ઇચ્છાધારી નાગકન્યા ભાગ 12 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
459

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૧ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

એક બાજુ રાજા બાળકો ના દુનિયા છોડી જવાથી દુ:ખી હોય છે, ને બીજી રાણી ઓ પણ હવે કમલપુર છોડવા ની જીદ લયી ને બેઠી છે. કમલપૂર રાજય નો રાજા જયસિંહ પછી કોઈ વારસદાર રહેતુ નથી. મેનાવતી ની હાલત પાગલ જેવી થયી ગયી હતી. રુપમતી મન માં ખુશ હતી. પણ ગામની મહિલાઓની વાત સાભળી એ પણ વિચારતી હતી કે, ખરેખર બાળકો નો શુ વાક? કદી કોઈ ની પર દયા ના કરનારી નાગિનને આજે બાળકો પર દયા આવી ને પછતાવો પણ થવા લાગ્યો.

પણ હવે શુ? એ બધા શરીર અગિનદાહ માં ભળી ગયા હતાં. આમતો રુપમતી મજબૂત મનોબળ વાડી સ્ત્રી હતી. પણ એક સાથે આટલાં બધાં ગામના લોકો ને રડતા જોઈ ને, આજ જીદગી માં પહેલીવાર રુપમતી ને દુઃખ થયી રહયુ હતુ. બીજી 17 રાણી ઓ પોતાનો સામાન ને બાળકો લયી ને રાજય સભા માં રાજા ની રજા લેવા આવે છે, એટલે રાજા ના પણ કહી શકતાં નથી.

મંત્રી અજમલ જી ને કહે છે કે, 17 રથ ની સગવડ કરો ને બધી રાણી ઓને એમના પિયર પહોચાડો, ને રાણી મેનાવતી પણ રાજા ને કહે છે કે, હુ પણ હવે કમલપૂર છોડી જયપુર મારા પિયર જવા માંગુ છું. રાજા 17 રાણી ને જવા દે છે, એટલે રાણી ઓ ખુશ થયી ને કમલપુર થી જલદીથી દુર જવા નીકળી પડે છે, પણ મેનાવતી સાથે તો જયસિંહ ના લગન પિતા અભયસિહે ધામ ધુમ થી કરાવ્યા હતાં, ને રાણી મેનાવતી એ રાજા ને બહુ પ્રેમ ને સુખ આપયુ હતુ. સુખ દુ:ખ માં હમેશા સાથે રહી હતી, ને અતયારે મોટા સંકટ સમયે રાજા ને છોડી ને જવાનો નિર્ણય લયી લીધો છે.

રાજા બહુ મનાવે છે પણ રાણી મેનાવતી એક જ વાત પકડી રાખે છે કે, મે કહયુ એ દિવસે બાળકો સાથે પિયર જવા દીધી હોત તો આજે મારા બાળકો મારી વહાલી દીકરી મારી સાથે હોત. તમે જહ ત્યા રાછો મારા રાજકુમારોના, હુ હવે એક દિવસ અંહી નહી રહુ.

રાણી રુપમતી ને રાજા કહે છે કે મેનાવતી ને સમજાવી લો. રુપમતી પણ મેનાવતી ને કહે છે મોટી બેન અમને છોડી ને ના જાઓ. ના રુપમતી હુ તો એક મિનિટ અંહી રહેવા નથી માંગતી, ને હુ તો કહુ છુ તમે પણ ચાલો રુપમતી, નહી તો તમને પણ એ ઝહેરીલી નાગણ છોડસે નહી ને ખોટું કમોત મળશે. એમ કહી મેનાવતી પણ કમલપુર છોડી ને જયપુર જતી રહે છે. રાજા ના કુમારો તો રહ્યા નથી ને બીજી રાણી ઓ એ કમલપુર છોડી દીધું. એટલે પાઠશાળા માં કોઉ ભણવા વાળુ બચયુ નહી, એટલે દક્ષિમુનિ ને વરૂણ મુની પણ રાજા ની રજા લેવા આવયા કે, રાજન અમને પણ રજા આપો હવે. હા મુનિવર આપ પણ જયી શકો છો ને મુની ઓ પણ એમના આશ્રમમાં જાય છે ને શુકમુની ને વાત કરે છે.

બધી રાણી ઓ કાયમ માટે કમલપુર છોડી દીધુ ને મેનાવતી પણ જતા રહ્યા. શુકમુનિ બોલયા ખરેખર રાજા ના મોટા સંકટમાં કામ ના આવી શકયા, બહુ દુ:ખ થાય છે, એમના પુર્વજો સમય થી કમલપૂર સાથે આપણા ગાઢ સબંધો રહયા છે, ને આપણે એ નાગ વેર નુ રહસય ના શોધી શકયા. રુપમતી મોકો જોઈ નાગલોક માં જાય છે, ને ભાઈ રુપમલ ને સમાચાર આપે છે કે, અભયસિહ રાજા ના બધા ચિરાગ ને ઓલવી નાખયા, બસ એક જયસિંહ બાકી રહયો.

બેન…….. મહેલ એકલો નહી આખુ કમલપુર ખાલી થયી જવુ જોઈએ. ના ભાઈ નિરદોશ પ્રજા ને આપણે વગર કારણે નથી કાંઈ કરવું. હા બેન હુ સમજુ છુ. હુ ખાલી એટલુ જ કરીશ કે, ગલીઓમાં, મહોલલા માં, ચાર-ચાર નાગ ખાલી આંટાફેરા જ કરશે, કોઈ ને પણ ડંશ નહી મારવો એવુ સુચન કરે છે. ને રાજા જયસિંહ ના અંત પછી કમલપુર નો મહેલ ખંડેર બની જવો જોઈએ ને કમલપુર આખુ ખાલી. ત્યારે આપણો બદલો પુરો થશે.

હા ભાઈ હુ જવ હવે. બસ કાલે છેલ્લો દિવસ હશે રાજા જયસિંહ નો. ને હા ભાઈ તમે બધા નાગકુમારો ને લયી ને આવી જજો. જય સિંહ ને તડપા વી તડપા વી નેમા રવોછે ત્યારે આપણા માતા પિતા ના આતમા ને શાંતિ મડશે. એમ કહી રુપમતી સડસડાટ કરતી સુરંગ માં થયી કક્ષ માં આવી જાય છે.

હવે રાજા જયસિંહ ને તડપા વી તડપા વીનેમા રશે એટલે કેવુમો તઆપશે? શુ સુકનમુની રાજા ની મદદ કરવા આવશે? નાગ ને ખાલી આંટાફેરા કરવાનુ અને ગામ લોકો ને ડરાવવાનુ કીધુ પણ શુ નાગ ડંખ મારીયા વગર રહેશે? જયસિંહ નુ નગર ખંઢેર બની જાશે કે શુકનમુની બચાવી લે છે? આ જાણવા માટે વાંચો ઈચ્છાધારી નાગકન્યા ભાગ ૧૩, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૧ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.