ઇચ્છાધારી નાગકન્યા ભાગ 1 : વાંચો અત્યંત રસપ્રદ ગુજરાતી સ્ટોરી.

0
565

દક્ષમુનિ ને વરૂણ મુનિ ને કમલપુર રાજયમાં સારું ફાવી ગયું હતું. ત્યા ની રહેણીકરણી અને ખોરાક સાવ બદલાઈ ગયો છે. શુકમુનિ ના શિષ્યો કદી સ્તરી નો પડછાયો પણ ના લેતા કેમકે શુકમુનિ એ અઘોરી પંથ ના વંશજ હતા એટલે એ સાંસારીક લોકો થી હમેશા દુર રહેતાં ને સાવ સાદુ ભોજન જમતાં ને મહીનાં ઓ સુધી અન્ન જળ વગર તપ કરતાં. એટલે જ શુકમુનિ આખા પંથકમાં જાણીતાં હતાં. એમની પાસે સિધ્ધ ઓ નો ભંડાર સમાયેલો હતો.છતા એમના માં ઘમંડ બિલકુલ હતું નહી ને સામાન્ય સાધુની જેમ જીવન જીવતાં.એમનાં સમુહમાં દિક્ષા લયી ને આવતા સાધુ ઓ બહું અઘરી પરીક્ષા પાસ કરી ને જ આવતાં.

આવા અઘોર પંથ માં થી આવનાર દક્ષમુનિ ને વરૂણ મુનિ રાજા ના મહેલ માં આવી ને એમની જંગલ માં રહેતા સાધુ ની રીત ભાત થી દુર થયી રહ્યા હતાં. એમાં વાંક બિચારાં સાધુ મહારાજ નો ના હતો. જયાર થી સંતો ને રાણીવાસ માં ઉતર્યા હતા ત્યાર થી મોઘલ રાણી શબનમ બાનું ને નાઝિયા બાનું નું મન લલચાયુ હતું ને એટલે જ પહેલા કદી એ રસોડામાં ના આવનાર શબનમ,ને નાઝિયા બીજી રાણી ઓ સાથે મળીને રસોડાનું કામ કાજ કરતી ને સાધુ મહારાજ ને ભોજન થાળ આપવાં એ બે જ જતી ,ને સાધુ જમી ના રહે ત્યા સુધી ત્યા જ બેસી રહેતી.

સાધુ ને આકર્ષણ થાય એવા નખરાં કરતી, મુળ તો મોઘલ એટલે એ જાદુકળા માં પણ માહેર હતી. દક્ષમુનિ ને વરૂણ મુનિ ને ખ્યાલ આવી ગયો હતો કે કયીક અનહોની બનશે. તો રાજા જયસિંહ જા નથીમા રીનાખશે ને જો અહી આટલે આવ્યા પછી પાછાં ફર્યાં તો શુકમુનિ શાપ આપશે એમનો અનાદર કરવાની તાકાત કોઈ ના માં નથીં.

શુકમુનિ એમની સિધ્ધી થી ગમે એ તેને ભસ્મ કરી શકતાં. આજે તો મોઘલ રાણી ઓ એ હદ કરી નાખી. ભોજન થાળ લેવાના બહાને જાણી જોઇને સાધુ મહારાજ ને સપરષ કરી નાખે છે, ને હસતી હસતી ત્યા થી થાળ લયી ને જાય છે, ને દક્ષમુનિ ને વરૂણ મુનિ ટેનસન માં આવી જાય છે. પોતાનાં ઉતારે જાય છે ને વરૂણ મુનિ કહે છે. ભાઈ આપણે અંહી ફસાઈ ગયા છીએ કદી સ્તરી નો પડછાયો પણ ના લેતા નથી ને આ મોઘલ રાણી ઓ એ આપણાં તપ નો ભંગ થતો જણાય છે. ગુરુજી એ આપણ ને એ જ શીખવાડ્યું છે કે ગમે તેવા સંજોગો ઉભા થાય પણ સાચાં સંતો એ સ્તરી થી દુર રહેવુ………

હા દક્ષમુનિ મને પણ લાગી રહ્યુ છે કે એ બે મુઘલ રાણી ઓ સાથે મળીને કયીક ચાલ રમી રહી છે. આપણ ને બદનામ કરશે ને આપણું તપ ભંગ થશે વર્ષો મહેનત કરી ત્યારે આપણ ને અઘોર પંથ માં શુકમુનિ જેવા ગુરુજી મળ્યા છે.

હા વરુણ મુની આપણે અહીં થી નીકળી જવું પડશે ને શુકમુનિ ના પગ પકડી માફી માંગી લયીશુ ને મુઘલ રાણી ઓ ની વાત પણ કરી દયીશુ. પણ દક્ષમુનિ શુકમુનિ આપણી વાત સાંભળ્યા પહેલા જ શ્રાપ આપી દેશે તો? હા એ વાત પણ સાચી…. એક પણ રસ્તો નથી જો અહી રહીશું તો સો ટકા આપણું તપ ભંગ થશે જ.

આખી રાત વિચાર કર્યો પણ કોઈ રસ્તો મડયો નહીં. વરુણ જે ભાગ્ય માં લખ્યુ હશે એ થશે બસ આપણે મન થી મજબુત બન્વુ પડશે એમ વાત કરતાં કરતાં જ સુઈ જાય છે. આજે રાજા જયસિંહ પોતાના કાફલા સાથે શિ કાર કરવાં નીકડે છે. રાણી મેનાવતી ને કહે છે કે હું જંગલમાં શિ કારે જવુ છું તો તમે કુમારો ને રાણીવાસ નું ધ્યાન રાખજો. ખભે તી ર કામઠા ભરાવી ને એમના પ્રિય ઘોડા ચેતક પર સવાર થાય છે. આમ તો નજીકમાં જવાનું હોય તો રથ લયી ને જતાં પણ આજે એમનો મુડ ચેતક ની સવારી કરવાનો હતો. એટલે સાથે 16 ઘોડેસ્વાર ને સાથે લયી નીકડે છે ને ચેતક પણ આજ ખુલ્લા જંગલમાં ઘણાં સમયે આવવાં મડયુ એટલે એ પણ હવા વેગે દોડે છે.

જંગલમાં પહોંચ્યા ત્યા રાજા જયસિંહ ની નજર એક રૂપેરી હરણ પર પડી ને રાજા જયસિંહ એ હરણ બધાં ઘોડેસ્વાર ને બતાવ્યું. એ હરણ ની આંખો હીરા ની ચમક ની જેમ ચમકી રહી હતી. રાજા ને નવાઈ લાગે છે કે જીંદગી માં પહેલી વાર આવું રૂપેરી હરણ જોયું. સૈનિકોને ને પણ નવાઈ લાગે છે. રાજા કહે છે આ હરણ તો હવે આપણે લેવું જ છે. રાજા નો મંત્રી અજમલ કહે છે મહારાજ માફ કરજો પણ મને એમાં કયી જાદુકળા લાગે છે. એની સુંદરતા પાછળ કયીક તો રહસ્ય લાગે છે. એની પાછળ ના જયીએ તો સારું. ના અજમલ એમ ગમતાં શિકાર ને છોડી દે એ આ જયસિંહ ચૌહાણ નહી.

દુર મેદાનમાં ઘાસ ચરતુ એ રૂપેરી હરણ ને પામવા રાજા જયસિંહ એ ચેતક ને એડીમા રીને ચેતક વાયુ વેગે ઉડવા લાગ્યો ને રાજા ના ઘોડેસ્વાર પણં એમની પાછળ. ચતુર હરણ રાજા ના કાફલાને જોઈ ને ઉંચા ઉંચા કુદકા મારી દોડતુ હતું. બધાં ઘોડા પણં એક એક કરી થાકી ને લોથપોથ થઈ જાય છે ને રાજા નો ચેતક વાયુ વેગે ઉડવા લાગ્યો ને રાજા કાફલામાં થી છુટાં પડી ગયાં. બીજા ઘોડેસ્વાર રાજા ને ધણી બુમો પાડી હતી પણં રાજા ને તો બસ પાછું વળીને જોયું પણ નહી ને સતત એમની નજર હરણ નો પીછો કરી રહી હતી.

રાજા પીછો કરતાં કરતાં ઘનઘોર જંગલોમાં પહોંચી જાય છે ને એ હરણ કુદકો મારી પથ્થર ની બખોલમાં ઘૂસી જાય છે, ને રાજા જયસિંહ કયી પણં વિચાર્યા વિના ઘોડા પર થી નીચે ઉતરી ને ચેતક ને એક ઝાંય ના છાયે બાંધીને એ પથ્થર ની બખોલમાં ઘૂસી જાય છે. ઘોડો ચેતક પરિસ્થિતિ ને પામી જાય છે ને બે પગ ઉંચા કરી ને જોરથી હણહણાટી કરે છે. પણ જયસિંહ ને તો બસ એ હરણ ની આંખો માં રસ હતો. બખોલમાં જયી જોયું તો ત્યા પગથીયાં હતા જે નીચે કોઈ ગુઢ પ્રકાશ તરફ જયી રહ્યા હતાં.

રાજા એટલાં બધાં પગથીયાં ઉતર્યો ને અજવાળું વઘતુ લાગ્યુ ને થાકી ને રાજા જયસિંહ ત્યા જ બેભાન થઈ જાય છે ને આ બાજું રાજા નો કાફલો જંગલમાં રાજા ને શોધી રહ્યા હતા. મંત્રી અજમલ કહે છે કે મે મહારાજ ને ચેતવ્યા હતા પણ ના માન્યા હવે આપણે શું કરીશું? ને અંધારું પડવા આવ્યુ હવે કયાં શોધીશું. રાજમહેલમાં એમના ભાઈ ને રાણીવાસ માં શું જવાબ આપીશું? બધાં ચિંતિત થયી જાય છે ને અજમલ હુકમ આપ્યો કે, રાજા ને લીધાં વિનાં આપણે કમલપુર રાજયમાં પાછું નથી જવાનું. રાત જંગલમાં જ પસાર કરી, કાલે સવારે રાજા ની શોધ કરીશું.

બીજા સૈનિકોને બીક લાગે છે એટલે કહે છે કે, રાતે જંગલી પ્રાણીઓ આવશે તો કેવી રીતે બચીશુ? ચાલો પેલા ખુલ્લા મેદાનમાં તંબૂ ઠોકી દો ને જમવાનું બનાવા માટે ચૂલા પ્રગટાવો ને મેદાન ની વચ્ચે હોળી ની જેમ આખી રાત અગ્નિ ની જવાળાં ઓ ચાલું રાખીશું, તો કોઈ જંગલી જનાવર આગ જોઈ નહી આવે ને ઝાડ ની ડાળી ઓ કાપી ને હોળી પ્રગટાવી ને રસોઈ આ એ જમવાનું બનાવ્યું ને બધાં જમીને થાક્યા પાક્યા સુઈ જાય છે.

અજમલ ને શંકર નામનો સૈનિક બે ખુલ્લી તર વારે જાગતાં રહ્યા. રાજા જ્યારે ભાન માં આવે છે ત્યારે એ એક સુંદર મહેલમાં હોય છે, રાજા યાદ કરવાની કોશિશ કરે છે પણ કરી સમજી શકતાં નથી, ત્યા એક સુંદર રાજકુમારી પાણી લયી ને આવે છે ને રાજા તરસ્યો હતો એટલે પાણી પી લે છે, એ સાદુ પાણી નહી પણ સુગંધિત પ્રવાહી હતું, રાજા બીજો ગલાશ માગે છે ને સુંદર કન્યા એના હાથે પીવડાવે છે,.

રાજા એક એવી જાળ માં ફસાયા હતાં એનો અંદાજ પણં ના હતો. રાજા સુંદરી ને પુછ્યુ કે જંગલમાં આ મહેલ આ કયુ રાજ્ય છે? એ પણં આટલું સુંદર? આ પરીલોક છે, રાજ્ય નથી. પણ ધરતી પર પરીલોક ક્યાથી હોય? તમે ધરતી પર નથી રાજન, આ પાતાળ લોક છે ને હું પાતાળ લોક ની રાણી રુપમતી છું. હકીકતમાં એ રાણી રુપમતી નહોતી એ એક ઈરછાધારી નાગકનયા હતી ને આ પાતાળ લોક નહી પણ નાગલોક નગરી હતી.

રાણી રુપમતી એ નાગ કન્યા હતી. રુપમતી ના માતા પિતા નું મુ તયુરાજા જયસિંહ ના હાથે થયું હતું એટલે કમલપુર સાથે નાગલોક નું જુનુ વેર હતું. એમ તો જયસિંહ ના માતા પિતા ને તો રુપમતી ના ભાઈ રાજકુમારે ડંશ મારી વેર લયી લીધું હતું. પણ ત્યા હાજર જયસિંહ એ નાગકુમાર પર છુટ્ટી સ રી મા રી એટલે રુપમતી ના ભાઈ નુંમો તરાજા ના હાથે થયું હતું ને જયસિંહ ના માતા પિતા ના હાથે અજાણતા રુપમતી ના માતા પિતાનુંમો તથયું હતું.

આમ વરસો થી વેર ની આગ માં સળગતી ઈરછાધારી નાગ કન્યા રુપમતી રાજા જયસિંહ ની રાહ જોઈ રહી હતી. નાગકનયાએ રાજા જયસિંહ ના આખા કુળ નો નાશ કરવાની સોગંધ લીધી હતી. આજે એ હરણી બની ને રાજા ને લયી આવી ને પોતાની ઓળખ પરીઓની રાણી છે એમ કહ્યુ……..

હવે રાજા જયસિંહ ના જીવન માં શું મોડ આવે છે એ જાણવા માટે વાંચજો ભાગ – ૨ જે જલ્દી જ તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

– સાભાર વીક ચૌહાણ (અમર કથાઓ ગ્રુપ) (ફોટા પ્રતિકાત્મક છે.)