ઇચ્છાધારી નાગકન્યા ભાગ 13 (અંતિમ) : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
485

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૨ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

કમલપુર રાજય માં પણ હવે ઠેર ઠેર સાપ જોવા મળે છે. મહેલની નાગ ના વેર ની વાત આખુ કમલપૂર જાણે છે ને સગી આખે બધા ની સળગતી ચિતા ઓ પણ જોઈ છે, એટલે ડરી ગયેલી પરજા પોતાનો સામાન બાધી ને સથળાતર કરવા નીકળી પડયા છે. બે ચાર જણ ને જોઈ ને પછી ગામ ના બધા લોકો જીવ બચાવવા માટે ગાડામાં સામાન ભરી જવા લાગ્યા.

મહેલ માં નોકરી કરતા પહેરેદારો ને સૈ નિકો નું કુટુંબ પણ સામાન ભરી ને પહેરેદારો રાજા ની રજા લેવા આવે છે ને કહે છે, રાજન રજા આપો અમને કમલપુર માં ઠેર ઠેર સાપ ના ઝુંડ જોવા મળ્યા છે. રાજા એક પણ શબદ બોલ્યા વીના ઈશારા થી નિકળી જવા કહે છે. આમ પણ હવે કોનો પહેરો ભરવાનો? કોઈ બચ્યુ તો નથી. રાજા મંત્રી અંજમલ ને પણ કહે છે તમારે પણ રાજય છોડવુ હોય તો જયી શકો છો. ના રાજન હુ જીવુ છુ તયા સુધી તમારો સાથ ના છોડી શકુ. મારુ કુટુંબ તો કયારનું સવારે વહેલુ નીકળી ગયુ છે અને રાજન ગામ આખુ ખાલી થયી ગયુ છે.

કયાક એકાદ બે ધર જેની પાસે પૈસા નથી એ રહયા છે. ને રાજા મત્રી ને કહે છે, ખજાના માંથી જે પણ ધન છે એ બધુ રાજયમાં હાજર હોય એમને આપી આવો. અજમલ જી રાજા ના હુકમ નુ પાલન કરે છે ને રથ ભરીને કમલપુર ના પાદરે આવે છે ને સામાન ભરી જવા તૈયાર થયેલા ને ગામ ના ગરીબો ને બધુ ધન આપી દે છે. એ પણ ઉચાળા ભરી કમલપુર રાજય ને કાયમ માંટે અલવિદા કરી ને નીકળે છે.

હવે મહેલના સિંહાસન પર રાજા એકલા બેઠા છે. અચાનક જ રાજયસભા ના મહેલ નો દરવાજો બંધ થયી જાય છે ને રુપમતી એ ચળકતી આખો વાળી હરણી બનીને રાજા પાસે આવે છે. રાજા ગભરાઈ જાય છે, રુપમતી આ શુ મજાક કરો છો? મંત્રી પણ હાજર છે. અજમલ જી ગભરાઈ ને કહે છે, રાજન આ તો એ જ હરણી છે. બે મહીના પહેલા જેના શિકાર માટે આપ ખોવાઈ ગયાં હતા ને મહેલમાં અટટહાસ્ય સંભળાય છે ને હરણી રૂપમતી બની જાય છે.

રુપમતી… અત્યારે તમને મજાક સુજે છે? ના રાજન બસ હવે તમારો સમય પુરો થયો? અજમલ સામે જોઈ ને કહે છે, મંત્રીજી હજી સમય છે બચવુ હોય તો ભાગો અંહીથી. ના રે…. મેં રાજન નુ લુણ ખાધુ છે તો જીવીત છુ ત્યા સુધી ફરજ બજાવવી છે. માફ કરજો રાજા પણ તમારા કુળ નો નાશ કરનાર બીજુ કોઈ નહી પણ આ રાણી રૂપમતી જ ઝહેરીલી નાગણ છે. રાજા ને એમની આંખો પર કે કાન પર વિશ્વાસ નથી બેસતો ને રુપમતી એક મોટા વિશાળકાય નાગ નુ રૂપ લે છે ને રાજા જયસિંહ ને મંત્રી ના હોશ ઉડી જાય છે ને કહ્યું કે રુપમતી તમે જ કરયુ આ બધુ?

આટલો મોટો વિસ્વાશઘાત. તમે તો મારી સાથે લગ્ન કરયા હતા ને તમે તો પરીલોક ના પરી હતા. મને વચને બાધ્યો હતો કે, હુ રહસ્ય ના ખોલુ. મને ગુરુજી એ કહયુ હતુ, તો પણ મે તમને આપેલુ વચન ના તોડયુ. તમે મારા જ મહેલ માં રહી મારા કુળ નો નાશ કરયો. વાહહહહ માની ગયો. આજ પછી રુપાળી સ્ત્રીઓ નો વિસ્વાશ કોઈ નહી કરે.

અજમલજીએ મોકો જોઈ ને પોતાની તર વારથી ઘાક રયો જે નાગ ને પગે ઘસરકો પડયો. ને ગુસ્સે થયી રૂપમતી એ મંત્રી ને ભરડામાં લીધો ને નાગ ના ભરડાં ની ભીસ માં જ મંત્રી નો જીવ ગયો.

સિહાસન ની પાછળ થી મોટા મોટા સાપ નીકળવા લાગ્યા ને રાજસભા ની બેઠક ખુરશીઓ માં બેસી ગયા. રાજા ને તો એવુ લાગ્યુ કે, હુ સપનુ જોઈ રહયો છુ. રુપમતી રાણી ના સ્વરૂપ માં આવે છે ને નાગકુમાર રુપમલ ના રૂપ માં આવે છે ને કહે છે, રાજન પચીશ વરસ તારી કેદ માં રાખ્યો હતો.

પરબત સિહ એ ને રાજા અભયસિહ એ મારા માતા પિતા ને ઉકળતા પાણી ના ખીમા રયાહતા. ને એટલું જ નહી…. આ કમલપુર પહેલા શહેર કે રાજય નહોતુ આ તો આખુ જંગલ ને એના પેટાળ માં અમારૂ નાગલોક હતુ. રાજા અભય સિંહ ના ભાઈ એ તમારુ રાજય જનક પુર અભય સિહ પાસે થી દગો કરી લયી લીધુ હતુ ને ખાલી હાથે પહેરે કપડે અભયસિહ આ જંગલમાં આવ્યો ને અહી ની આદીવાસી મજૂર પ્રજા નો સાથ લઇ કમલપુર બનાવ્યુ.

અમારા નાગલોક નો નાશ કર્યો ને એમાં અમારા કેટલાય વંશજો અભયસિહ ના લીધેમ રીગયા એ દિવસે મારા માતા પિતા કમલપૂર માં બાગમાં અમારુ શિવલિંગ હતું એ લેવા આવ્યા હતા ને અભયસિહ એ ગરમ લ્હાય જેવા પાણી થીમા રીનાખયા. અમારા પુરવજો ને નાગલોક ના નાશનું કારણ તમારા માતા પિતા હતા.

હવે અમે અમારો બદલો પૂરો કર્યો ને અંહી ફરીથી અમારુ નાગલોક બનશે ને એ વરસો જુનુ શિવલિંગ પાછુ અંહી સ્થપાશે. રાજા જયસિંહ આ બધી વાતો પહેલી વાર સાભળી રહયાં હતાં. એટલે એ પણ સમજી શકયા કે મારા પિતાજી એ નાગલોક સાથે બહુ ખરાબ કર્યુ. એની સજા મારા કુળ એ ભોગવી.

રાજા જયસિંહ રુપમતી ને કહે છે કે, હું હવે તમારો આખરી દુશ્મન છુ. હવે મને પણ આ શરીર થી મુકત કરો. રાણી રૂપમતી કયી બોલે એ પહેલાં નાગકુમાર એ જયસિંહ ને કપાળે ડંશ દીધો રાજા જયસિંહ પણમો તને ભેટ્યા. આખો મહેલ ને કમલપુર માણસો વગરનું થયી ગયું.

આમ ઈચ્છાધારી નાગકન્યા એ રાણી રૂપમતી બની ને પોતાના માતા પિતા ને નાગલોક નગરી ને છિન્નભિન કરનાર રાજા અભય સિંહ ના વારસદાર જયસિંહ નું ને એના કુળ નો નાશ કરી ને વેર લીધુ. કમલપુર ખંડેર બની ગયુ , ને પાતાળમાં વસ્તુ નાગલોક કમલપુર માં આવી ને વસ્યુ ને નાગ નગરી બની ગયુ.

સમાપ્ત…….

આ ઇચ્છાધારી નાગકન્યા નો છેલ્લો ભાગ હતો આશા છે કે તમને આ કહાની ગમી હશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૧૨ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.