એક વ્યક્તિએ સંતને કહ્યું હું ઘણો દુઃખી છું ઉપાય જાણવો, સંતે કહ્યું ગૌ શાળામાં સેવા કર… જાણો પછી શું થયું.

0
521

જીવનમાં તકલીફો તો આવતી જતી રહે છે. ક્યારેય પણ બધી તકલીફો એક સાથે દુર નથી થઇ શકતી. એવી સ્થિતિમાં ધીરજ જાળવી રાખવી જોઈએ અને તકલીફોને દુર કરવાનો પ્રયત્ન કરતા રહેવું જોઈએ. લાઈફ મેનેજમેન્ટ પણ એવું જ કહે છે.

ઘણા લોકો ઈચ્છે છે કે તેમના જીવનની દરેક તકલીફો દુર થઇ જાય, અને તેના માટે જાત જાતના પ્રયત્નો પણ કરે છે. પણ તેઓ નથી જાણતા કે એવું થવું શક્ય નથી. આજે અમે તમને એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ જેનો સાર એ છે કે, વ્યક્તિના જીવનમાં દરેક સમયે કોઈને કોઈ તકલીફ રહે છે. અને તેનાથી ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ.

એક વ્યક્તિ પોતાના જીવનથી ઘણો દુઃખી હતો અને તે સવાર સાંજ દુઃખી રહેતો હતો. એક દિવસ તેના શહેરમાં એક સંત આવ્યા. તે વ્યક્તિ તેમના દર્શન માટે ગયો. બધા લોકો સંતને પોત પોતાની તકલીફો જણાવી રહ્યા હતા. તે દુઃખી વ્યક્તિ પણ સંત પાસે પહોંચી ગયો.

તે વ્યક્તિએ સંતને કહ્યું કે હું ઘણો દુઃખી છું, મારી ઉપર કૃપા કરો. કોઈ એવો રસ્તો બતાવો, જેનાથી મારી તમામ તકલીફો એક સાથે દુર થઇ જાય અને મારું જીવન સુખી થઇ જાય.

તે દુઃખી વ્યક્તિની વાત સાંભળીને સંતે કહ્યું કે, હું તમારા દુઃખોને દુર કરવાનો રસ્તો જરૂર જણાવીશ, પણ તેના માટે તમારે મારું એક કામ કરવું પડશે.

વ્યક્તિએ કહ્યું કે, ઠીક છે ગુરુદેવ. તે કામ જણાવો.

સંતે કહ્યું કે, આજે તારે ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવાની છે. જયારે બધી ગાયો સુઈ જાય, ત્યારે તું પણ સુઈ જજે.

દુઃખી વ્યક્તિએ સંતની વાત માની લીધી અને રાત્રે તે ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવા માટે જતો રહ્યો. આખી રાત તેણે ગાયોનું ધ્યાન રાખ્યું. બીજા દીવસે સવારે તે સંતને મળવા ગયો. સંતે તેને પૂછ્યું કે તને કેવી ઊંઘ આવી?

તે વ્યક્તિએ કહ્યું કે, ગુરુજી હું તો આખી રાત સુઈ જ નથી શક્યો, કેમ કે બધી ગાયો એક સાથે સુતી ન હતી. એક ગાય સુવે છે તો બીજી ઉઠી જાય, બીજી સુવે તો ત્રીજી ઉઠી જાય. આખી રાત આવું જ ચાલતું રહ્યું.

પછી સંતે કહ્યું કે, આપણા જીવનમાં આવતી તકલીફો પણ ગાયો જેવી જ છે. ક્યારેય પણ એક સાથે બધી સમસ્યાઓ શાંત નથી થઇ શકતી. જીવનમાં કોઈને કોઈ દુઃખ તો આવતું જ રહે છે. એટલા માટે આપણે તકલીફોનો મક્કમતા પૂર્વક સામનો કરવો જોઈએ. અડચણોથી ડરો નહિ, તેને દુર કરવાનો પ્રયત્ન કરો.

લાઈફ મેનેજમેન્ટ : જીવનમાં નાની મોટી સમસ્યાઓ તો હંમેશા રહે જ છે. એકદમ ટેન્શન ફ્રી જીવન ક્યારેય કોઈનું નથી હોઈ શકતું. એટલા માટે જીવનનો આનંદ લો અને તકલીફોનો મક્કમતાપૂર્વક સામનો કરો નહિ તે તેનાથી ભાગવાનો પ્રયત્ન કરો.