ઇચ્છાધારી નાગકન્યા ભાગ 5 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
773

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૪ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

પરબતસિહ નીલાવતી ની વાત સાંભળી ને ઘડીભર વિચાર માં પડી જાય છે ને પછી એમ વિચાર્યું કે, કદાચ સહદેવ ના અચાનક જવાથી નીલાવતી ના મગજ માં અસર થયી લાગે છે. સવારે વહેલાં ઊઠીને બાથરૂમ માં સ્નાન કરવા માટે ગયી હશે ને લપશી ને પડી ગયી હોય તો કદાચ બેભાન થયી ગયી હશે.

કદાચ માથાં માં ઈ જા થઈ હોય તો આવું વર્તન કરતી હશે ને રાત વાળી વાત કદાચ ભુલી ગયી હોય એવું બની શકે છે. હું પણ કયા ખોટાં વિચારો માં પડી ગયો, એમ વિચારી ને પરબતસિહ શાંત થયી જાય છે. રાણી રુપમતી પોતાનો ભાઈ જીવે છે ને પોતાની નજીક માં જ છે એ જાણીને આનંદ થયો ને માતા પિતા ના શરીર પણં એની સામે જ છે. ને બસ પુનમ ની રાત ની રાહ જોઈ રહી છે.

હવે બસ ભોયરુ માં આવેલી કાળ કોટડી નો રસ્તો રાજા જયસિંહ પાસે થી જાણી લવ. રુપમતી રાજા જયસિંહ ની રાહ જુએ છે. થોડી વાર પછી રાજા જયસિંહ શયનકક્ષ માં આવે છે ને રાણી રાજા સાથે વાતે વળગે છે ને વાત વાત માં રાજા ને પુછ્યુ કે, રાજન આપણાં મહેલ માં ગુનેગાર ને રાખવાં માટે કોઈ કાળ કોટડી કેમ નથી? રાજા કહે છે. છે ને રુપમતી…… બોલો કોઈ દુશ્મન હોય તો?

હાલ તો કોઈ નથી. રાજન કયાં આવી એ જેલ? નીચે મહેલના ભોંયરામાં. ઓહહહ કયાં છે એનો રસ્તો? તમે જાણી ને શું કરશો રાણી? બસ એમ જ કહો ને રાજન ….. રસોઈ ઘર માં સામગ્રી રુમમાં થી એનો દરવાજો ખુલે છે, પણ હાલ ત્યા કોઈ છે નહી એટલે એ દરવાજો વરસોથી ખુલ્યો નથી, તમારે જોવી હોય તો હું તમને લયી જયીશ કાલે. ના ના રાજન મારે નથી જોવી…. આતો ખાલી એમ જ વિચાર આવ્યો એટલે પુછી લીધું.

રુપમતી રાજા જયસિંહ ને નિ દ્રા વિ ષ આપી ને બેભાન કરી નાખે છે ને પછી પોતાના અસલી સ્વરુપ માં આવે છે ને સડસડાટ કરતી નાગિન રસોઈ ઘરમાં જાય છે ને સામગ્રી રુમ શોધી કાઢ્યો. હથોડી ના એક જ ઝાટકે તાળુ તોડી નાખે છે. લાંબી સુરંગ નો અંત આવતો નથી. થોડી વાર માં કયીક પ્રકાશ તરફ જોયું તો એ કાળ કોટડીમાં પહોંચી જાય છે, ઘણાં વર્ષો સુધી બંધ હોવાથી ત્યા ઘાસ ઉઘી નીકળ્યું હતું ને કયાંક થી પ્રકાશ આવી રહ્યો હતો.

રુપમતી છેક અંદર આવી ને જુએ છે તો એક નાગ શાંતિ થી આરામ કરતો હતો. રુપમતી રાણી ના રુપ માં આવે છે ને કહે છે કે ભાઈ નાગકુમાર. નાગ એની ફેણ ચઢાવે છે ને સાવઘ થયી જાય છે. મને ના ઓળખી ભાઈ? એમ બોલી એ એનાં અસલ સ્વરૂપ માં આવે છે ને નાગ કન્યા માં થી નાગ બને છે. એ જોઈને નાગ ખુશ થઈ જાય છે ને બંને ભાઈ બહેન એક બીજા ને વીંટળાઈ વડે છે ને માતા પિતા ને યાદ કરીને રડે છે.

પછી રુપમતી ભાઈ નાગકુમાર ને બધી વાત કરે છે ને કહે છે કે હું અહી કમલપુર રાજયમાં રાજા જયસિંહ ચૌહાણ ના કુળ નો નાશ કરવા આવી છું. ને રાજા જયસિંહ ની રાણી બની ને મહેલ માં રહું છું. અહી આવી ને પરબતસિહ ને મારી જાળ માં ફસાવીને તમારા વિષે જાણકારી લીધી.

મને તો એમ કે તમે પણ રહ્યા નથી. પણ તમે અહીં મારી નજીકમાં જ છો એ જાણી ને હું ખુશ થઈ ગઈ, ને એ પરબતસિહ એ તમને કેદ કર્યા હતાં ને મે એના કુમાર સહદેવ ને પ્રથમ શિ કાર બનાવી દીધો. હવે તમે પણ રુપ બદલી મહેલ માં જ રહો તો આપણે બન્ને ભાઈ બહેન મળીને એક એકનો અંત લાવીએ.

હા બેન એ અભયસિંહ એ આપણાં માતા પિતાને ખત રનાકમો તઆપ્યુ હતું. ભાઈ આપણાં માતા પિતા આપણી નજીકમાં જ છે, શું? હા રાજા જયસિંહ ના ગુરુજી ના કહેવાથી મહેલ ના બાગ માં જ એમનાં શરીર સમાધિ માં સાચવીને રાખ્યા છે. ઓહહહ ભગવાન શંકર એ આ તો બહું સરસ કર્યુ. ભાઈ સવાર પડે એ પહેલાં આપણે અહીં થી નીકળી જવું પડશે ને તમે કોનું રુપ લેશો?

ના બહેન પહેલા તો હું આપણાં નાગલોક નગરી માં જયીશ ને શિવ મંદિર માં દર્શન કરી ને પછી. કોઈ અજાણ્યો કામ શોધતો હોય એવી રીતે આવીશ. રાજા જયસિંહ ને કહીશ કે ભુલો પડયો છું ને હું બધી વિધા નો જાણકાર છૂ ને મને આશરો આપો. આમ કહી રાજા નો અંગત માણસ બની જયીશ. સરસ ભાઈ તો ચાલો આપણે બધાં જાગે એ પહેલાં નીકળી જયીએ, ને હા ભાઈ તમે બે જ દિવસમાં પાછાં આવજો હું આ મનુષ્યલોક માં સાવ એકલી પડી જવ છું.

બંને સડસડાટ કરતાં બહાર આવે છે ને દરવાજો હતો એમ બંધ કરી ને બાગ માં સમાઘી પાસે આવે છે ને માતા પિતાને યાદ કરી રડે છે. નાગકુમાર બે દિવસ માં પાછો આવવાનો વાયદો કરી સડસડાટ મંઝીલ તરફ આગળ વધે છે ને નાગલોક નગરી માં પહોંચી જાય છે. ને કુમાર ને પાછો આવેલો જોઈ નાગલોક માં આનંદ છવાઈ જાય છે.

શિવ મંદિર માં જયી ને આશીર્વાદ લે છે. રાણી રુપમતી પોતાનાં રાણી સ્વરુપ માં આવે છે ને રાજા જયસિંહ ની પાસે સુઈ જાય છે. રાણી મેનાવતી આજકાલ બહુ દુ:ખી રહે છે, રાજા જયસિંહ કામ સિવાય રાણી વાસ માં બહું જતાં નથી. મેનાવતી ના મનમાં એક શંકા છે કે રાજા ગમે એવી સુંદર કન્યા હોય પણ એ કોઈ ની પાછળ પાગલ ના થતાં. તો આ રુપમતી ની સુંદરતા જોઈ કેમ ભાન ભુલયા છે. કયીક તો જતર મતર લાગે છે.

રુપમતી એ આજે નાગકુમાર ને એવી કાળ કોટડીમાં આટલાં વર્ષો તકલીફ માં કાઢ્યા છે ને એનો જવાબદાર પરબત સિંહ….. આજે રાત્રે પરબત સિંહ ને નીલાવતી બન્ને નો એક જ સાથે વારો ને રાણી રુપમતી રાત ક્યારે પડે એની રાહ જુએ છે. દિવસે મેનાવતી રાણી રુપમતી ના મહેલ માં જાય છે ને રુપમતી મેનાવતી ને જોઈને નવાઈ પામે છે ને પુછે છે કે, મોટા બેન કેમ આવવું થયું?

બસ એમ જ તને મળવા ની ઈરછા થયી એટલે ને રુપમતી પણ ખુબ ખુશ થયી હોય એવું નાટક કરે છે, ને મેનાવતી ની નજર માં નજર નાખી ને મેનાવતી પર નાગ વશીકરણ કરી નાખે છે, એટલે મેનાવતી પણ રાજા જયસિંહ ની જેમ રુપમતી ને સગી બહેન ની જેમ માને છે. હસી હસી ને વાતો કરે છે ,ને રાજા જયસિંહ બંને રાણી ઓ ને આમ પાસે બેસી ને ખુશ જોઈ ને રાજા કહે છે ઓહો આજ તો સોના નો સુરજ ઉગ્યો છે. મારા મહેલમાં મારી વહાલી બે રાણી ઓ ને સાથે જોઈને હું ખુશ થયો. હસતાં હસતાં રુપમતી એ મેનાવતી ને કહયૂ કે મોટી બેન આજે રાજન રાત્રે તમારાં કક્ષ માં રોકાશે. આપણે તો હવે સગી બહેનો જ છીએ એટલે એમ કહી બન્ને રાણી ઓ હસી પડે છે.

રાણી રુપમતી ઊભી થયી પોતાના કબાટમાંથી એક સરસ મજાનું હીરા જડીત કુરતિકાપડુ આપે છે ને કહે છે કે, આજે આ પહેરી તૈયાર થજો. રાણી મેનાવતી એ કપડાં જોઈ અંજાઈ જાય છે…. કેમ કે એ કોઈ સામાન્ય કપડું ના હતું. મેનાવતી રુપમતી ને ભેટી પડે છે ને કહે છે કે….સુંદર…..અતિ સુંદર છે ને એ કપડાં લયી પોતાના કક્ષ માં આવે છે. મેનાવતી ગયી હતી રુપમતી નું રાજ જાણવાં ને પોતે જ એના થી અભિભૂત થઇને આવી. રાત્રે મેનાવતી એ કપડાં પહેરી ને સરસ શૃંગાર કરે છે.

રુપમતી રાજા જયસિંહ ને મેનાવતી ના કક્ષ માં મોકલે છે ને રાજા જયસિંહ પણ રુપમતી નો સ્વભાવ કેટલો સરસ છે ને કેવી સારી રીતે બધાં માં ભળી ગયી છે. રાજા મેનાવતી ના કક્ષ માં આવે છે ને મેનાવતી ને પહેરેલાં કપડાં માં સુંદર લાગે છે ને કહે છે કે આજે તો મેનાવતી રાણી તમે જુદા જ લાગો છો. હા રાજન આ કપડાં માં કયીક અજાયબી છે હુ પોતે કયાર ની આયનામાં એજ જોઈ રહી છું….

રાજન રુપમતી તો ખરેખર બહું જ સારી છે હું એને આજ સુધી ના સમજી શકી ને આજે તો હું એની સાથે ઝગડો કરવાનાં ઈરાદા થી ગયી હતી ને એનો સ્વભાવ જોઈ ને હું ખુશ થઈ ગઈ. રાણી મેનાવતી ને રાજા સુંદર રાત્રી ને માણે છે ને રુપમતી રાત્રે એક વાગે પોતાના અસલી સ્વરુપ માં આવે છે ને બારી માંથી નીકળીને પરબત સિંહ ના મહેલ માં આવે છે.

રુપમતીએ પહેલા લીલાવતી ને પગ ના તળીયે ડંખ માર્યો. ને રાણી ના મોઢાં મા થી ચીસ પાડે છે ને પરબતસિહ જાગી જાય છે ને પલંગમાં ફેણ ચઢાવી ને નાગ ને જુએ છે ને ભાગવાની કોશિશ કરે છે, પણ રુપમતી પરબત સિંહ ને કપાળે ડંખ ઉપર ડંખ મારે છે. ભાઈ નાગકુમાર ને આટલા વરસો કેદ માં રાખ્યો એની દાઝ કાઢે છે.

દુશ્મન ને તરફડતો જોઈ ને રુપમતી બની જાય છે ને અટહાસય કરે છે….. પરબતસિહ રુપમતી ને નાગ રુપ માં જોઈ ને ચીસો પાડે છે ને બે મીનીટ માં એ ને લીલાવતી દુનિયા છોડે છે. રુપમતી એનાં અસલી સ્વરુપ માં આવે છે ને સડસડાટ કરતી એના કક્ષ માં જતી રહે છે ને રુપમતી બની ને સુયી જાય છે. સવારે ઉઠીને તૈયાર થઈ રુપમતી રાણીવાસ માં જાય છે ને મેનાવતી ને રાજા ની સાથે બેસી ને વાતો કરે છે.

સવાર ના દશ વાગ્યા તોય પરબત સિંહ ને ના જોતાં પહેરેદાર કક્ષ નો દરવાજો ખખડાવે છે પણં અંદર થી કોઈ અવાજ આવ્યો નહી એટલે મંત્રી અજમલ ને બોલાવ્યા ને કહ્યુ કે, પરબતસિહ કક્ષ નો દરવાજો નથી ખોલતાં એટલે અજમલ પણ દરવાજો ખખડાવે છે પણં અંદર થી કોઈ અવાજ આવ્યો નહી એટલે મંત્રી અજમલ ને ચિંતા થવા લાગી ને સૈ નિક ને રાણીવાસ માં જયસિંહ ને બોલાવા મોકલ્યો ને પહેરેદાર ને ભાલા વડે દરવાજો તોડી નાખવાનું કહ્યુ.

સૈ નિક ને રાણી વાસ માં જોઈ રાજા જયસિંહ ગુસસે થયી જાય છે ને કહે છે કે એવું શું કામ પડયું કે છેક રાણી વાસ માં આવી ગયો. ક્ષમા રાજન….. પરબતસિહ દરવાજો નથી ખોલતાં તો મંત્રી અજમલ ને સૈ નિકો દરવાજો તોડે છે આપ જલદી ચાલો….. સૈ નિક ની વાત સાંભળી ને રાજા ચિંતિત થયી જાય છે ને રાણી મેનાવતી ને રુપમતી પણ ફટાફટ રાજા ની સાથે પરબતસિહ ના કક્ષ માં આવે છે. મજબુત ને તોતિંગ દરવાજો પરાણે તૂટે છે.

બન્ને કમાડ ઉચકીને એક બાજું મુકે છે ને રાજા જયસિંહ ને મેનાવતી ને અજમલ ને સૈનિકો બધાં અંદર પરબત સિંહ ને નીલાવતી બન્ને ને જોઈ ને ગભરાઈ જાય છે ને રાજા પલંગમાં બેસી જાય છે ને ભાઈ પરબત નું માથુ ખોળામાં લયી કલપાત કરે છે. પરબતસિહ ના કપાળ પર અસંખ્ય સર્પ ડંશ જોઈ ને બધાં દંગ રહી જાય છે.

બન્ને ના શરીર લીલા કાચ જેવાં થયી ગયાં છે, ને મહેલ માં બધા ગભરાઈ જાય છે. રુપમતી ને મેનાવતી રાજા ને પરાણે સંભાળે છે, આખા કમલપુર માં ખબર વાયુ વેગે પ્રસરી ગઈ….. કે નાગિન ના વેર ની શરુઆત થઈ ગઈ. દશ દિવસ માં ત્રણ જીવ ગયા. પાઠશાળા માં દક્ષમુનિ ને વરૂણ મુનિ પણ દોડી ને આવે છે ને પરબતસિહ, નીલાવતી નું આવુ કરુણ મોત જોઈ એ પણ ભયભીત થયી જાય છે.

રાણી રુપમતી ને પણ ત્યા જોઈ એટલે વિચાર માં પડી જાય છે. એ બંને ને વિચારતાં જોઈ રુપમતી એક નજર એમની સામે જુએ છે ને બન્ને મુનિ ને ઝાટકો લાગ્યો ને ગભરાઈ ને ત્યા થી નીકળી જાય છે, ને એક માણસને શુકમુનિ ને શોક સમાચાર આપવા આશ્રમમાં મોકલે છે. કમલપુર રાજયમાં દુ:ખ ના વાદળો છવાઈ ગયાં છે. રાણી વાસ માં સોંપો પડી ગયો છે ને બધી રાણી ઓ ને પોતાના કુંવર ને કુંવરી ની ચિંતા થાય છે. થોડી વાર માં જ શુકમુનિ આવે છે ને પરબતસિહ ના કપાળ પર અસંખ્ય સર્પ ડંશ જોઈ ને કહે છે કે રાજન મે તમને કહ્યુ હતું ને, પૂર્વજો એ કરેલાં કર્મો નું વેર લેવા નો સિલસિલો શરૂ થયી ગયો છે…..

પણ ગુરૂજી હૂ શું કરૂં?

આનો ઈલાજ શું?

આમ વરસો પછી અચાનક જ વેર લેવા ક્યાથી આવ્યા?

હશે રાજા હવે વિધી ના લેખ ને કોઈ બદલી શકતું નથી. મંત્રી અજમલ ને મહેલ ના માણસો અંતિમ યાત્રા ની તૈયારીઓ કરે છે. એક સાથે પતિ પત્ની ની સાથે જ સ્મશાન યાત્રા નિકળે છે. જનક સિંહ ને જયસિંહ. પરબતસિહ ને લયી જવા દેતાં નથી, ને કલપાત કરે છે.

શુકમુનિ પરાણે શાંત પાડે છે ને છેવટે અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ને આખું કમલપુર રાજયમાં હાહાકાર મચી ગયો છે બધાં ને હવે સાપ નો ડર લાગે છે. રાજા પોતાના ભાઈ ને અગ્નિ દાહ આપે છે ને…..બંને પતિ પત્ની પંચભૂત માં ભળી જાય છે ને બધાં મહેલ માં પરત ફરે છે. ને શુકમુનિ રાજા ને કયીક નિવારણ શોધી કાઢું છું એવું આશ્રવાસન આપી આશ્રમમાં આવે છે. આમ કમલપુર રાજયમાં ઈરછાધારી નાગકનયા એ વેર લેવાનું ચાલું કરી દીધું છે ને બધાં ની સાથે મહેલ માં રહે છે પણ કોઈ ઓળખી શકતું નથી.

હવે નાગ કન્યા નો શિ કાર કોણ બનસે એ જાણવા માટે વાંચો ઈચ્છાધારી નાગ કન્યા ભાગ -૬ જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૪ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.