ઇચ્છાધારી નાગકન્યા ભાગ 7 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
367

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૬ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

કમલપુર રાજયમાં રુપમલ સિંહ ના આવવાં થી રાજા જયસિંહ શુકમુનિ ને ભુલી જ જાય છે, ને શુકમુનિ પણ બોલાવ્યા વિનાં રાજ્યસભા માં કદી આવતા નથી. દક્ષમુનિ ને વરૂણ મુનિ કુમાર ને કુંવરી ની વિવિધ પ્રવૃત્તિઓ માં વયસત રહે છે, ને મોઘલ રાણી ઓ શબનમ ને નાઝિયા બાનું દક્ષમુનિ ને વરૂણ મુનિ ના પ્રેમ માં પાગલ થયી ગયી છે, પણ મળવાનો મોકો મળતો નથી. જયાર થી રાણી મેનાવતી ને શક ગયો કે આ મુઘલ રાણી ઓ રાજા જયસિંહ ની ઈજ્જત કાઢશે, એટલે એ બન્ને ને ચેતવણી આપી દીધી હતી.

રુપમતી એના કક્ષ માં બેઠી વિચારી રહી હતી, ને એના મગજમાં ઝબકારો થયો કે હા એ મોઘલ રાણી ઓ ને મહેલ ની બહાર બોલાવીનેમા રવી છે. એના માટે રાત્રે દક્ષમુનિ ને વરૂણ મુનિ એ મહેલ ની બહાર મુનિ ના કક્ષ માં મળવા બોલાવી છે એવો સંદેશો કહેવડાવો પડે, ને રાણી રુપમતી મોટો ઘુંઘટ કરી ને દાસી નુ સ્વરુપ લયી ને રાણીવાસ માં મુઘલ રાણી ઓ ના કક્ષ માં આવે છે ને કહે છે કે સલામ ખાલા ….. સલામ…..

તમે કોણ? ઓળખાણ ના પડી?

હું હજી બે દિવસ પહેલાં જ મહેલ માં આવી છું. હું પણ મુસ્લિમ મહિલા છું, કામ માટે મહેલમાં દાસી બની છું. સારું, પણ અહી અમારા કક્ષ માં આવવાનું કેમ થયું? એટલે કક્ષ નો દરવાજો બંધ કરી ને ધીરે થી કહ્યુ કે, હું દક્ષમુનિ ને વરૂણ મુનિ નો સંદેશો લયી ને આવી છું. શબનમ ને નાઝિયા બાનું એક બીજા ની સામે જુએ છે ને કહે છે કે, એ ઘમંડી મુનિ ઓ એ કદી સીધી રીતે વાત પણ નથી કરી ને આજે શું સુજયુ કે સંદેશો મોકલ્યો?

એ તમે નહી સમજી શકો ખાલા. એ મુનિ ઓ રાજા જયસિંહ ની બીક ના લીધે બોલી શકતા નથી, હકીકત માં એ બંને મુનિ ઓ તમને બન્ને ને અનહદ ચાહે છે ને તમારી સાથે જીંદગી જીવવા માગે છે, ને એટલે એમણે તો અહીં થી દુર ભાગી ને જવાની તૈયારી કરી લીધી છે, ને તમને બન્ને ને જેટલું ઝવેરાત હાથ લાગે એટલું લયી, કપડાં લયી રાત્રે એક વાગે મહેલ ની બહાર એમના કક્ષ માં બોલાવ્યા છે, ને તમે જે ખાનગી સુરંગ છે ત્યા થી નિકડજો.

તું સાચું કહે છે ને? હા ખાલા હું શું કામ ખોટું બોલું, મને મહેલ માં નોકરી દક્ષમુનિ ના કહેવાથી જ મળી છે, હું નીકળું હવે, ખુદા હાફિઝ…… કહી ત્યા થી નીકળી જાય છે.

મોઘલ રાણી ઓ તો ખુશી ની મારી પાગલ થયી જાય છે ને એક બીજા ને આપા કરી ચોંટી પડે છે ને, ફટાફટ તિજોરીમાં રાખેલું જેટલું પણ હીરા ઝવેરાત હતું એ બધુ બે થેલામાં ભરી લીધું ને બધાં કપડાં પણ ભરી લીઘા ને રાત કયારે પડે એની રાહ જુએ છે. રુપમતી ત્યા થી મેનાવતી ના કક્ષ માં આવે છે ને કહે છે કે શું કરો છો મોટી બેન?

બસ કાઈ નયી. આવ બેસ, હું તને જ મળવાં આવવાનુ વિચારી રહી હતી ને તુ આવી. મને બહું ગમયુ. મને લાગ્યુ જ કે તમે મને યાદ કરો છો, એમ કહી બન્ને હસી પડી ને કહે છે કે, રુપમતી મને રાજા જયસિંહ ની ચિંતા થાય છે. મહેલ માં એક એકમો ત થયી રહ્યુ છે ને રાજા જયસિંહ સરખી રીતે જમતાં પણં નથી ને રાજ્ય નો કારોબાર માં પણ ધ્યાન નથી આપતા કે નથી શિ કા રે જતાં.

રુપમતી તને ખબર છે રાજા ને શિ કા ર પર જવાનો બહું શોખ છે. પણ છેલ્લા કેટલાય સમયથી એ બહું ઉદાસ થયી ગયાં છે ને બાળકો ની ખુબ ચિંતા કરે છે. એમ કહી મેનાવતી રડી પડે છે ને રુપમતી મેનાવતી ને પોતાના ખભે માથું મુકી ને રડવા દે છે ને પછી ઉભી થયી પાણી પીવડાવે છે ને કહે છે કે, મોટી બેન તમે ચિંતા ના કરો. હુ તો સમજાવી ને થાકી હવે તમે સમજાવો. આજે હું રાજા ને તમારાં કક્ષ માં મોકલીશ તમે પ્રેમ થી સમજાવો. હુ પછી આવું બેન…..

એમ કહી રૂપમતી પોતાના કક્ષ માં આવે છે ને રાજા જયસિંહ રુપમતી ની રાહ જોઈ ને બેઠાં છે, તમે આવી ગયા? પણ આજે તમારે મોટી બેન ના કક્ષ માં જવાનું છે. કેમ? હું એમનાં કક્ષ માંથી જ આવી એ બહું ચિંતા માં છે ને બહું ડરેલા છે, ને બહું રડતાં હતા પરાણે શાંત પાડી ને આવી છું એટલે રાજન મેનાવતી ને તમારા સહારા ને પ્રેમ ની જરૂર છે, એટલે ત્યા જાઓ તો સારું લાગશે એમને ……. ઓહોહો મારી પરી રાણી તો કેટલી બધી સમજદાર છે, એમ કહી રુપમતી નું માથું ચુમે છે, ને રુપમતી ની રજા લયી મેનાવતી ના કક્ષ માં આવે છે ને દરવાજો બંધ કરે છે.

રુપમતી એના અસલ નાગિન સ્વરુપ માં આવે છે ને સડસડાટ કરતી નાગિન રુપમલ ના કક્ષ માં આવે છે ને નાગ કુમાર ને બધો પ્લાન સમજાવે છે. આ બાજું મોઘલ રાણી ઓ શબનમ ને નાઝિયા જેટલું લેવાય એટલું લયી ને સુરંગ માં થયી ભોયરા માં ને તયા થી પાછળના દરવાજો ખોલી ને બે થેલા પરાણે ઉચકીને અંધારી રાતે દક્ષમુનિ ને વરૂણ મુનિ ના કક્ષ તરફ પગલાં ભરે છે. એક આંબા ના ઝાડ ઉપર થી એમની સામે એક સ્ત્રીએ કુદી ને રસ્તો રોક્યો ને શબનમ એ જોયું તો એ રાણી રુપમતી હતી એટલે એ બન્ને ગભરાઈ જાય છે ને કહે છે કે, અમને જવા દો અમારે અહીં થી નીકળી જવું છે.

રાણી રુપમતી અટહાસય કરે છે ને અસીલ સ્વરુપ માં આવે છે ને, રુપમલ પણ એના અસલ નાગિન સ્વરુપ માં આવે છે ને બન્ને ભાઈ બેન એ મોઘલ રાણી ઓ ને ડંખે છે ને બન્ને ત્યા આંબા ના ઝાડ નીચે ઢળી પડે છે ને બન્ને ના મોઢાં મા થી ફીણ નીકડે છે ને શરીર કાચ જેવું લીલું પડી જાય છે ને, રુપમતી ને રુપમલ બને વેર લયી લીધું ને ખુશ થઈ સડસડાટ કરતી નાગિન એનાં કક્ષ માં આવે છે ને ભાઈ નાગકુમાર પણ ત્યા જ આવે છે, ને કહે છે કે રુપમતી એક બીજો વિચાર પણ તૈયાર જ છે. રાણીવાસ મા કેટલી રાણી ઓ ને સંતાન નથી? એ તો લગભગ 30 રાણી ઓ ને સંતાન નથી. કેમ એનું આપણે શું? રાજા ના મુળ વારસ તો મેનાવતી રાણી ના સંતાનો છે આપણે હવે સંતાનો ને નથી ઝાપટ માં લેવાં, તો પછી કેમ સવાલ કર્યો?

રુપમલ એ કહ્યુ સાંભળ રુપમતી, કાલે સવારે મોઘલ રાણી ઓ ની લા શ જોઈ રાજા ડરી જશે, ને દર વખત ની જેમ શુકમુનિ ને સંદેશો કહેવડાવી બોલાવશે. પણ કાલે એવું નહી થાય, હું મહેલ ની બહાર થી જ શુકમુનિ ના સ્વરુપ માં આવીશ ને રાજા ને એક રસ્તો બતાવીશ કે હવે આ નાગકન્યા ના વેર થી બચવું હોય તો જે રાણી ઓ ને સંતાન ના હોય એ રાણી ઓ એ કમલપુર રાજયમાં આવેલું કમળ તળાવ માં જયી નહાયી ને ત્યા શિવપૂજા કરવા થી નાગ ના વેર નો સિલસિલો પતી જશે.

એ દિવસે તુ સુરંગ માં થયી નાગલોક માં જયીશ ને બધા નાગ રાજ ને કમળ તળાવ માં પાણી ના તળીયે મોકલી દેવા ના, ને આદેશ આપી દેજો કે એક પણ રાણી બચવી ના જોઈએ, આ બે ગયો એમ એક સાથે 30 નું કમળ તળાવ માંમો તથયી જવું જોઈએ, પછી ભલે ને એ કમળ તળાવ કાયમ માટે પુરી જ નાખે આપણે શું. વાહહહહહ કુમાર તમારાં મન માં તો જોરદાર વિચાર આવે છે ને, વેર નો સિલસિલો હવે બંધ પડશે જ નહી.

બહેન અજવાળું થયું છે તું સાચવીને તારા કક્ષ માં પહોંચી જા, કોઈ ને શક ના પડે… ને રુપમતી સડસડાટ કરતી નાગિન સ્વરુપ માં આવે છે ને કક્ષ માં આરામ કરે છે. સવારે અજવાળું થયું ને દૂધ વાળા દુધ આપવાં મહેલ માં આવતા ને રસ્તા માં આંબા નીચે બે રાણી ઓ ને જોઈને એ બુમાબુમ કરવા લાગ્યો ને પ્રજા પણ બધી જોવા આવી, ને દક્ષમુનિ ને વરૂણ મુનિ ના કક્ષ ની નજીકમાં જ પડી હતી, બન્ને મુનિ ઓ પણ ત્યા જોવા આવે છે ને ચિંતા માં આવી જાય છે ને કહે છે કે આ તો એ જ મોઘલ રાણી ઓ જે આપણી પાછળ પડી હતી એ, એમના સામાન સાથે આપણાં કક્ષ માં તો નહી આવી રહી ને?

દક્ષમુનિ કહે ચાલ ભાઈ વરુણ આપણે અહીં થી નીકળી જવું પડશે. એમ કહી બન્ને પોતાની કક્ષ માં આવે છે, ને કોઈ માણસ દોડતો આવી ને પહેરેદાર ને ખબર આપે છે, ને મંત્રી અજમલ જી રાજા જયસિંહ ને ખબર આપે છે કે મહેલ ની બહાર આંબા નીચે બે રાણી ઓ નીલા શપડી છે ને તેમના શરીર પર સર્પ દંશ છે. રાજા રાણીવાસ માં તપાસ કરાવે છે કે કયી રાણી ઓ છે? રુપમતી ને મેનાવતી આખા રાણીવાસ માં ફરી વળે છે, ને ત્યા ખાલી શબનમ ને નાઝિયા નો કક્ષ ખાલી હતો.

મંત્રી અજમલ જી એ કહ્યુ કે રાજન એ બે મોઘલ રાણી ઓ પોતાના સામાન ને હીરા ઝવેરાત થી થેલા ભરી ને ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો, પણ એમનીલા શપાસે સામાન પણ પડ્યો છે, રાજા જયસિંહ ગભરાઈ જાય છે, ને ત્યા દક્ષમુનિ ને વરૂણ મુનિ વિચારે છે કે ગુરૂજી શુકમુનિ ને બોલાવા જોઈએ. પણ જ્યા સુધી રાજન તેડું ના મોકલે ત્યાં સુધી શુકમુનિ ના આવે. કયી નહી ભાઈ, આપણે રાજા ને સામેથી નથી કહેવું.

મેનાવતી કહે છે કે એ મોઘલ રાણી ઓ એ ભાગવાની કોશિશ કરી ને આપડી રાજ્ય ની ઈજ્જત કાઢી છે. રાજા જયસિંહ એ કહ્યુ સાચી વાત મેનાવતી, રુપમતી એ કહ્યુ કે રાજન એ મોઘલ રાણી ઓ નાશ બમહેલ માં લાવવા ની જરુર નથી, મંત્રી અજમલ જી ને કહી ને એ બન્ને ને બહાર થી જ દફન વીધી કરવાં લયી જાય.

સૈ નિકો રાજા ની આજ્ઞા નું પાલન કરે છે ને એ બંને રાણી ઓ ને ગામ બહાર એક ખેતર માં દફન વીધી કરી નાખે છે, ને ભરેલા થેલાનો સામાન ગરીબો ને દાન કરે છે, રાજા જયસિંહ રાજ્ય સભા માં ચિંતિત થયી બેઠા છે ને રુપમલ બહાર થી જ શુકમુનિ ના સ્વરુપ માં મહેલ માં આવે છે ને રાજા જયસિંહ ઉભાં થયી ને શુકમુનિ ને ચરણરજ લયી પ્રણામ કર્યા અને રાણી રુપમતી ને મેનાવતી એ પણ પ્રણામ કર્યા ને શુકમુનિ રાજા ની નજીક માં જ બેઠાં.

રાજા જયસિંહએ કહ્યુ કે ગુરૂજી આ સર્પ વેર નો સિલસિલો કયારે બંધ થશે? મને એ મોઘલ રાણી ઓનો કોઈ વસવસો નથી કેમકે એ બન્ને મહેલમાં થી ભાગી ને જયી રહી હતી, એ મારા કુળ ની પણ ના હતી છતાં એ સર્પ દંશ થી જમ રીછે…. રાજન મે બહું અભ્યાસ કર્યો સર્પ જાતી ના વેર વિશે, એમા એક ઉપાય લખ્યો છે, એ હું જણાવું ને તમને યોગ્ય લાગે તો કરી જુઓ….. બોલો ગુરુજી શુ છે એ ઉપાય…….

રાજન, અમાશ ના દિવસે તમારા ઘર ની સ્તરી ઓ કે જેને સંતાન ના હોય એ બધી સ્તરી આપણાં રાજ્ય માં આવેલા કમળ તળાવ માં ન્હાઈ ને શિવ પુંજા ને નાગ પુંજા કરે તો આ સંકટ ટળી જશે ને એ બધી નિસંતાન સ્તરી ઓ ને ભોળેનાથ સંતાન બહું જલદીથી આપશે. રાજા શુકમુનિ ના પગ માં પડી જાય છે ને એમનો આભાર માને છે ને મંત્રી ને આદેશ આપ્યો કે રાણીવાસ માં કેટલી રાણી ઓ નિસંતાન છે એને ગુરુજી એ સૂચવેલા ઉપાય મુજબ કરવાં કહો ને કાલે અમાશ છે તો રાણી ઓ માટે રથ ને તૈયાર કરી રાખજો.

થોડી વાર માં એક સૈ નિક આવ્યો ને કહ્યુ કે હજુર રાણીવાસ માં 30 રાણી ઓ છે એટલે મેનાવતી કહે છે કે રુપમતી તમે નહી જાઓ, ના મોટી બેન મારી તબિયત સારી નથી ને મારે હાલ બાળકો નથી જોઈતાં. તમારા કુમાર એ મારા જ બાળકો છે ને રુપમતી ની આવી વાત સાંભળી ને મેનાવતી ને રાજા ખુશ થઈ જાય છે ને કહે છે કે વાંધો નહીં, રુપમતી તમે ના જતા. આટલું કહી શુકમુનિ રાજા ને કહે છે કે હું રજા લવું રાજન. શુકમુનિ ફટાફટ નીકળી જાય છે, ને ગામ બહાર એક ખેતર માં જયી રુપમલ સિંહ બની ગયા ને પાછળ ના દરવાજે થી પોતાના કક્ષમાં પહોંચી જાય છે.

અહી પાઠશાળા માં દક્ષમુનિ ને વરૂણ મુનિ ચિંતિત છે કે એ બે બિચારી નિર્દોષ, રાણી ઓ સર્પ દંશ નો ભોગ બની ને રાજા એ આ વખતે ગુરુજી શુકમુનિ ને પણ ના બોલાવ્યા. આપણે રાજા ને પુછ્યા વિના ના બોલાવી શકીએ ને, બીજી બાજુ રાણીવાસ માં બધી રાણી ઓ ચિંતા માં આવી જાય છે ને કહે છે કે ગુરૂજી આ કેવો ઉપાય બતાવ્યો ને આમાં પાછું આપણ ને જલ્દીથી સંતાન થશે એવું પણ કહ્યુ છે.

સંતાન તો રાજા જયસિંહ કક્ષ માં આવે તો થાય, એમ કહી બધી રાણી ઓ પોતાના મન ની ભડાશ કાઢી રહી હતી તો બે ચાર સમજું રાણી ઓ એમ કહે છે કે આપણાં કમળ તળાવ માં ન્હાઈ ને શિવ પુંજા ને નાગ પુંજા કરવાં થી જો આ સર્પ વેર નો સિલસિલો બંધ થતો હોય તો આપણે એમ કરવું જ જોઈએ, શુકમુનિ કયી એમ જ થોડાં કહે,ક યીક તો વાત હશે એ કમળ તળાવ માં.

આમ બધી રાણી ઓ સાથે મળીને કાલે અમાશ ના દિવસે કમળ તળાવ માં ન્હાવા જવા માટે તૈયાર છે એ સંદેશો દાસી દ્વારા રાજ્યસભા માં કહેવડાવે છે, ને રાજા જયસિંહ ને મન માં થોડી હાશ થઈ કે ગુરૂજી ના કહેવા પ્રમાણે સંકટ ટળી જતું હોય તો આમ કરવાં માં કયી વાંધો નથી. રાજા મત્રી અજમલ જી ને સૈ નિકો ના કાફલા ને રાણી ઓ સુરક્ષા માટે મોકલવા એમ હુકમ કર્યો ને પુંજા ની સામગ્રી મંગાવી લેવા કહ્યુ. આમ હવે કાલે 30 રાણી ઓ સાથે મળીને કમળ તળાવ માં ન્હાવા જવા માટે તૈયાર થયી છે.

શું રુપમતી નાગ કન્યા ને નાગકુમાર રુપમલ એક સાથે આટલી બધી રાણી ઓ નેમા રીશકશે? એ જાણવાં માટે વાંચો ઇચ્છાધારી નાગકન્યા ભાગ – ૮, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૬ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.