જંગલમાં જેમ તેમ રાત પસાર કરીને મંત્રી અજમલ અને સૈ નિકો એ રાજા ની શોધખોળ શરૂ કરી. ચારેય દિશા મા સૈ નિકોને મોકલ્યા પણ રાજા નો કયાય પતો લાગતો નથી. બીજી બાજુ રાજા નાગલોક નગરી ને પરીલોક અને રૂપમતિ ને પરીલોક માની રહ્યા હતા, રૂપમતી ની સુંદરતા આગળ રાજા ઘેલા બની ગયા છે. રૂપમતી આગળ જયસિંહ લગ્ન નો પ્રસ્તાવ મુકે છે. નાગકન્યા એ જ ઈચ્છતી હતી કે રાજા જયસિંહ ના કમલપુર રાજ્ય જઇ રાજા ના મહેલ મા રહી પોતાના માતા પિતા અને ભાઇ નો બદલો લઇ શકે.
રાજા જયસિંહ અંચબિત થઈ ગયા હતા એમણે આવુ નગર અને આવી સુંદર કન્યા કદી જોઈ ન હતી. રાજા એ રૂપમતી ને પુછ્યૂ કે હુ એક હરણી પાછળ આવ્યો હતો એ ક્યા ગય એ આ જ બખોલ મા આવી હતી. રૂપમતી રાજા ને કહે છે કે એ અમારા પરીલોક ની હરણી છે એ વર્ષ મા એક વાર જ બહાર નીકળે છે.
રાજા જયસિંહ કહે છે કે રૂપમતી મારે એ હરણી જોઇ છે, કેમ કે હરણી પાછળ જ હુ અહી સુધી આવ્યો છું. રાજન એ શક્ય નથી, રૂપમતી તો જાણતી હતી કે પોતે જ હરણી નુ રૂપ લીધુ હતુ. એટલે રૂપમતી રાજા ને કહે છે કે રાજન તમારે હરણી જોઇ છે કે હુ?
રાજા જયસિંહ કહે છે ના પહેલા તમે, પરીલોક ની પરી મારી રાણી બનવાં તૈયાર હોય તો મારે બીજું કાંઈ ના જોઈએ. રુપમતી મારે 56 રાણી ઓ છે પણ તમારાં જેટલી સુંદર તો મે આ દુનિયામાં કોઈ સ્રી જોઈ નથી. રાણી રુપમતી ઈરછાધારી નાગકનયા હતી એટલે એણે બે મિનિટ માં તો લગ્નમંડપ તૈયાર કર્યો ને ને હજારો નાગ, નાગિન ને સુંદર સ્રી, પુરુષો બનાવી દીધાં ને રાજા નો હાથ પકડી ને રુપમતી મંડપમાં આવી. રાજા પણ ફુલયા સમાતા નહોતાં કે આજે એમને એક પરી સાથે લગ્ન કરી ને પોતાના રાજ્ય માં લયી જશે. હિન્દુ રિવાજ પ્રમાણે રાજા જયસિંહ ને રુપમતી ના લગ્ન થયી જાય છે.
આ બાજું સૈ નિકો શોધતાં શોધતાં જંગલમાં જયાં રાજા નો ઘોડો ચેતક બાંધેલો હતો ત્યા આવી પહોંચે છે ને, એકલા ઘોડા ને જોઈ મંત્રી અજમલ ને સૈ નિકો ગભરાઈ જાય છે ને આસ પાસ ના વિસ્તાર માં ઘનઘોર જંગલોમાં રખડપટ્ટી કરે છે પણ રાજા નો કોઈ પતો લાગતો નથી. એટલે અજમલ ને સૈ નિકો એમ માને છે કે રાજા ને કોઈ જંગલી જનાવર ખેંચી ગયું હશે એમ સમજી શોકાતુર મંત્રી ને સૈ નિકો ખાલી હાથે કમલપુર માં પાછાં ફર્યાં, ને મહેલ માં આવી ને બંને ભાઈઓ અને રાણીને બધી વાત વિગતે જણાવે છે.
રાણી મેનાવતી તો રડવા લાગે છે ને બન્ને ભાઈઓ તો માનવા તૈયાર નથી કે રાજા જયસિંહ ને કયી જ ના થાય, રાણી વાસ માં પણ ખબર પડે છે કે રાજા ને કોઈ જંગલી જનાવર ખેંચી ગયું, આ જાણી બધી રાણી ઓ કલપાત કરે છે. રાણી મેનાવતી બધા ને કહે છે…. માન્યા માં નથી આવતું કે રાજા સાથે કોઈ અનહોની બની હોય, એ રાજા ના ભાઈ ઓ ને જયાં થી ચેતક ઘોડો મળ્યો હતો ત્યા શોધવા માટે જવાનું કહે છે.
આ બાજું ઘોડો ચેતક જયાર થી જંગલમાં થી પાછો લાવ્યા ત્યાર નો હણહણાટી કરે છે, કારણકે ઘોડો સાપ ની ગુફા , એટલે કે નાગલોક નગરી માં રાજા ને અંદર જતાં જોયાં. ધોડો ચેતક આવનારની મુસીબત ને સુગી ને પામી ગયો હતો. રાજા ના ભાઈ ઓ કાફલા સાથે જંગલમાં જવા નીકડે છે.
નાગલોક માં રાણી રુપમતી ના લગ્ન જયસિંહ ચૌહાણ સાથે થયી જાય છે ને બન્ને ને સાત ઘોડા વાળો રથ કમલપુર રાજયમાં જવા માટે તૈયાર હોય છે, એ સાત ઘોડા નહી પણ સાત નાગ કુમાર હતા. રાણી રુપમતી ને બધાં ઈરછાધારી નાગલોક ના સગાં વહાલાં ગુફા ની બહાર સુધી મુકવા આવે છે. એક દીકરી ને વિદાય આપતાં હોય એમજ ઈરછાધારી નાગકનયા ને પણ વિદાય આપે છે. આ બાજું રાણીવાસ માં બધાં ચિંતિત હતા બધી રાણી ઓ ને રાજા ની ચિંતા હતી, ખાલી મોઘલ રાણી ઓ ખુબ જ ખુશ હતી કે છુટ્યા રાજા થી.
કમલપુર ને મહેલ માં સોપો પડી ગયો હતો એ જોઈને દક્ષમુનિ ને વરૂણ મુનિ રાણી મેનાવતી પાસે આવે છે ને શું થયું એમ પુછે છે? રાણી રડતાં રડતાં હકીકત જણાવે છે કે રાજા નો કોઈ પતો નથી. જંગલમાંશિ કારકરવા માટે ગયાં હતાં પણ પાછાં વળ્યા નથી. ધોડો એકલો મળી આવ્યો છે. દક્ષમુનિ ને વરૂણ મુનિ રાણી ને દિલાસો આપે છે ને રસોડા માં થી અગ્નિ મંગાવે છે ને નાનો કુંડ બનાવી બન્ને મુનિ ધ્યાન માં બેસે છે, ને થોડીવાર માં આંખો ખોલી ને કહેછે કે રાજા જયસિંહ સલામત છે ને કોઈ સુંદર કન્યા સાથે વિવાહ કરી ને અશ્રવરથ માં બેસી રાજય તરફ જ આવી રહ્યા છે.
રાણી મેનાવતી દક્ષમુનિ ને વરૂણ મુનિ ને પગ માં પડી આભાર માને છે, ને એ દિવસે જ રાણી ને બન્ને મુનિ ઓ ના સત ની ખબર પડે છે. રાણી મેનાવતી રાણીવાસ માં જયી બધી રાણી ઓ ને રાજા જયસિંહ નું સામૈયું કરવાં નો હુકમ આપ્યો ને એ પણ રાજા જયસિંહ ની 57 મી રાણી ના સ્વાગત ની તૈયારી ઓ માં લાગે છે.
રાણી મેનાવતી પણ ખુબ જ સુંદર હતા ને રાજા જયસિંહ મેનાવતી ને ખુબ પ્રેમ આપતાં એટલે, મેનાવતી ને તો એમ કે હમેશા ની જેમ કયાંક થી જીતી લાવ્યા હશે, આટલી રાણી ઓ પર એક વધારે ,ભલે આવતી. મંત્રી અજમલ ને રાજા ના ભાઈઓ હજી જંગલમાં પહોંચ્યા જ હતાં ને સામે રથ માં રાજા ને રાણી રુપમતી સાથે આવતાં જોઈ ચિંતા મુક્ત થયાં, ને મંત્રી ને સૈ નિકો ને પણ હાશ થયી કે રાજા સહી સલામત કમલપુર રાજયમાં પાછાં ફર્યાં છે.
રથ માં રાજા સાથે આવેલી રુપમતી કહે છે કે રાજન રથ ઉભો રાખો. કેમ રુપમતી…..કયી તકલીફ કે મારી કયી ભુલ? ના રાજન મારે તમારી પાસે થી એક વચન જોઈએ છે. શું વચન બોલો મારી પ્રિય રાણી? મને વચન આપો કે આપ રાજયમાં કોઈ પણ વ્યકતી ને નહી કહો કે હું પરીલોક ની પરી છું. મારું આ રહસ્ય રહસ્ય જ રાખવું પડસે. તમે જુઠું બોલી ગમે એ રાજ્ય નું નામ આપી દેજો ને બીજું એ કે હું બીજી રાણી ઓ સાથે નહી રહું, મારા માટે અલગ મહેલ જોઈશે જેમાં હું એકલી રહીશ, ને એ મહેલ તમારા મહેલ ની પાછળ ખુલ્લી જગ્યા માં જોઈ છે. હા આપ્યુ વચન તમે કહ્યુ એમ જ થશે.
રથ ચાલવા લાગ્યો ને સામે જ ભાઈ ને સૈ નિકો ને જોઈ ને રાજા જયસિંહ ખુશ થાય છે. રાજા ના રથ ની પાછળ બધાં ઘોડેસ્વાર કમલપુર રાજયમાં આવે છે , ને રાજય માં ગઢ ના દરવાજે ઢોલ શરણાઈ ઓ ગુંજી ઉઠે છે ને બધી રાણી ઓ સાથે મળીને રાજા નુ સામૈયું કરવાં આવે છે ને કમલપુર ની પ્રજા પણ રાજા જયસિંહ ચૌહાણ ની નવી રાણી ને જોવા આવે છે.
રાજા રથ માં થી નીચે ઉતરે છે ને રાણી રુપમતી ને હાથ પકડી ને ઉતારે છે. રથ જયાં થી આવ્યો હતો ત્યા જવા તરતજ પાછો વળે છે. રાજા ને રાણી નું મેનાવતી કંકુ ચોખા ને ફુલ થી સ્વાગત કરે છે. બન્ને ની આરતી ઉતારે છે ને રાજા રુપમતી ને ઘુંઘટ હટાવવા કહે છે. રાણી રુપમતી ને જોઈ ને બધા આભા જ થઇ જાય છે. રાણી રુપમતી નું રુપ તો જોરદાર હતું જ પણ એની આંખો હીરા ની જેમ ચમકતી હતી એ જોઈને બધાં ને નવાઈ લાગે છે કે આવી સુંદર આંખો તો જીંદગી માં બધા એ પહેલીવાર જોઈ.
મંત્રી અજમલ વિચાર માં પડી જાય છે કે આ આંખો ને કયાંક તો જોઈ છે. બહું વિચાર્યા પછી યાદ આવ્યું કે ,ઓહહહ આ આખો તો જંગલમાં રૂપેરી હરણી ની જોઈ હતી. બસ આ એજ આંખો છે. રાજા ના ભાઈ ઓ પણ નવાઈ પામે છે કે શું કોઈ સ્રી ની આંખો હીરા ની જેમ ચમકે? આમ બધા જ નવાઈ પામે છે ને રાજા રુપમતી ને લયી ને સિંહાસન પર બેઠાં ને મેનાવતી ના સિંહાસન પર રુપમતી ને હાથ પકડી ને બેસાડી.
આ જોઈ બધી રાણી ઓ ને નવાઈ લાગે છે ને ભાઈ ને પ્રજા પણ વિચારે છે કે જીંદગી માં પહેલી વાર આવું બન્યુ છે રાજા જયસિંહ રાણી મેનાવતી સીવાય બીજી કોઈ પણં રાણી ને આ જગ્યા આપી નહોતી. રાણી મેનાવતી આ જોઈને દુ:ખી થાય છે પણ બધા ની સામે રાજા ને કયી કહી શકતાં નથી એટલે એ ગુસ્સે થઈ ને ત્યા થી નીકળી રાણીવાસ માં જતાં રહે છે. ને રાજા જયસિંહ ચૌહાણ સુંદર પરી રાણી બની એના માટે આખા કમલપુર રાજયમાં ઉત્સવ રાખે છે.
રાજા ખુબ જ ખુશ હોય છે ને પ્રજા પણ નવી રાણી ને જોવા માટે ઉમટે છે રાણી રુપમતી ની આંખો ની વાત વાયુવેગે પ્રસરી રહી છે, ને વાતો સાંભળી ને દક્ષમુનિ ને વરૂણ મુનિ ને પણ નવી રાણી ને જોવા ની ઉત્કટતા થાય છે એટલે બન્ને મુનિ પણ રાજમહેલમાં જ્યાં સભા ભરાઈ હતી ત્યા આવે છે, ને રાજા જયસિંહ ઉભા થયી બન્ને મુનિ ને પ્રણામ કર્યા અને રુપમતી ને પણ પગે લાગીને આશીર્વાદ લેવાનું કહ્યુ.
રાણી રુપમતી મુનિને જોઈ ને સમજી જાય છે કે આ તો અઘોરપંથી સિધ્ધ પુરુષ છે એટલે રાણી દુર થી જ પ્રણામ કર્યા અને સિંહાસન પર બેઠાં. દક્ષમુનિ ને રુપમતી ની નજર એક થયી ને દક્ષમુનિ ને ઝટકો લાગ્યો, ને વરૂણ મુનિ ને ઈશારો કરી રુપમતી ની આંખો માં જોવા કહ્યુ એટલે વરુણ મુની એ કૂતુહલવશ થયી નજર કરી તો એમને પણં ઝટકો લાગ્યો.
વરુણ મુની એ દક્ષમુનિ નો હાથ પકડી જલદીથી ઉતારે આવી ગયા રાણી રુપમતી ની નજર બન્ને મુનિ તરફ જ હતી. એ ઈરછાધારી નાગ કન્યા રુપમતી સમજી જાય છે કે , અઘોરપંથી મુનિ મને ઓળખી ગયાં છે, કયીક કરવું પડશે નહીતર આટલાં વરસો પછી વે રલેવાનો મોકો મળ્યો છે. દક્ષમુનિ ને વરૂણ મુનિ ઉતારે આવી ગયાં, દક્ષમુનિ આ કોઈ સાધારણ સ્ત્રી નથી. આ મનુષ્ય નો અવ તાર ધારણ કર્યો હોય એવું લાગે છે. હા મને પણ ઝટકો લાગ્યો એની નજર થી આ કોઈ અપશુકન ના એંધાણ વર્તાય છે.
આપણે રાજા જયસિંહ નું અન્ન ખાધું છે. એટલે આવનાર મુશ્કેલીઓની થી એમને આગાહ કરવાં જોઈએ. ના દક્ષમુનિ આપણે હજી ચોક્કસ કંઇક જાણતાં નથી એટલે આપણાં થી રાજા જયસિંહ ને રુપમતી વિશે કયી ના કહી શક્યી. હા આપણે શુકમુનિ ને સંદેશો કહેવડાવી એ શુકમુનિ રુપમતી ને જોઈ ને એની ઓળખી જશે. હા એમ જ કરીશું. આ બાજું નાગલોક નગરી ની ઈરછાધારી નાગકનયા મુનિ ના ઇરાદા ને સમજી જાય છે.
રાજા જયસિંહ તત્કાલ, એમનાં મહેલ ની પાછળ ખુલ્લી જગ્યા માં એક સુંદર મહેલ બનાવડાવે છે, કેમ કે રુપમતી દિવસ માં બે વાર પોતાના અસલી સ્વરુપ માં ફરજિયાતપણે આવું પડે એવો નાગલોક નો નિયમ હતો. મહેલ બની રહ્યો હતો ત્યારે જ રુપમતી એક ભોયરુ બનાવે છે ને એ ભોયરા માં સુરંગ બનાવે છે એ રસ્તો સીધો જંગલમાં નાગલોક માં જતો હોય છે જેથી રુપમતી નાગલોક ના સંપર્ક માં રહી શકે.
રાજા જયસિંહ ચૌહાણ રાણી રુપમતી ની સુંદરતા જોઈ લયી તો આવ્યા પણ લાંબુ કયી વિચારયુ જ નહી. રાજા ને ક્યા ખબર હતી કે પોતાના હાથે વિના સ કરવા માટે નાગણ ને લયી આવ્યો હતો.
હવે રાજા જયસિંહ ના જીવન માં શું મોડ આવે છે એ જાણવા માટે વાંચજો ભાગ – ૩ જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.
– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)