ઇચ્છાધારી નાગકન્યા ભાગ 3 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
425

રાજા જયસિંહ ચૌહાણ નો આનંદ આજે સમાતો નથી. મહેલ માં ઉત્સવ નો માહોલ સર્જાયો છે ને ત્યા રાણીવાસ માં રાણી મેનાવતી ચોધાર આંસુએ રડી રહ્યા છે, ને બે ચાર રાણી એમની સખી સમાન હતી એ એમને સાંત્વના આપી રહી હતી. સખી રાધા કહે છે કે, મેનાવતી રાજા ભલે ને ગમે તેને રાણી કરી લયી આવે પણ મુખ્ય રાણી તો તમે જ છો. તમે તો જાણો જ છો કે ગમે એવી રુપસંદરી હોય પણ તમારાં તોલે કોઈ ના આવે.

તારી વાત સાચી સખી મને ખોટું એ વાત નું નથી લાગ્યુ, ખોટું મને એટલે લાગી આવ્યુ કે રાજા એ મારા પદે, મારા સિંહાસન પર એ રુપમતી ને બેસાડી, હું આ કદી નહી સહન કરી શકું. મારી જગ્યા ગમે તે સ્રી લયી જાય તો મારી કિંમત શું? સખી હું એ કદી નહી ચલાવી લવું.

બીજી સખી પ્રતિમા બોલી કે, મેનાવતી યાદ છે તમને જ્યારે રાજા પેલી મોઘલ રાણી ઓ, શબનમ ને નાઝિયા ને લયી આવ્યા ત્યારે એમણે એવું જ કરેલું ને પછી ચાર દિવસ પછી કયી નહી હોય ને અત્યારે તો એ મોઘલ રાણી ઓ ના મહેલ માં જોવાં પણ નથી જતા. હા તારી વાત સાચી પ્રતિમાને મેનાવતી એ કહ્યુ. સખી એક વાત કહેવાની તમને રહી ગયી છે, શુ વાત સખી?

આ તો એ મુઘલ રાણી ઓ ની વાત નીકળી એટલે યાદ આવ્યુ કે એ બે રાણી ઓ ચારિત્ર્યહીન છે. મે મારી સગી આંખે જોયું. આપણાં રાણીવાસ ના રસોડામાં ક્યારેય મદદ માં ના આવતી એ શબનમ ને નાઝિયા. જયાંર થી દક્ષમુનિ ને વરૂણ મુનિ રાણી વાસ માં આવ્યા છે એ દિવસ ની એ બન્ને મુઘલ રાણી ઓ રોજ ભોજન થાળ આપવાં એ બે જ જાય છે ને કાલે તો એમણે હદ કરી નાખી. થાળ પાછો લેતી વખતે બંને મુનિ ઓ ને સ્પર્શ પણ કર્યો.

મે જોયું એ વખતે દક્ષમુનિ ને વરૂણ મુનિ ખુબ જ ચિંતિત થયી ગયાં હતા, ને ગુસ્સા માં એમનાં ઉતારે જતા રહ્યા હતાં, ને એ આખી રાત મુનિ ઓ ના મહેલ માં દીવા ચાલુ હતા, મતલબ કે એ આખી રાત ઉંઘયા નહોતાં. દક્ષમુનિ ને વરૂણ મુનિ એ બન્ને તો સિધ્ધ પુરુષ છે ને અઘોરપંથી છે એ કદી નારી ને હાથ પણ ના લગાવે ને એ બે નફ્ફટ મુઘલો કોઈ મોટી મુસીબત ઉભી ના કરે તો સારું છે.

આ બાજું કાલ રાત થી દક્ષમુનિ ને વરૂણ મુનિ બહું મુંઝવણ માં હતાં, એટલે એક સૈ નિક ને જંગલમાં ગુરુજી ના આશ્રમમાં સંદેશો આપ્યો કે બહું જરુરી કામ છે જલ્દી પધારો. એ ઘોડેસ્વાર જંગલમાં દક્ષમુનિ નો સંદેશો આપી આવે છે. ગુરુજી શુકમુનિ એ આવેલ સૈ નિકો ને પુછ્યુ કે કમલપુર રાજયમાં બધું કુશલ મંગલ તો છે ને? હા ગુરુજી, હાલ તો આનંદ નો ઉત્સવ ચાલી રહયો છે, અને સૈ નિકો એ બનેલી ઘટનાં કહી ને કહ્યુ કે, કોઈ ને ખબર નથી કે નવી રાણી કયા રાજ્ય માંથી લયી આવ્યા છે.

તમે જાઓ હું સાંજે આવું છું. સૈનિકો ગુરુજી ને વંદન કરીને નીકડે છે.

રાણી રુપમતી ને દક્ષમુનિ ને વરૂણ મુનિ પર શંકા થાય છે કે, જો આ સાચાં અઘોરપંથી સિધ્ધ પુરુષ હશે તો મને ઓળખી જશે એટલે બને ત્યા સુધી એમની નજર માં આવવું જ નથી. એમ વિચારે છે , ને સો થી પહેલું કોને શિ કાર બનાવવું એમ વિચારે છે. સાંજે શુકમુનિ એમનાં શિષ્યો સાથે કમલપુર માં આવે છે ને રાજા જયસિંહ ખુશ થઈ ગુરુજી ના આશીર્વાદ લે છે ને રુપમતી ને પણ આશીર્વાદ લેવાનું કહ્યુ, રાણી રુપમતી એ ઘુંઘટ ઓઢી ને ગુરુજી ના પગ ને અડકયા વિનાં જ દુર થી વંદન કરે છે ને તરત જ મહેલમાં જતાં રહે છે.

રાજન ક્ષેમ કુશળ તો છો ને, આ નવા રાણી કયારે પરણી લાવ્યા? બસ ગયી કાલે જ ગુરુજી…… રાજાને વધારે સવાલ તો પુછાય નહી એટલે શુકમુનિ દક્ષમુનિ ને વરૂણ મુનિ ને મળવા એમના કક્ષ માં આવે છે ને બન્ને મુનિ ગુરુજી ની ચરણરજ લે છે. શિષ્યો આમ અચાનક બોલાવવાનું કોઈ કારણ?
વરુણ મુનિ ઉભાં થયી ને કક્ષ નો દરવાજો બંઘ કરી દીધો ને કહ્યુ, ગુરુજી કમલપુર રાજયમાં ને રાજા પર હવે સંકટનો સમયગાળો આવશે , ને હું અને દક્ષમુનિ પણ અહી સુરક્ષિત નથી. રાજ ની 56 રાણી ઓ માં બે રાણી મોઘલ કુળ ની છે , ને એ બન્ને સાવ હલકટ, નિર્લજ્જ છે , એમણે અમારું તપ ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, એટલે અમે બહું ચિંતા માં છીએ…… ને હા બીજી મોટી વાત એ કે ગુરુજી કે આપ નવી રાણી ને મળ્યા? હા મળયો ને આશીર્વાદ પણ આપ્યા. તમે એ રાણી મા ની આંખો જોઈ? ના કેમ? રાણી મા એ ઘુંઘટ કર્યો હતો. હમમમ….તો એ સમજી ગયી હશે કે એ મનુ સત્ય સામે આવી જશે. કેમ શિષ્ય એવી તો શુ વાત છે? ગુરુજી એ સ્રી ની આંખો હીરા ની જેમ ચમકતી હતી. એના થી મારી નજર મળી તો મને અને દક્ષમુનિ પણ ઝ ટકો લાગ્યો.

મતલબ? ગુરુજીએ પૂછ્યું.

ગુરુજી એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે એ સ્રી પણ નથી. એટલે ગુરુજી ધ્યાન માં બેસે છે, ને સ્પષ્ટ કયી જોઈ શક્તા નથી. પણ કયીક છળકપટ તો છે જ…….. શુકમુનિ રાજા જયસિંહ પાસે જાય છે ને કહે છે કે રાજન નવી રાણી નું રાજય ને કુળ કયું?

ને બે હાથ જોડીને રાજા કહે છે કે ગુરુજી રાણી એ લગ્ન પહેલાં વચન લીધું છે ને હુ વચન થી બંધાયેલો છું. એ વાત સાચી રાજન. પણ ધ્યાન માં બેસી ને જોયું તો કોઈ ગુઢ સમસ્યા આવી હોય એમ લાગે છે, બસ ચેતી ને ચાલજો. રાજા ગુરુજી ને વંદન કરીને કહ્યુ કે, આપનાં આશીર્વાદ છે ત્યા સુધી કમલપુર રાજયમાં કોઈ આફત ના આવે.

સારું ત્યારે હું રજા લવું. ને બીજું એ કે દક્ષમુનિ ને વરૂણ મુનિ નુ રહેઠાણ બદલી આપજો, શિષ્યો ને અનુકુળ નથી લાગતું, રાણી વાસ થી દુર, ભલે એક રુમમાં પણ ચાલશે , સાધુસંતોને મહેલ માં માફક આવે જેવી આપની આજ્ઞા ગુરુજી. ગુરુજી જંગલમાં જવા નીકડે છે ને રાજા રુપમતી ના મહેલ માં જાય છે, ને રુપમતી ને કહે છે કે મારી પરી જેવી સુંદર આ દુનિયામાં કોઈ સ્રી જોઈ નથી. પણ રુપમતી સાધુ શુકમુનિ એ તમારા વિષે જાણકારી આપવા માટે કહ્યુ.
તો શું તમે આપી દીધી? રાજન યાદ છે ને વચને બંધાયેલા છો. હા મારી પરી રાણી હું વચન તો નિભાવીશ. આપ ચિંતા ના કરો પણ ગુરુજી મને ચિંતા માં નાખી ને ગયાં.

કેમ શુ થયું? ગુરુજી એ એમ કહ્યુ કે કોઈ મોટી આફત ના એંધાણ વર્તાય છે તો ચેતી ને રહેજો એવું કહી ગયાં. ઓહ….તમે ચિંતા ના કરો રાજન હું છું ને , મારા જેવી આકાશ ની પરી ના કુમ કુમ પગલાં તમારાં મહેલ માં ને તમારા જીવનમાં પડ્યા છે તો કયી જ અશુભ ના થયી શકે. રુપમતી ની વાત સાંભળી ને રાજા જયસિંહ ખુશ થઈ ગયાં.

રાણી રુપમતી વિચારવાં લાગી કે શુકમુનિ એ રાજમહેલમાં બોલવા માટે ચોક્કસ દક્ષમુનિ ને વરૂણ મુનિ એજ બોલાવ્યા હશે, આ બન્ને નું કયીક કરવું પડશે. આ બાજું રાણીવાસ માં થી દક્ષમુનિ ને વરૂણ મુનિ મહેલ ની બહાર મહેલ મા રહેવા જાય છે ને જમવાનું આપવાં માટે , પહેરેદાર તૈનાત કરવામાં આવ્યાં જેથી બન્ને મુનિ ઓ ને શાંતિ થયી, હવે એ વિના સંકોચ શાંતિ થી રહેવા મળ્યુ ને શબનમ બાનું ને નાઝિયા બાનું થી છુટકારો મળ્યો ને રાજકુમાર ને રાજકુંવરી નું શિક્ષણ કાર્ય પુનઃ ચાલુ થઈ ગયું.

રાણીવાસ માં મોઘલ રાણી ઓ ના ઇરાદા પર પાણી ફરી વળ્યું. એમની ઈરછા તો એવી હતી કે બન્ને મુનિ ને પ્રેમ જાળ માં ફસાવી ને એમને લયી કયાંક દુર ભાગી જવું. શબનમ એ નાઝિયા બાનું ને કહ્યુ ચિંતા ના કરો ખાલા તમને ખબર છે જયારે યુ ધના સમયે તકલીફ પડે તો રાણી ઓ અને કુમારો ને ભાગવા માટે ભોયરુ બનાવ્યું છે, એ ભોયરા માં સુરંગ થી આપણે જંગલ માં નીકળી સકીશુ ને ત્યા થી મહેલ મા પહોંચી જઈશું. બોલ કેવો છે મારો વિચાર?

મસ્ત ખાલા …..મેં તો જ્યાર થી દક્ષમુનિ ને જોયાં છે ત્યારથી, હું એની દિવાની થયી ગયી છું. હા મારી પણ એ જ હાલત છે, કોઈ પણ કિંમતે, વરુણ મુની ને પામી ને જ રહીશ આમ સપનાં જોયાં કરે છે. ને આ બાજું રાણી રુપમતી દરવાજો બંઘ કરી ને પોતાના નાગિન રુપ માં આવે છે ને ક્યાથી શરુઆત કરવી એ વિચારે છે.

હવે રાજા જયસિંહ ના જીવન માં શું મોડ આવે છે એ જાણવા માટે વાંચજો ભાગ – ૪ જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)