ઇચ્છાધારી નાગકન્યા ભાગ 11 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
593

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૦ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

રાજા જયસિંહ માનસિક રીતે ભાગી પડયાં છે ને શુ કરવુ સમજાતુ નથી. અત્યાર સુધી 100 લોકો નાજીવ નાગ ડંખ થી જયી ચુકયા હતા. નિર્દોશ પહેરેદારો ને રાણી ઓ નો શુ વાક? એમને વગર ગુના ની સજા મળી. મારા પુરવજો એ કરેલુ પાપ બીજા બધા ભોગવી રહયાં છે, ગુરજી પણ કશુ કરી શકતાં નથી. આમ સતત એ જ વિચારો માં રહે છે, ને રાણી મેનાવતી કુમારો ને કુ મારી ની ચિંતા માં એ પિયર જતાં રહેવાનું કહે છે, પણ રાજા ના પાડે છે. મેનાવતી આમ ડરી ને પિયર ભાગી જાઓ તો મારી શુ ઈજજત રહે, તમારા પિયર વાળા તો મને કાયર જ સમજે ને. હવે ચિંતા ના કરો મહેલ ના ફરતે બીલીપત્ર ના ઝાડ વાવી દીધા છે, એટલે બહારથી એક પણ સાપ મહેલમાં નહી આવી શકે. આમ રાજા મેનાવતી ને સમજાવે છે.

રાણી રુપમતી વેર લેવા અધીરી બની છે બસ આખો દિવસ એ જ વિચારતી હોય છે કે, હવે કોનો વારો લવુ, એમ વિચારતાં રુપમતી ને જયસિંહ ના સૌથી નાના ભાઈ જનક સિંહ ને રાણી કલાવતી ને એમના બે કુમાર એમ ચાર જણ ને ડસ વાનુ મન માં વિચારી લે છે. ને રાત પડવાની રાહ જુએ છે.

રાજા અભય સિંહ એ માતા પિતા ને ઉકળતાં પાણી થી દર્દનાકમો તઆપ્યુ તે હુ કદી નહી ભુલી શકુ, અભય સિંહ ના એક વારસ ને અડધા પરિવાર ને તો સાફ કરી દીધુ ને હા રાજા જયસિંહ ને મેનાવતી ને એમના કુમારો નેકુ મારી બહુ વહાલાં છે. તો આજે એમને પણ ઉપર મોકલી જ દવુ. પરબત નામો તપછી ત્રણે ભાઈ ના કુમારો ને બે કુવરી ઓ બધા એક જ કક્ષ માં સુયી જાય છે. બાજુ માં જ જનક સિહ નુ કક્ષ છે, આજની રાત જયસિંહ માટે ગોઝારી રાત બની જવાની હોય છે.

રાણી મેનાવતી ની આખો ના રતન નો દીપક બુઝાવી જ નાખીશ, આમ રાણી રુપમતી આજે બહુ ક્રોધમાં હોય છે, ને રાજા સાથે પ્રેમ કરી ને રાજા નુ દીલ જીતી લે છે ને મેનાવતી એના કક્ષ માં બેઠા એવુ વિચારી રહી છે કે ઈચ્છાધારી નાગ નુ વેર તો આખા કુળ નો નાશ કરી નાખે ને રાજા જયસિંહ ના કુળ માં હુ ને મારા ત્રણ બાળકો પહેલા આવીએ, તો વહેલા મોડા મારુ ને મારા ત્રણ બાળકો નુ જવું નકકી છે.

એ જાણવા છતાં હુ મારા કુમળા ફુલ જેવાં બાળકો ને હુ જાણી જોઈ ને શુ કરવામ રવા દવ. કાલે રાજા સાથે ઝગડો થવો હોય તો થાય ,પણ હું મારા ને પરબત સિંહ ના કુમારો ને લયી હુ કાલ બપોર જ મારા પિયર જયપુર જતી રહીશ. એ વાત મનમાં નકકી કરી લે છે. કબાટ ખોલી ને પોતાના ને બાળકો ના કપડાં ભરવા લાગે છે. પછી શાંતિ થી સુઈ જાય છે.

રુપમતી રાજા ને નિદરા વિ ષ આપી ને બેભાન કરે છે, રુપમતી પોતાના અસલી સવરુપ માં આવે છે. નાગીન સડસડાટ કરતી બારી માં થી નીકળી ને, પહેલા જનકસિહ ના કક્ષ માં જયી ને રાખી કલાવતી ને જનકસિહ ને પગ માં ડંશ મારે છે પછી…..નાનો કુમાર બાજુ માં સુતો હોય છે એને પણ ડંખ મા રી ને ત્રણેય ને પતાવી ને બાજુમાં જયસિંહ ના સંતાનો ને પરબત ના સંતાનો ને વારાફરતી ડંખ મારી ને ઉપર પહોંચાડી દે છે. ૮ ને ડંખ મારી ને રુપમતી ખુશ થયી જાય છે. સડસડાટ કરતી નાગિન બારી માં થયી પોતાના કક્ષ માં આવી રુપમતી સવરુપ માં આવી ને રાજા ની બાજુ માં જયી સુયી જાય છે.

સવારે ઉઠી મેનાવતી પુજા આરતી કરે છે ને આજે તો પિયર જવાનું છે એમ વિચારી ને નવા કપડાં પહેરી તૈયાર રહે છે ને કુમારો ની ઉઠવાની રાહ જુએ છે રાજા જયસિંહ તૈયાર થઇ રાજય સભામાં જવા નીકળે ને કયી કામ યાદ આવતા મહેલમાં પાછા આવે છે. રિયાશત નો ચોપડો જનકસિહ ના કક્ષ માં હતો એટલે દરવાજો ખખડાવે છે. જનક કયા સુધી? દરવાજો ખોલ તો કામ છે, ઘણી વાર થઈ દરવાજો ના ખુલ્યો એટલે મંત્રી અજમલ જી ને બુમ પાડી બોલાવે છે ને આ દરવાજો નથી ખોલતો જુઓ તો હજી ઉઘતો લાગે છે. ધણી વાર દરવાજો ખખડાવયા પછી સૈ નિકો ને કહે છે ભા લાવડે દરવાજો તોડી નાખો.

મેનાવતી દોડતી આવે છે શું થયુ? દરવાજો કેમ તોડો છો, જનક ભાઈ તો રોજ મોડા ઉઠે છે, પણ જયસિંહ ચિંતા માં દરવાજો તોડી નખાવે છે, ને અંદર નો નજારો જોઈ ને બધાં ના હોશ ઉડી જાય છે ને રોકકળ ચાલું થયી જાય છે. મેનાવતી દોડી ને કુમારો ના કક્ષ નો દરવાજો ખખડાવે છે ને એ પણ નથી ખોલતુ કોઈ.

રુપમતી આવી ને નાટક ચાલુ કરી દે છે. મોટી બેન હિંમત રાખો કુમારો સુતા હશે હજી, રાણી મેનાવતી નુ મન ગભરાઈ જાય છે, ને બુમ પાડે છે અજમલ જી જલદી અંહી આવો ને સૈ નિકો આ દરવાજો પણ તોડી નાખો. રાજા ત્યા થી ઉભો થયી કુમારો ના કક્ષ આગળ આવી ગયા ને સૈ નિકો હૂકમ ની રાહ જોયા વિના જ ને મજબુત દરવાજો કડડભૂશ કરતો નીચે પડયો ને મેનાવતી જગ્યા કરી અંદર જયી જુએ છે તો પાચ બાળકો નુ શરીર લીલુ કાચ જેવુ પડી ગયુ છે. ત્યા બીજા રુમમાં નાનો ભાઈ જનક ને કલિવતી ને નાની દીકરી.

બધાં રડવા લાગયા છે. કોણ કોને હિંમત આપે, રાણી મેનાવતી તો જાણે પાગલ થયી ગયી હોય. માનવા તૈયાર જ નથી કે કુમારો આ દુનિયામાં નથી રહયા, એ રાજા ને બોલવા લાગે છે, કે તમે જ જવાબદાર છો આના માટે. મે કહયું હતુ કાલે કે હુ મારા કુમારો ને લયી જયપુર જતી રહુ પણ ના મને ના જવા દીધી,મને મારા કુમારો પાછા આપો.

તમારા વેર ની આગ માં મારા કુમળાં ફુલ પણ હોમાવા દીધા, તમે જ મારા બાળકો નાહ ત્યારા છો, રુપમતી મેનાવતી ને સંભાળે છે, ને એ પણ ખોટું ખોટું રડે છે, ને કોણ કોને ચુપ કરાવે? મહેલમાં નાના બે ભાઈ ઓ નુ પરિવાર આખુ પુરૂ થયી ગયુ. પોતાના ત્રણ બાળકો પણ વેરની આ ગમાં હો માઈગયા.

કમલપુર રાજ્ય ની પ્રજા મહેલમાં આવી ગયી, ને શુકમુનિ ને જાણ થતા જ એ પણ આશ્ચમ માં થી દોડી આવે છે, ને બધાં ભેગાં થયી રાજા ને સંભાળે છે, ને રુપમતી મેનાવતી ને પરાણે સંભાળે છે, મહેલમાં રાણીવાસ માં રહેતી રાણી ઓ પણ ગભરાઈ ગયી હતી ને એમ જ માનતી હતી કે હવે વારો અમારો જ છે. આખી બપોર રડયા પછી છેવટે અજમલ જી 8 જણ ના અંતિમયાત્રા ની તૈયારી ઓ કરે છે. મેનાવતી રડી રડી ને બેભાન થયી જાય છે ને બધી તૈયારી થયી જતા ફરીથી એક સાથે 8 જણ ની સમશાનયાત્રા નીકળે છે, જેમાં આખુ ગામ જોડાય છે ને આખુ કમલપુર જાણે રડી રહયુ છે.

ગામ ની સ્ત્રીઓ મહેલમાં રાણી મેનાવતી ને સંભાળવા આવે છે ને ટોળા માં લોકો એવુ બોલે છે, એ નાગ કે નાગિન જેનુ પણ વેર હોય, આ માસૂમ ભૂલકાઓ નો શુ વાક? આવા વેર તો સદીયો માં પહેલી વાર જોયા, ગમે તેવી નાગિન હોય એના માં દયા નો છાટો ય નહી હોય, લોકો ની આવી વાતો સાંભળીને રુપમતી મન માં ગુસ્સે થયી જાય છે, પણ કયી બોલી શકતી નથી. રાજા પોતાના નાના ભાઈ ને ફુલ જેવાં બાળકો ને અગ્નિદાહ આપે છે ને અંતિમ સંસ્કાર કરે છે ને પછી ત્યા નદી માં નાહી ને મહેલમાં આવે છે.

શુકમુનિ એ જાતે મહેલ ના ફરતે બીલીપત્ર ના ઝાડ જોયા કે બહાર થી સાપ આવી શકે. મહેલ ની અંદર જ નાગ રહે છે. શુકમુની મહેલમાં આવ્યા ને રાજા જયસિંહ ને કહયુ, રાજન મહેલ ની ગોળ ફરતે હુ જાતે જોઈ ને આવયો, પણ એક નિશાન નથી કે નથી સાપના લીસોટા. સાપ તમારા મહેલમાં જ છુપાયેલો છે. હવે એ ને શોધી ને પણ શુ કરીશ મારા વહાલા ભાઈઓ ને મારા કુળ ના બધાં દિપક ઓલવાઈ ગયા. હવે હુ શુ કરુ મને સમજાતુ નથી. ને રાજા મુનિવર પાસે પાછા પોક મુકી ને રડે છે. મહેલમાં ડર નો માહોલ સર્જાયો છે, દાસી એ રાણી વાસ માં જયી કહયુ કે શુકમુની એ એવુ કહયુ કે સાપ બહાર થી આવયો જ નથી, કેમકે બહાર ફરતે બીલીપત્ર ના ઝાડ છે ને સાપ ના લિસોટા પણ નથી.

એ ઝહેરીલી નાગિન મહેલમાં જ રહે છે. દાસી મંથરા ની જેમ કાન ભરી ને ગયી, એટલે બધી રાણી ઓ 17 બચી ગયી હતી એ બધી ડરી ગયી ને એમણે નિર્ણય કરયો કે આપણે કમલપુર રાજયમાં રહેવુ નથી. બધી રાણી ઓ ની વાત સાભળી મેનાવતી બોલી આમ દુ:ખ ના સમયે તમે રાજા ને અને આ મહેલ છોડી ને જશો તો લોકો વાતો કરશે ને રાજા ની ઈજજત જશે.

મંજુમતી બોલી મોટી બેન ગયી કાલ સુધી તો તમે પણ એમ કહેતા હતા કે હુ બાળકો લયીને પિયર જતી રહીશ, રાજન સાથે ઝગડો પણ કરયો હતો. તમારા બાળકો ના રહયાં એટલે શુ અમારે જે એક નુ એક સંતાન છે એ હાથે કરીને શુ કરવામો તને ભેટ ચઢાવી એ. આમ એક બાજુ રાજા દુ:ખી બેઠા હતા ને 17 એ રાણી ઓ સાથે આવી ને કહયુ કે રાજન માફ કરજો, પણ હવે અમે અંહી રહેવા નથી માંગતા તો અમને અમારા બાળકો સાથે મહેલ છોડવાની રજા આપો. આમ બાકીની રાણી ઓ પોતાના બાળકો સાથે મહેલ છોડી ને જવા માગે છે.

શું રાજા એ બધી રાણીઓને જવાની રજા આપશે? શું શુકનમુની નાગકન્યા રૂપમતિ ને પકડી લેશે? કે રૂપમતિ રાજા જયસિંહ નેમા રીને પોતાનુ વેર વારવા માં સફળ થશે? આ જાણવા વાચો ઇચ્છાધારી નાગકન્યા ભાગ – ૧૨, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૦ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.