“જે આપશો તે લઇ લઈશ” આ વાક્ય સાથે સેઠિયાએ ઉભી કરેલી વિવશતા નહિ રામની ભક્તિ જોડાયેલી છે.

0
407

“જે આપશો તે લઇ લઈશ”. આજે પણ હજારો શ્રમજીવીઓ આ શબ્દ બોલે છે.

આ શબ્દ પ્રયોગના મૂળમાં રામની ભક્તિ છે, કોઈ સેઠિયાએ ઉભી કરેલી વિવશતા નથી.

શ્રમ ઉદાર હોઈ છે.

શ્રમના પરસેવામાં એક આખી નદી વહેતી દેખાઈ તો પછી રામ ક્યાંથી છેટા રહે.

તુલસીદાસ “જે આપશો તે લઇ લઈશ ” તે વાત ને દોહરાવતા લખે છે કે,

અબ કછુ નાથ ના ચાહીએ મોરે દિનદયાળ અનુગ્રહ તોરે,

ફિરતી બાર મુજે જો દેવા વો પ્રસાદ મેં શીર ધરી લેવા.

હવે આ વખતે તો મારે કઈ જોતું નથી ભગવાન. તમે વળતા આવો ત્યારે મારા ઘરેજ પધારજો. ફરી વખત હું તમને ગંગા પાર કરાવીશ અને ત્યારે જે દેશોને એ લઇ લઈશ.

બહુત કીન્હ પ્રભુ લખન ને સિયે નહિ કછુ કેવટ લેહી,

બીદા કીન્હ કરુનાયતન ભક્તિ વિમલ વર દેઇ.

ભગવાન રામ જતી લખમણ અને સીતા મૈયાએ ખુબ આગ્રહ કર્યો પણ કેવટે કઈ લીધું નહિ,

પછી ભગવાને તેને નિર્મળ ભક્તિનું વરદાન આપી વિદાય કર્યો.

– અતુલ રાવ (અમર કથાઓ ગ્રુપ)