ઇચ્છાધારી નાગકન્યા ભાગ 8 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
729

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૭ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

આજે અમાસ હતી. કમલપુર રાજયની બધી રાણી ઓ ને રાજા જયસિંહ એ 30 રાણી ઓ ને કમળ તળાવમાં નહાવા ને પુજા કરવા માટે હુકમ આપયો છે. મહેલ ની બહાર રથ ને સૈનિકો તૈયાર ઉભા છે ને બધી રાણી તૈયાર થઈ ને રાજા જય સિંહ ની રજા લયી ને રથ માં બેસી ને કમળ તળાવ જવા માટે નિકળે છે. આગળ પાછળ હથિ આર ધારી સૈ નિકો રાણી ઓ ની સલામતી માટે તૈનાત છે.

ગામ ના પાદરે તળાવ ની આશપાશ કોઈ પણ પુરુષો ને મનાઈ ફરમાવી છે એટલે ગામ આખુ સુમ સામ લાગે છે. રાજા નો હુકમ હતો એટલે ચકલુ એ ફરકતુ નથી ને પહેરેદાર ને સૈ નિકો પણ રાણી ઓ ને કમળ તળાવ પાસે મુકી પાછા ફરે છે. તળાવ નુ નામ કમળ એટલા માટે પડયુ હતુ કેમકે એ તળાવ મા કમળ બહુ ખીલતા હતા. બધી રાણી ઓ કપડા સમેત તળાવમાં નહાવા ઉતરે છે. રાજા એ તળાવ નુ પાણી ઊંડું તો નથી ને એમ એની ગહેરાઈ માપેલી હતી એટલે કોઈ રાણી ને ડર લાગે એવુ કયી નહોતું.

રુપમલ નાગ કુમાર નાગલોક ના અસંખમ્ નાગ ને લયી તળાવ માં પહેલા થી જ પહોંચી ગયા છે ને પાણી ના તળી યે બેસી રાહ જ જોતાં હોય છે. રાણી રુપમતી રાજા ને પોતાના કક્ષ માં બોલાવી ને વાતો માં વયસ્ત રાખે છે. રાણી મેનાવતી ને પણ બોલાવે છે. વાતો મા ઉલજાવે છે ને રુપમતી કહે છે મોટી બેન ભગવાન કરે કે આજની આ અમાસ પુજા થી બધુ સારું થયી જાય તો સારું…. હા રુપમતી હુ પણ એ જ વિચારી રહી હતી કે હવે નાગદેવ નો કોપ સમે તો સારું.

મેનાવતી રાજા જયસિંહ ને કહે છે રાજન આપના માતા પિતા ને ગુજરે તો 20 વરસ થયી ગયાં, બરાબર ને ? હા મેનાવતી ……. તો આ વીશ વરશ માં એક પણ અણબનાવ નથી બનયો ને અચાનક જ આટલા વરસો પછી નાગ વેર લેવા કયાથી આવયા? તમારી વાત વિચારવા જેવી છે……. ને રુપમતી બોલી મોટી બેન મેં એક નાગમણી નામનું પુસ્તક વાચયુ હતુ. એમા નાગિન ના વેર વિશે જ કયી આવુ જ……. ઓહહ રુપમતી યાદ કરી ને જલદી કહો ને વેર વિશે શુ લખ્યું હતુ?

બહુ તો યાદ નથી રાજન પણ એમાં એક રાજા એ નાગ નુ જોડુ પ્રેમ કરી રહયુ હતુ ને એ રાજા એ જાણી જોઈ ને એમની પર રથ ના પૈડાં ફેરવી નાખયા ને એ બંને નાગ નુ કરૂણમો તનિપજ્યું. ઘમંડી રાજા હસતાં હસતાં તયા થી ચાલયો ગયો. એ નાગણ ના બચ્ચા રાફડા માં રાહ જોઈ રહ્યા હતા ને પછી બહુ વાર લાગતા એ બચચા બહાર શોધવા નીકળયા ને મા બાપ ને રસ્તા માં કચ ડાયેલી હાલત માં જોય તો કલ્પૉત કરી ઉઠયા ને પછી રથ ના પૈડાં પર નજર પડી એટલે એ પૈડાં ના નિશાન થી પેલા રાજા ના મહેલ પહોંચી ગયાં. મહેલ જોઈ લીધો, એ સમયે એ નાના હતા એટલે કશું ના કરી શકયા પછી મ રેલા નાગ નાગિન પાસે આવીને એમની આખં માં રાજા નો ચહેરો જોઈ લીધો.

એ ઈરછા ધારી નાગ નુ જોડુ હતુ . રાજા તો ભુલી ગયો પણ પેલા નાના નાગ કૂમાર ને નાગ કન્યા મોટા થયી ને પચીસ વરશે રાજા નું ને એના કુળ નો નાશ કરયો. વિચારો મોટી બેન પચીસ વરસે વેર વાળયુ એ કેવુ ખતરનાક કહેવાય, હા રુપમતી આપણી સાથે પણ હવે એ જ થયી રહયુ છે ને. હે રુપમતી નાગ ની આખ માં દુશમન ની છબી સાચુકલી દેખાતી હશે? હા મોટી બેન મા રનારા વ્યકતિ ના આખા કુળ ની છબી દેખાય. ઓહહહહ રાજન મને તો બહુ બીક લાગે છે. મહેલમાં જયારથી સરપદંશ થીમો તથયા છે. એ જોઈ ને મને નાનપણ માં વાચેલી વારતા નાગમણી ની યાદ આવી ગયી.

મેનાવતી કહે મે પણ એટલું તો સાભળેલુ છે કે નાગ નુમો ત આપણા હાથે થાય તો વેર લે જ. આપણે તો મહેલ માં નજરે જોઈ રહયાં છીએ. પણ આજ ની અમાસ એ નાગપુજા થશે તો આપણું સંકટ ટળી જશે. હા મોટી બેન એવુ જ થાય તો સારુ. ને હા મોટી બેન જો અજાણતા જી વ લીધો હોય તો એજ વ્યકતિ નેમા રે, પણ જો જાણી જોઈને નાગ જોડા નેમા રે ને જો નાગિન ગર્ભવતી હોય ને જાણી ને જી વ લીધો હોય તો એ માણસ ના આખા કુળ નો નાશ કરી વેર વાળે છે.

રાજા જયસિંહ ડરી ગયા એટલે બોલયા કે બંધ કરો સાપ ની વાતો કયીક સારા વિચારો કે આજ ની પૂજા સફળ થાય ને શાંતિ થી પુજા ફળે. પુજા ફળે….. તળાવ થી થોડા દુર પુજારીઓ એ 30 હવન કુડ તૈયાર કરી, પુજા ની સામગ્રી, પુજાપો, કુલ ને બધુ તૈયાર કરી ને રાણી ઓ નાહી ને આવે એટલે હવન ચાલુ કરીએ એમ રાહ જોઈને પુજારી ઓ બેઠાં હતા એક કલાક ની જગયાએ બે કલાક થયા, પણ રાણી ઓ આવી નહી. ને પુજારીઓ થી તળાવ બાજુ જોવા પણ ના જવાય નહી તો રાજામા રીનાખે. ત્રણ કલાક થયા એટલે એક પુજારી સૈ નિક પાસે ગયો ને કહયુ ભાઈ હવન, પુજા નુ શુભ મુરત પતી ગયુ, છતાં હજી રાણી ઓ આવી નથી તપાસ તો કરો કે આટલો બધો વિલબ કેમ થયો.

એક સૈનિક ઘોડો લયી મહેલમાં ગયો ને મત્રી અજમલ જી ને વાત કરી, એટલે મંત્રી પણ વિચાર માં પડયાં ને રાણી વાસ માં રુપમતી ના કક્ષ માં રાજા ને કહયુ કે, ત્રણ કલાક નો સમય વીતી ગયો છતાં એ રાણીઓ નહાઈ ને પુજા કરવા માટે આવયા નથી. પુજારી ઓ ત્યા હવન કુડ પાસે રાહ જોઈ ને બેસી રહયા છે ને હવે તો પુજા નુ શુભ મુરત પણ જતુ રહયુ છે.

મંત્રી ની વાત સાભળી ને રાજા ને બે રાણી મેનાવતી ને રુપમતી ચોકી ગયા, ને રાજા બોલયા કદાચ બહુ વરસે આમ ખુલ્લા તળાવમાં નહાવા મળયુ છે તો ભેગી થયી આનંદ કરતી હશે. મેનાવતી બોલી ના ના રાજન એવું ના બને, રાણીઓ તો તળાવે જવા તૈયાર જ નહોતી, મે કેટલુય સમજાવયું કે આપણા સુહાગ ને આપણા કુળ માટે તમને કયીક કરવાનો મોકો મળયો છે. ત્યારે બધી તૈયાર થયી એ લોકો આટલી બધી વાર તળાવમાં ના રહે. મોટી બેન સાચુ કહે છે રાજન, ચાલો જલદીથી રથ કાઢો આપણે તતકાલ તળાવ જયીએ. મેનાવતી કહે હા રાજન…. રુપમતી સાચું કહે છે.

મંત્રી અજમલ જી સૈ નિકને જલદીથી રથ લયી આવવા કહે છે ને બે રાણીની સાથે રાજા જયસિંહ તળાવ એ જવા નીકળે છે. ગામમાં પાદર થી થોડુ જ દુર કમળ તળાવ હતું, રાજા જયસિંહ તયા પહોંચયા ને પુજારીઓ એ કહયુ રાજન તપાસ કરો ને કેમ રાણીઓ આવી નહી? એટલે રાજા, મંત્રી ને બે રાણી સાથે તળાવ પહોંચે છે, ને તયા નો નજારો જોઈ હેતબાઈ ગયા ને નીચે બેસી પડયાં. આખા કમળ તળાવમાં કમળ ની જગયાએ 30 રાણીઓ ની લા શ પાણી ઉપર તરતી હતી. મેનાવતી ચીસ પાડી ઉઠે છે….. રુપમતી ચકકર ખાઈ બે ભાન થયી જવાનું નાટક કરે છે.

કમલપુર રાજયમાં આવી દરદનાક ઘટના બની એ વાત વાયુ વેગે આખા રાજયમાં ને આજુબાજુના વિસ્તારમાં પણ વાયુવેગે ફેલાઈ ગયી. આખા ગામના લોકો જોવા ઉમટયા છે, ને બધાં ની આખ માં આશુ છે. મત્રી અજમલ હિંમત રાખી સૈ નિકો ને રાણી ઓની લા શો કાઢીને રથમાં ભરીને મહેલમાં લયી જવા નુ કહે છે, મેનાવતી રડી રહેલા રાજા ને પરાણે ઉભાં કરે છે ને બેભાન રુપમતી ને ઉચકીને રથમાં બેસાડે છે.

સૈનિકો કમળ ના કુલ જેવી સુદર રાણીઓની લા શો એક એક કરીને રથ માં નાખી ને મહેલમાં આવે છે. રુપમતી ને એના કક્ષ માં સુવાડી દરવાજો બંધ કરે છે. દક્ષમુનિ ને વરુણ મુનિ રાણીઓ ના ભયકરમો તના સમાચાર શુકમુનિને મોકલે છે, એટલે બધાં મુનિ તાત્કાલિક મહેલમાં આવે છે, ને પુછે છે રાજન આવી કેવી પુજા? કે તળાવમાં બધી રાણીઓને સાથે નહાવુ ને પુજા કરવી? રાજા વિશમય પામી શુકમુનિ સામે જુએ છે ને કહે છે, આ શું બોલો છો? તમારા કહેવાથી તો નાગદોષ નિવારણ માટે… અને શુકમુનિ ભડકયા ને ગુસસે થયી બોલ્યા કે મે કયારે કહયુ તમને?

કેટલાય સમય થી હુ મહેલ શુ કમલપુર માં નથી આવયો ને દક્ષમુનિ ને વરુણ મુનિ એ રાજા ને કહયુ ગુરુજી ની વાત સાચી છે. તો એ કોણ હતુ તમારા રુપ માં? શુકમુનિ એ પુછયુ કયારે? મોઘલરાણી ઓ ના ગયા પછી તમે રાજયસભામાં તો આવયા હતા ને તમે જ કહયુ હતુ કે અમાસના દિવસે 30 નિસંતાન રાણી ઓ એ કમળ તળાવમાં નહાઈ ને હવન – પુજા કરવાથી નાગ મહેલમાં તો શુ રાજયમાં નહી આવે, એટલે તો આ પુજા ગોઠવી.

રાજન હુ મહેલમાં તમને મળવા આવયો જ નથી. ને બધાં સંતો બોલ્યા કે ગુરજી સાચુ કહે છે…. રાજા એ નાગ મારુ રુપ લયી તમારી સાથે છળકપટ કરી ને સામટા 30 રાણી ઓ નો અંત કરી ગયો. મેનાવતી પણ ગુરજી ની વાત સાંભળી ને બોલી સાચી વાત છે ગુરુજીની, રાજન મે તમને ચેતવયા હતા કે આ ઈચ્છા ધારી નાગ નુ વેર છે એ ગમે એ સમયે ગમે તેનુ રુપ લયી આવે.

રાજા પોક મુકી ને રડી પડ્યા ને કહ્યું કે, આજે મારી ભુલ ના કારણે બિચારી ત્રીસ રાણી ઓમો તને ભેટી, મને બહુ મોટું પાપ લાગશે. એમ કલપાત કરે છે. મંત્રી અજમલ જી ગામ ના લોકો ની મદદ લયી ને રાણી ઓ ના અંતિમવીધી ની તૈયારી ઓ કરે છે. આખુ કમલપુર હીબકે ચઢયુ છે. ભલભલાના કાળજા કંપી જાય એવુ ખતર નાકમોત થયું છે રાણી ઓનું.

કમલપુર જેવા સુંદર રાજય નો રાજા જે 56 રાણી ઓ નો સ્વામી હતો. આજે એ રાણી ઓ ની રક્ષા કરી શકયો નહી, શુકમુનિ એ ઉભા થયી ત્રીશે રાણીઓના શરીર ચેક કરયા તો ગભરાઈ ગયા ને બોલ્યા રાજન આ એક નાગ નુ કામ નથી, દરેક રાણી ના શરીર નો કલર અલગ પડે છે, એટલે આ અસંખય નાગો નું કામ છે. પણ ગુરુજી કમળ તળાવ માં તો એક પણ સાપ નથી, ગામના લોકો રોજ તયા નહાવા જાય છે. રાજન જે માણસ એ તમને આ ઉપાય કહયો એ માણસ નહી નાગ હતો ને એકી સાથે મોટુ વેર લેવા એણે જ તમને તૈયાર કરવા કે આમ કરવાથી રાજયમાં નાગ કદી નહી આવે.

પણ ગુરુજી હું તમને સમજી ને તૈયાર થયો, કેમકે તમારિ વાત સાચી જ હોય.

હવે આગળ શું રાણી મેનાવતી, મંત્રી અજમલ કે પછી પોતે રાજા જયસિંહ નાગકન્યાનો શિ કાર બનશે કે પછી શુકમુની તેમને બચાવી લેશે? આ જાણવા માટે વાંચો ઇચ્છાધારી નાગકન્યા ભાગ ૯, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૭ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.