ઇચ્છાધારી નાગકન્યા ભાગ 6 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
771

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૫ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

પરબતસિહ ને નીલાવતીએ બે નાના ભૂલકાઓ ને મુકી ને અકાળે જીવ ગુમાવ્યો. કમલપુર રાજ્ય માં ડર નો માહોલ સર્જાયો છે, ને પ્રજા જાત જાત ની વાતો કરે છે. શોકાતુર જયસિંહ ચિંતા મા પડી ગયાં છે કે જો આમ ને આમ ચાલતું રહેશે તો શું થશે? રાણી વાસ માં બધી રાણી ઓ પણ ડરેલી છે. નાના ભૂલકાં ઓ બહાર બાગ માં રમવા જતાં પણ ડરે છે. રાજા જયસિંહ રાણી મેનાવતી સાથે બેઠાં છે ને કહે છે કે રાણી આનો ઈલાજ શું?

શુકમુનિ પણ આશ્વાશન આપી ને ગયા હજી આવ્યા નથી. આપણાં પૂર્વજો ની ભુલ આજે આપણાં પરિવાર માં બધાં ભોગવી રહ્યા છે, ક્યારે કોનો જીવ જશે એ નક્કી નહી. રાણી મેનાવતી રાજા ને હિંમત રાખવાં સમજાવે છે. રાજા ઉઠી ને રાજસભા માં જાય છે ને બધાં ઉભા થયી એમનું સન્માન જાળવે છે. મંત્રી અજમલ રાજા ને કહે છે કે મહારાજ કોઈ સર્પ વિશે નું જાણકાર હોય એવી વ્યક્તિને શોધી ને આ મુશ્કેલી નો હલ થઇ શકે. હા અજમલ જી તમારી વાત સાચી છે, એટલાં માં જ રાજ્યસભા માં એક ઉંચો ને રૂપાળો યુવાન આવે છે ને રાજા ને સલામ ભરે છે.

કોણ છો આપ? અંહી કેમ આવવાનું થયું? રાજન હું એક પરદેશી છું ને કામધંધો શોધવા માટે આવ્યો છું. હું વિવિધ પ્રકારના કાર્યો માં નિપુણ છું. હા ભાઈ પણ શું તું સર્પો ની વિશે કયી જાણકારી ધરાવે છે? એટલે એ યુવાન મૂખ માં હસ્યો ને બોલ્યો, હા રાજન હું થોડી ઘણી માહિતી જાણું છું ને આપની મદદ કરીશ એ મારો પાકો વાયદો. અચ્છા યુવાન તારું નામ શું? રુપમલ સિંહ. મહારાજ મારે મહેનતાણું હાલ કાઈ નથી જોઈતું. બસ રહેવાં ની ને ખાવાં પીવાની વ્યવસ્થા કરી આપશો તો પણં ચાલશે.

રાજા જયસિંહ રુપમલ ને મહેલ માં રાખી લે છે ને મહેલમાં રાજા જયસિંહ ના રખેવાળ તરીકે નિમણૂક કરે છે. મહેલમાં જ એક કક્ષ રહેવાં માટે આપે છે. રુપમતી ને જાણ થાય છે કે એનો વીરજી મહેલ માં આવી ગયો છે એટલે એ ખુશ થઈ જાય છે. રાજા રુપમલને કહે છે કે અમે જયારે નાના હતાં ત્યારે મારા પિતાજી રાજા અભયસિંહ એ એક નાગ ના જોડાંનાજી વલીધા હતા, ને થોડા જ સમય પછી એક નાગે મારાં માતા પિતા ને ડંખ દીધો હતો ને દુનિયા છોડી જતા રહ્યા. એટલે આમ જોવાં જયીએ તો સાપ નો બદલો પુરો થયો.

ને હવે વરસો પછી અચાનક જ વેર લેવા ક્યાથી આવ્યા. પહેલા દશ વર્ષ ના સહદેવ નો જી વલીધો ને હવે ફરીથી મારાં નાનાં ભાઈ પરબત સિંહ ને નીલાવતી બન્ને ને સાથે ડંખ માર્યો ને જી વલીધો. ને ભાઈ પરબત ને તો કપાળ પર અસંખ્ય સર્પ ડંશ માર્યા.

રાજન ખોટું ના લાગે તો એક વાત કહું….. હા બોલો. જે નાગ એ પરબત સિંહને એટલાં બધાં ડંખ માર્યો એ સાપ ને તમારાં ભાઈ એ બંધી બનાવી અંધારી કોટડીમાં આટલાં વર્ષો કેદ કર્યા હતાં ને એ સર્પ ને કોઈ મહેલ ના માણસે મુક્ત કર્યો ને એણે એ દિવસે જ એનો બદલો લીધો છે. રાજા જયસિંહ રુપમલ ની વાત સાંભળી ને ઘડીભર તો અચરજ પામે છે…….. ને કહે છે કે પણ આ વાત હું નથી જાણતો ને પરબતસિહ મારાં થી છુપાવી ને નાગ ને કેદ રાખ્યો હું નથી માનતો. તો રાજન ચાલો હાલ જ તમારી જેલ માં જોવાં જયીએ. એ નાગ એ વરસો ત્યા કેદ રહ્યો હતો તો ત્યા સાપ ની કાંચળી ઉતારીને સાચવી રાખી હશે.

પણ તમે આ બધી વાત કરી રીતે જાણી શક્યા. મે કહ્યુ હતું ને રાજા હું બહું મોટો જાણકાર માણસ છું. રાજા જયસિંહ ને પરબતસિહ એમનાં થી કોઈ વાત છુપાવે એ માન્યા માં નહોતું આવતું. રાજા એ આ પરદેશી સાચો કે જુઠ્ઠો છે એ જાણવા માટે અજમલ જી ને બે સૈ નિકો ને લયી ને મહેલ ના રસોડાની અંદર આવેલાં સામગ્રી રુમ માં જયી જોયું તો સુરંગ ના દરવાજા નું તાળું તૂટેલું હતું. એને ખોલી ને સુરંગ માં થયી ભોયરા માં આવેલી કાળ કોટડીમાં આવે છે.

રાજા ખુદ વર્ષો પછી અહીં આવ્યા હતા. સૈ નિકો ને હુકમ કર્યો કે અંદર જયી જુઓ ને અંદર જયી સૈ નિકો એ ઘણીબધી કાચડી ઓ જોઈ ને રાજા ને મંત્રી અજમલ જી એક બીજા ની સામે જુએ છે ને સૈ નિકો ને કહેછે કે બધી કાંચળી ઓ ને એક થેલામાં ભરી ને ઉપર લયી લો, ને રાજા રુપમલ સિંહ નો હાથ પકડી ને કહે છે ભાઈ તું તો સાચે જ બહું મોટો જાણકાર છે. બધાં આવ્યા હતા એ રસ્તે આગળ વધીને મહેલ માં આવે છે.

રાજા જયસિંહ વિચારે છે કે પરબતસિહ એ આટલાં વર્ષો નાગ ને કેદ કરવાની ભુલ કેમ કરી, ને હૂ જાણું છુ ત્યા સુધી તો એ નાગ ને તો ભાઈ પરબત એ સ રી મા રી હતી. પણ રુપમલ ની વાત સાંભળી ને એ પણ સાબિત થાય છે કે નાગ વરસોથી કેદ માં હતો ને એની સાબીતી રુપે અસંખ્ય સર્પ ની કાંચળી ઓ પણ મળી એટલે રુપમલ સાચો માણસ છે.

રાજા રુપમલ ને એનું કક્ષ બતાવી આરામ કરવાં નું કહે છે ને રાજા રુપમતી ને લયી ને રાણીવાસ માં મેનાવતી ના કક્ષ માં આવે છે ને, રુપમતી પુછે છે શું થયું રાજન કેમ ઉદાસ છો? મેનાવતી પુછયું કેમ રાજન આટલા ચિંતિત? મેનાવતી આજે રાજ્યસભામાં એક અજાણ્યો માણસ આવ્યો કામધંધો મેળવવા, ને એ સર્પ ની બધી જાણકારી ધરાવે છે, એનું નામ રુપમલ સિંહ છે. ને એણે ભાઈ પરબત ના ને સહદેવ, નીલાવતી નામો તનું રાજ ખોલયુ. ભાઈ પરબત એ વરસોથી એક નાગ ને ભોયરા ની કાળ કોટડીમાં આટલાં વર્ષો કેદ કર્યા હતાં ને એ જ નાગ ને મહેલ ના કોઈ વ્યકિત એ આઝાદ કર્યો ને એ જ નાગે એ ત્રણ એ જણ ને વેર લેવા માટે ડંખ માર્યો. રુપમતી અજાણ થયી કહે છે કે શું વાત કરો છો રાજન?

મેનાવતી પણં બોલી ઉઠી પણ પરબત સિંહ ને એવું શું કરવાં કરવું પડયું? હું એજ વિમાસણમાં પડી ગયો છું ને એ વાત ને સાબિત કરવાં અમે કાળ કોટડીમાં આટલાં વર્ષો પછી ગયાં ને ત્યા જયી જોયું તો આખી કોટડીમાં સાપ ના લીસોટા જામી ગયેલાં જોયાં ને અસંખ્ય સર્પ ની કાંચળી ઓ પણ મળી એટલે રુપમલ સાચો માણસ છે એ સાબિત થાય છે.

ને એ કાંચળી ઓ એક ડબ્બા મા સાચવી રાખી છે, ને રુપમલ નું કહેવું એવું છે કે આ કાંચળી પર થી હું કહી શકું છું કે આ ઈરછાધારી નાગ કુમાર ની કાંચળી ઓ છે, ને તમારાં માતા પિતા નામો તનું રાજ એ નાગકુમાર સાથે જોડાયેલું છે, ને ઈરછાધારી નાગ ના વશંજો ભગવાન શંકર ભોળેનાથ ની ગળામાં વીટડાઈ ને રહે છે ને પોતાના વંશજોનો બદલો એ પુરો કરે છે. જે સર્પ ને પરબતસિહ એ કેદ કર્યા હતાં એટલે એમણે બદલો લીધો ને હવે એ નાગકુમાર આઝાદ થઈ ગયાં છે, એટલે એ મહેલ માં વેર લેવા આવશે જ.

રાજા ની વાત સાંભળી ને ઘડીભર મેનાવતી તો રડવા લાગે છે ને કહે છે કે રાજન આપણાં બાળકો ને કયી થયી જશે તો હું મારોજી વઆપી દયીશ. અરે મોટા બેન તમે આવું શું વિચારો છો? કયી જ નહી થાય તમે ચિંતા ના કરો. રુપમતી આપણાં પૂર્વજો ની ભુલ આજે આપણાં પરિવાર માં બધાં ભોગવી રહ્યા છે, ને મહેલમાં હવન, નાગ પુંજા કરી ને સર્પ જોડાં ની માફી માંગી તો પણ દિયર જી નુંમો તથયું ને સાથે લીનાવતી પણં…….

પણ રાજન પરબત સિંહ ને નાગ કુમાર ને કેદ કરવાની ભુલ કેમ કરી? હવે એ છંછેડાયેલા નાગકુમાર ફરીથી મહેલ માં આવશે ને વેર નો સિલસિલો શરૂ થયી જશે. રુપમતી મન માં ખુશ થાય છે ને વિચારે છે કે દુશમનો હજી તો શરુઆત છે. હવે તો ભાઈ પણ આવી ગયો છે આખા મહેલ માં કોઈ ને નહી છોડું. મહેલ ને ખંડેર બનાવી દયીશુ………

રાતે રાજા જયસિંહ રુપમતી ના કક્ષ માં આવે છે ને રાજા ને વાતો વાતો માં નિ દ્રા વિ ષ આપી ને બેભાન કરી નાખે છે ને પોતાના અસલી સ્વરુપ માં આવે છે ને સડસડાટ કરતી નાગિન ભાઈ નાગકુમાર ના કક્ષ માં આવે છે ને બન્ને ભાઈ બહેન મળીને આગળ કોને શિ કાર બનાવવું એમ વિચારે છે, ને રુપમતી ભાઈ ને કહે છે કે, ભાઈ તમે તો રુપમલ સિંહ બની ગયા ને હું રુપમતી.

હા બહેન કોઈ ને થોડી પણં શંકા નથી થયી. ભાઈ હવે આગળ પેલી બન્ને મોઘલ રાણી ઓ નો શિકાર કરવાનો છે. કેમ કે જ્યારે સહદેવ ને પ્રથમ શિ કાર બનાવ્યો ત્યારે રાત્રે એક વાગે એ બન્ને એ મને મહેલ પાછળ જોઈ લીધી હતી, હજી તો એ રાણી ઓ એ કોઈ ને કહ્યુ નથી પણ ગમે ત્યારે મોઢું ખોલી શકે છે.

હા બહેન. પણં હું એ વિચારતો હતો કે રાજા જયસિંહ ની આટલી બધી રાણી ઓનો એક બે કરી અંત કરીશું તો કયારે પુરૂં થશે આપડુ વેર? એ વાત સાચી. કાલે એ મોઘલ રાણી ઓ નો વારો પછી કયીક એવો વિચાર કરીએ કે રાણી વાસ માં રસોઈ ઘર માં જમવા માં જઝે રનાખી દયીશુ. હા એ ઠીક રહેશે.

હવે પુનમ ને પણ બહું વાર નથી, એ કામ બહું જરુરી છે, રાત્રે બાગ માં ખુલ્લી જગ્યા માં જઈ ઉખાડીને ત્યા ખોદકામ કરવું એ અઘરુ કામ છે, રાત્રે ચાર પહેરેદાર તૈનાત છે એ આખી રાત જાગતાં રહે છે. તો આપણે એ કયી રીતે પાર પાડીશું? એતો કયીક રસ્તો કાઢું છું હું હવે આઝાદ છું. આમ નાગ કન્યા ને નાગ કુમાર બન્ને વેર ની આ ગ માંસ ળગી રહ્યા છે. હવે મોઘલ રાણી ઓ શબનમ ને નાઝિયા બાનું નો અંત નક્કી છે.

શું શબનમ ને નાઝિયા બાનુંના જી વ જશે કે નહી એ વાત જાણવા માટે વાંચો ઇચ્છાધારી નાગ કન્યા ભાગ – ૭, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૫ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.