ સમજ પડવી જોઈએ કે તારું અસ્તિત્વ શું છે. રમા તેણીને સમજાવી રહી હતી.
પણ હવે તેને સળગવા દે, તો જ તેને પાઠ મળશે, જે માણસને તેના બાળકની કે તેની પત્નીની ચિંતા નથી,
તેને હું શા માટે કહું? સમયની રાહ જોઉં છું. જો શું થાય છે.
તેના બીજા રવિવારે શશાંક કહે છે, સુરભી તું સ્કૂલમાં ભણાવવા જઈ રહી છે અને તે પણ માત્ર પાંચ હજાર રૂપિયામાં.
શું તારું મગજ ખરાબ થઈ ગયું છે?
આટલા રૂપિયા તો હું તને એમજ આપી દઇશ. તું ચૂપચાપ ઘરમાં રહે અને સૌરભનું ધ્યાન રાખ. સ્કૂલમાં જવાની જરૂર નથી. તું મારી પત્ની છે, અને મારી પત્ની પગ ઘસતી રહે એ મને સ્વીકાર્ય નથી. આજે શશાંકના સ્વરમાં આત્મીયતાની ગંધ છે જેમાં પ્રેમ પ્રતિબિંબિત થઈ રહ્યો છે.
શશાંકની વાત સાંભળી સુરભી પણ ગદગદ થઈ ગઈ. જુઓ શશાંક, તમે દારૂ પીવાનું છોડી દો અને હું પણ સ્કૂલમાં ભણાવવાનું છોડી દઈશ. હું તમને કહી દઉં કે મારો પગાર પાંચ નહીં પણ પંદર હજાર છે. હું અહીં ઘરે હું બાળકોને ટ્યુશન કરાવીશ.
બોલો, આ મજુર હોય તો જ આપણો સંબંધ આગળ વધશે, નહીંતર તમે તમારા રસ્તે જાવ અને હું મારા રસ્તે. આમ પણ વિજ્ઞાનની એટલી બધી માંગ છે કે અસંખ્ય શાળાઓ અને કોચિંગ સંસ્થાઓ મને વધુ પગાર આપવાના વચન સાથે નોકરી પર રાખી લેશે. મેં ગણિતમાં M.Sc (પોસ્ટ ગ્રેજ્યુએટ) કર્યું છે, એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે. આખી યુનિવર્સિટીમાં ટોપ કર્યું છે.
શશાંકે તેના હથિયાર નાખી દીધા. સુરભિની વાક્છટાથી ખુશ થઈને તેણે કહ્યું, “ઓકે ડિયર, હવે બધું બંધ, પીવા પીવડાવવાનું સમાપ્ત. જેની પત્ની આટલી ભણેલી હોય, તેના પતિએ પણ અપ-ટુ-ડેટ રહેવું પડે છે ને? તું મારા માટે છે ને, સાચવી લેજે… કહીને શશાંકે સુરભીને ખોળામાં ઉંચકી લીધી. સુરભીનું મન રોમાંચિત થઈ ગયું અને તે પણ તેને ખોળામાં ભેટી પડી.
આજે તેની ડીગ્રી ઢાલની જેમ ઉભી હતી. કદાચ! જો તેણીએ અગાઉ આ ઢાલનો ઉપયોગ કર્યો હોત, તો સાત વર્ષ આ રીતે રિબાઈ રિબાઈને ના રહી હોત.
લેખક – અંજુઓઝા.