ઇચ્છાધારી નાગકન્યા ભાગ 9 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
454

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૮ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.

કમલપુર રાજયમાં ભય નો માહોલ સર્જાયો છે, ને એક સાથે 30 રાણી ઓ ની નનામી નીકળે છે. આખુ ગામ સમશાનયાત્રા માં જોડાયુ છે અને હીબકે ચડયુ છે. આખરે રાણી ઓ ના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, એક સાથે ત્રીશ ચિતા ઓ સળગી રહી છે ને એ ચિતાઓ માંથી નિકળતી જવાળા ઓ જાણે કહી રહી હતી કે આખરે અમારો શું દોષ? અમારી શું ભુલ? કે અમને આ સજા મળી. રાણી ઓ પંચમુત મા વિલિન થયી જાય છે.

રાજા ને બધાં મહેલમાં આવે છે ને નહાઈ ને રાજયસભા ભરે છે. શુકમુનિ પણ પોતાના કાફલા સાથે સભામાં આવે છે ને રાજા ને પુછયુ કે આટલા દિવસો માં કોઈ અજાણ વયકતિ આવી? એટલે રાજા વિચાર માં પડયા ને અજમલ જી એ કહયુ કે હા ગુરુજી, રુપમલ સિંહ નામનો એક માણસ કામ માગવા આવયો હતો ને રાજા એ રખેવાળ તરીકે નિમણૂક કરી હતી.

રાજા બોલયા હા ગુરુજી એ રૂપમલ એ તો પરબત ને નિલાવતી નામો તનુ રાજ ખોલયૂ, જે વાત ભાઈ પરબતે મારા થી આટલા વરસો છુપાવી એ વાત એણે મને જણાવ્યું. તો રાજન એ કયાથિ આવયો હતો ને એને પરબત સિંહ નુ રાજ કયી રીતે ખબર પડી એ વિચારો? હા ગુરુજી એ રુપમલ એવુ કહયુ હતુ કે એ સરપ, નાગલોક ની વાતો થી જાણકાર છે.

એણે જ કહયુ કે પચીસ વરષ સુધી મહેલમાં ભોયરા ની કોટડીમાં મારા પિતાએ જે નાગનો નાશ કર્યો હતો તેનો પુત્ર જેને પરબતે સ રીમા રી હતી પછી એને કાળ કોટડી માં કેદ રાખયો હતો, ને એ નાગ ને આટલા વર્ષો પછી મહેલ ના કોઈ વ્યક્તિ એ મૂકત કરયો ને એણે જ પરબત ને નીલાવતી નો જીવ લીધો. રાજા તમે ત્યાં જ થાપ ખાઈ ગયા. એ વ્યકતિ કોઈ બીજું નહી પણ ઈરછાધારી કેદ માં રહેલો નાગકુમાર હતો.

એ હાલ કયા છે? એના કક્ષ માં હશે, એનો સામાન પણ હશે, શુકમુનિ મંત્રી અજમલ ને લયી ને રાજા જયસિંહ ને લયી રુપમલ ના કક્ષ માં આવે છે, ને ત્યા જયી જુએ છે તો કોઈ જ નહોતું, ને સાપ ની કાચળી ઉતારેલી પડી હતી. બધા ડરી જાય છે, ને રાજા એ કાચળી જોઈ ને રાજાએ મંત્રી પાસે કાળ કોટડીમાં મળેલી કાચળી ઓ નો ડબબો મંગાવયો ને શુકમુનિ એ બને કાચળીઓ સરખાવી તો એ એક જ સાપ ની હતી, એટલે શુકમુનિ એ સાબિત કરયુ કે કેદ માં થી છુટી ને એ ઈરછાધારી નાગ જ રુપમલ ના સવરુપ માં આવી ને, રાણી ઓ ના એક સાથે અંતની યોજના બનાવી.

ત્રીસ રાણી ઓ ને કોઈ એક નાગ એ નહી પણ અસંખ્ય સરપ ઓ એ ઝહેરીલા સાપો એ ભેગા થયી રાણી ઓ ના જી વ લીધાં છે. રાજા એનો અર્થ એ થાય કે વરસો પહેલાં તમારા પિતાએ રાફડા માં ગરમ પાણી નાખી ને દરદનાક અંત આપ્યુ હતુ એ કોઈ સામાન્ય નાગ નહી હોય, મણિધર ભગવાન શિવ શંકરના ભકતો હશે એ નાગ નુ જોડુ ને એના સંતાનો પણ ઈરછાધારી નાગ જ હશે.

ગુરુજી જે થયી ગયુ એ તો આપણે બદલી શકવાના નથી. પણ હવે આગળ બરબાદી ના થાય , આ નો કોઇ ઈલાજ નથી. રાજા આપના નવા રાણી કયાં છે? ગુરુજી એ તળાવ પર મારી સાથે હતી પણ રાણી ઓ ની લા શ જોઈ ને બેભાન થયી ગયી છે તો એના કક્ષ માં સુવડાવી છે.

રાણી રુપમતી એ રાજયસભા માં ગુરુજી ને રાજા ની વાતો સાભળી લીધી હતી, કે રુપમલ નુ સત્ય રાજા ની સામે આવી ગયુ છે એટલે વીરજી ને રોકવા પડશે. એ અચાનક રાજયસભામાં આવી ના જાય, નહીતર મુશીબત થયી જશે. રાણી રુપમતી પોતાના અસલ સવરૂપ માં આવે છે, ને સડસડાટ કરતી સુરગ માં થયી ને નાગલોક માં પહોંચી જાય છે. ને ત્યા નાગલોક માં નાગકુમાર શિવજી ની પુજા કરી રહયાં છે ને, રુપમતી આવી ને કહે છે કે ભાઈ તમે હવે કમલપુર મહેલમાં ના આવતાં તમારુ રાજ શુકમુનિ એ ઉઘાડુ પાડી દીધું છે.

ઓહહહ …..પણ બહેન તુ એકલી તયા રહીશ તો મને ચિંતા રહેશે. ભાઈ તમે ચિંતા ના કરો બસ બે દિવસ પછી પુનમ ની રાત્રે મને તમારી જરુર પડશે. હા બહેન તુ ચિંતા ના કર હુ એ યોજના પણ બનાવી, બધાં ને મળી ને રુપમતી મહેલમાં પરત આવી ને બેભાન નુ નાટક ચાલુ રાખે છે. શુકમુનિ બીજા દિવસે આવશે એમ કહી સંતો સાથે રથમાં બેસીને પોતાના આશ્ચમ માં આવે છે.

કમલપુર રાજય ને નાગરાજ ના શાપ થી કયી રીતે બચાવવા ……. એ વિચારે છે…… મેનાવતી ને રાજા રુપમતી ને ભાનમાં લાવવા ની કોશિશ કરે છે. રુપમતી ભાન મા આવે છે ને રડવા નુ નાટક કરે છે. મેનાવતી પણ રડે છે ને કહે છે કે રાણી ઓ તો તળાવમાં નહાવા જવા માટે તૈયાર જ નહોતી પણ મે પરાણે સમજાવી ને તૈયાર કરી, એટલે એમના માટે જવાબદાર હુ છું.

રાજા કહે ના મેનાવતી એમાં તમારો કોઈ દોષ નથી આપણાં નસીબ જ ખરાબ છે. આમ રાજા જયસિંહ ને મહેલ માં બીજી 17 રાણી ઓ ને કુમારો ની ચિંતા થાય છે. વિચારે છે કે હવે કયારે કોનો વારો આવશે એ કયી જ કહી ના શકાય. મારિ વહાલી રાણી રુપમતી ને મેનાવતી ને કયી જ ના થવુ જોઈએ, રાત્રે મોડા સુધી બધા સાથે બેઠા રહે છે.

હવે આગળ વેર નો ભોગ કોણ બને છે? શુ શુકનમુની નાગકન્યા ના વેર થી જયસિંહ ને બચાવી લેશે? કે નાગકન્યા શુકનમુની ને જ પોતાનો આગળ ના શિ કાર બનાવશે? આ જાણવા માટે વાંચો ઇચ્છાધારી નાગકન્યા ભાગ ૧૦, જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)

ઇચ્છાધારી નાગકન્યાના ભાગ ૧ થી ૮ અમારા પેજ પર મળી જશે ત્યાંથી તમે તેને વાંચી શકો છો.