ઇચ્છાધારી નાગકન્યા ભાગ 10 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
796

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૯ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

રાજા જયસિંહ રાજસભા ભરી ને બેઠાં છે ને શુકમુનિ પણ એ એમનાં કાફલા સાથે પધાર્યા છે. બીજા મદારી ને સાપ ના જાણકાર માણસો ને ભેગા કરયા છે ને એક જ વિષય છે કે, સાપ નું વેર ટળે એવુ કયીક કરવુ છે. શુકમુની કહે છે કે રાજન સાપ ને મહેલમાં આવતો રોકવા માટે એક વિચાર છે કે મહેલ ના ફરતે બીલીપત્ર ના જાડ વાવી દેવા ને એ પણ લાઈનસર થોડી પણ જગ્યા રાખયા વિના. બીજા મુની ઓ પણ શુકમુનિ ની વાત થી સહમત થાય છે.

નાગકન્યા રુપમતી આ બધી વાતો સાંભળીને એના અસલી સવરુપ માં આવીને સડસડાટ કરતી સુરગ માં થયી નાગલોક માં પહોચી જાય છે. તે ભાઈ રુપમલને કહે છે કે શુકમુનિએ મહેલના ફરતે બધે જ બીલીપત્ર વાવવાનિ સુચના આપી છે. તો જો બગીચામાં પણ બીલી વાવિ દેશે તો આપણે ત્યા પછી ન જઇ શકીએ. માતા પિતા ના શરીર આખી જીંદગી સમાધી માં રહેશે વિરજી કયીક વિચારો. તુ ચિંતા ના કર બહેન આજ ને આજ તો બીલી નહી વાવે ને. આપણે આપણુ કામ આજે રાત્રે જ પતાવી દયીશું તુ જા હુ આવું છુ.

રાત્રે રાજા ને મેનાવતી ના કક્ષ માં મોકલી દેજે. પણ ભાઈ પહેરેદાર આખી રાત જાગતાં હોય છે એમનું શું કરીશું. એ હુ વીચારુ છુ તુ જલદીથી મહેલમાં પહોંચી જા. ને રુપમતી સડસડાટ કરતી પોતાના કક્ષ માં આવે છે ને રુપમતી બની જાય છે ને રાણીવાસ માં મેનાવતી ના કક્ષ માં જાય છે. શું કરો છો મોટી બેન? બસ ચિંતા કરુ છુ ને એમ વિચારતી હતી કે જયા સુધી આ નાગવેર નો નિવેળો ના આવે ત્યા સુધી મારા બાળકોને લયી પિયર લખનવ પુરા જતી રહુ. તારે પણ આવવું હોય તો મારી સાથે આવજે, હજી રાજન ને વાત નથી કરી. હુ આજ એમને પુછી જોવું.

હા મોટી બેન હુ રાજન ને રાત્રે તમારા કક્ષ માં મોકલીશ તમે વાત કરી જો જો. ખબર નહી કેમ પણ રુપમતી ને મેનાવતી પર ખુબ જ પ્રેમ છે ને સગી બેન જેવો જ અહેસાસ થાય છે. એનું શું કારણ વિચારતી રુપમતી એના કક્ષ માં આવે છે ને વિચારે છે કે, રાત્રે વીરજી આવે એ પહેલાં પહેરેદારો ને બેભાન કરિ દેવા.

રાજા રુપમતી ના મહેલમાં આવે છે ને થોડી વાર વાતો કરી ને રુપમતી કહે છે કે, રાજન મોટી બેને તમને આજે એમના કક્ષ માં બોલાવયા છે. કયી કામ છે તમારુ. મારિ વહાલી રુપમતી રજા આપતી હોય તો મેનાવતી ના કક્ષમાં જવું. હા ચોક્કસ જવું જોઈએ એ પણ મારી બેન જ છે. ને રાજા મેનાવતી ના કક્ષ માં પહોંચી જાય છે. રાણી રૂપમતી રાણીવાસ ના રસોડામાં જાય છે ને ત્યા સંતાઈ ને જુએ છે કે, એક દાસી પહેરેદારો ને રાત્રે બાર વાગે ચા આપે છે, નાગકન્યા રુપમતી એ દાસી ને નજીક જયી નિદંરવિ ષ આપી દે છે ને ચા ની કીટલી માં એનુ જહેર ભેળવી દે છે .

રૂપમતી પછી દાસી નુ રૂપ લયી ને રુમઝુમ કરતી કીટલી ને રકાબીઓ લયી પહેરેદારો પાસે જાય છે ને બધા ને ચા પીવડાવે છે. મહેલમાં ને બહાર જે પણ પહેરો ભરતાં હતા એ બધાને ચા આપે છે ને નટખટ પહેરેદાર દાસી ને કહે છે કે, આજ તો બહુ સુંદર લાગે છે ને, ને લટકો કરતી રુપમતી કહે છે કે સુદર તો હૂ છુ જ ને મુઆ, એમ મજાક કરતી ત્યાથી નીકળી જાય છે.

થોડી વારમાં પહેરદાર બધાં બેભાન થઈ જાય છે અને નાગ કુમાર બીજા બે સાથી ને લયી બાગમાં પહોંચે છે ને રુપમતી પણ આવી જાય છે. સમાધી ની ઉપર ની જુઈ ની વેલ ને ઉખાડી નાખે છે ને સાથી નાગ પાવડા વડે ધીરે થી માટી ખોદી નાખે છે. અંદર થી એ માતા પિતા ના શરીર ને બહાર કાઢે છે ને બને ભાઈ બહેન ભાવુક થયી જાય છે. એમણે જોયુ તો ચમત્કાર થયો. બને ના શરીર એક દમ સરસ હતા જાણે શાંતિથી સુઈ ગયા હોય એમ જ લાગતું હતું.

રુપમલ સોના ની થાળી માં શરીર મુકી ને વિદાય લે છે ને રુપમતી માતા પિતા ને પચીસ વરશે જોતા રડે છે. ભાઈ રુપમલ તેને છાની રાખી ને નાગલોક માં પહોંચી જાય છે ને ત્યા મંદિરમાં શિવ ભકત પવિત્ર ગંગા જળ થી બને ના શરીર ને સાફ કરી ને ભગવાન શંકર ના ગળે વીટાળે છે. નાગલોક માં ખુશી નો માહોલ સર્જાયો છે. વરસોથી ભગવાન શિવ નુ ગળુ એમના માનીતા નાગ થી શોભી ઊઠયું, આ બાજુ મહેલમાં સવારે રોકકળ ચાલુ થયી જાય છે.

રાજા બહાર આવી મંત્રીને બુમ પાડે છે. જી હુજુર? શુ થયુ આ કોણ રડે છે? મહારાજ મહેલ ની અંદર ને બહાર પહેરો ભરતા દશ પહેરેદારો ઝેર આપવાથી સ્વર્ગ સિધાવ્યા છે. શું વાત કરો છો? ને રાજા એ દાસી ને બોલાવી કાલે રાત્રે ચા બનાવી તો કોઈ અજાણ્યું વ્યક્તિ આવયુ હતું? હુજુર મે ચા બનાવી પણ આપવા નહોતી ગયી. હુ બેભાન થયી ગયી હતી.

ઓહહહહ તો એ નાગકુમાર નું જ કામ. શુકમુનિને જલ્દી બોલાવી આવો. રાણી મેનાવતી ડરતા ડરતા બહાર આવી ને કહે છે, ત્યા બગીચામાં જુઓ રાજન. ને મત્રી અજમલજી ને સૈ નિકો ડરતાં ડરતાં બાગમાં ગયા ને જોયુ તો જુઈ ની વેલ ઉખાડી નાખેલી જોઈ ને જયા પચીસ વરશ થી નાગ ના શરીર દફનાવવામાં આવયા હતા એ ખાડો ખાલી હતો.

રાજા બેબાકાળ બની રાજ્ય સભામાં આવે છે. નિરાશ થયી ત્યા જ બેસી પડે છે. પેલા પહેરેદારો ના ઘરવાળા આવી ને રાજા ને ખરાખોટી સંભળાવે છે. કહે છે કે તમારા ને તમારા પુરવજો ના પાપ અમારે ભોગવવાના? રાજા પહેરેદારો ના કુટુંબ ને પાંચ વીધા જમીન ને સોનામહોરો આપી ને પરાણે ત્યા થી વિદાય કરે છે.

શુકમુનિ સભા માં આવે છે ને રાજા કહે છે, હવે તો હદ થાય છે મુનિવર? બીલીપત્ર વાવવાની વાત થાય છે ને રાત્રે દશ પહેરેદારો ના જીવ જાય છે. મને લાગે છે કે કમલપુર આખુ આ નાગ ના વેર થી જ ખાલી થયી જશે. રાજન મને પણ નવાઈ લાગે છે કે, મહેલમાં થયેલી વાત નાગકુમાર સુધી પહોંચી કયી રીતે?

રાજન માનો કે ના માનો પણ મહેલ માં જ કોઈ ઈરછાધારી નાગ હોવો જોઈએ. ગુરુજી આજે તો બગીચામાં હતી એ જુઈ ની વેલ ઉખાડીને સમાધિ માં થી નાગ ના શરીર પણ કોઈ લયી ગયુ. રાજા ની વાત સાંભળી ને મુનિવરો ઉભા થયી બગીચામાં આવયા ને ત્યા સાપ ના લિસોટા જોઈ કહયુ કે જે નાગ ના સંતાનો વેર લયી રહયા છે એ જ એમના માતા પિતા ના શરીર લયી ગયા છે ને હવે નાગવેર ને કયી રીતે રોકવુ એનો કોઇ ઉપાય દેખાતો નથી. મહેલમાં આટલા લોકો માં કોણ નાગ બની ને રહે છે એની પણ શું ખબર પડે? દક્ષમુનિ બોલયા કે રાજન દશ, બાર મદારી બોલાવી ને બીન વગાડાવો જે પણ સાપ નાગ હશે એ તરતજ એના સવરૂપ માં આવી જશે.

રાજા મંત્રી અજમલજી ને હૂકમ કરે છે કે મળે એટલા બધા મદારિ ઓ ને લયી આવો. ને રાણી રૂપમતી ચેતી જાય છે ને, રાજન હુ શિવ મંદિર પુજા કરીને આવુ છુ. બિચારા પહેરેદારો માટે પુજા કરાવી દાન પુણય કરાવી દવ. રુપમતીની વાત સાંભળી ને રાજા તો ખુશ થયી જાય છે. રુપમતી ત્યા થી નીકળી જાય છે, મદારી ઓ નું આખું ટોળું આવે છે ને બીન મા નાગીન ધુન વઘાડે છે ને રાણીવાસમાં ને રસોડામાં, સામગ્રી રૂમ માં ને રાણી ના એક એક રુમમાં બધાં મદારી ઓ થાકી ગયા તયા સુધી બીન વગાડી પણ. કયાય કશુ ના મળ્યુ.

રાજા એ કંટાળીયા ને મુનિવર પણ કંટાળીયા. કયી હાથ ના લાગ્યુ. એટલે બધાને મહેનતાણું આપી મોકલી દીધા આમ રાજા જયસિંહ ને મેનાવતી ચિંતામાં આવી જાય છે.

હવે શું નાગકુમાર બધા નાગ સાથે વેર લેવા આવશે? કે પછી શુકનમુની કોઈ ઉપાય શોધી લેશે? કે નાગકન્યાને શુકનમુની પકડી લેશે? આ જાણવા માટે ભાગ – ૧૧ વાંચજો, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૯ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.