શું તમે જાણો છો રાજસ્થાનના ઈડાણા માતા મંદિર સાથે જોડાયેલા આ રોચક તથ્ય, જ્યાં માતા કરે છે અગ્નિ સ્નાન.

0
421

રાજસ્થાનમાં આ જગ્યાએ ઘણા જ આશ્ચર્યો અને રહસ્યોથી ભરેલું ઈડાણા માતાનું મંદિર છે, માં દેખાડે છે પોતાનો પરચો.

આપણા દેશ ભારતમાં ન જાણે કેટલાય એવા મંદિરો છે જે ચમત્કારોથી ભરેલા છે. ક્યાંક આજે પણ શ્રીકૃષ્ણ રાસ લીલા રચાવે છે, તો ક્યાંક માતા સામે જ્વાળા પ્રજ્વલિત થતી રહે છે. એટલું જ નહિ ઘણા મંદિરોને લઈને એવી માન્યતા પણ છે કે, આજે પણ અહિયાં ભક્તોની અરજી સાંભળવા ભગવાન પોતે પ્રગટ થાય છે અને કોઈને કોઈ રૂપમાં તેમના ભક્તોને દર્શન આપે છે.

કાંઈક એવા જ આશ્ચર્યોથી ભરેલું છે રાજસ્થાનના ઉદયયુરમાં આવેલું ઈડાણા માતા મંદિર જ્યાં માતા દૂધ, દહીં કે જળથી સ્નાન ન કરતા અગ્નિથી સ્નાન કરે છે. એ સત્ય છે કે, માતાનું આ મંદિર હકીકતમાં માતાને અગ્નિ સ્નાન કરાવે છે જે કોઈ આશ્ચર્યથી ઓછું નથી. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલા થોડા વધુ આશ્ચર્યમાં મુકે તેવા તથ્યો વિષે.

ખુલા આકાશની નીચે છે માતાનો વાસ :

ઉદયયુર જીલ્લા વડી કચેરીથી 60 કી.મી. દુર કુરાબડ-બમ્બોરા માર્ગ ઉપર અરાવલીના પહાડો વચ્ચે આવેલા આ ઈડાણા માતા મંદિરને લઈને માન્યતા છે કે, અહિયાં આવનારા શ્રદ્ધાળુઓની દરેક મનોકામના પૂરી થાય છે. ઈડાણા દેવીનું આ પ્રસિદ્ધ શક્તિ પીઠ મેવાડમાં આવેલું છે. અહિયાં માતાનું કોઈ ભવ્ય મંદિર નથી બનાવવામાં આવ્યું, પણ ઈડાણા માતા વડના વૃક્ષ નીચે બીરાજમાન છે. માતાના માથા ઉપર કોઈ શિખર પણ નથી. માતા ખુલ્લા આકાશની નીચે નિવાસ કરે છે. માં ની મૂર્તિ પાછળ માત્ર મનોકામના પૂરી થવા ઉપર ભક્તો તરફથી ચડાવવામાં આવતી ચુંદડી અને ત્રીશુલોનું સુરક્ષા કવચ રહેલું છે.

ઈડાણા માતા કરે છે અગ્નિ સ્નાન :

હજારો વર્ષ જુના આ શ્રી શક્તિ પીઠ ઈડાણા માતા મંદિરમાં સદીઓથી અગ્નિ સ્નાનની પરંપરા ચાલતી આવે છે. અહિયાં દર્શન માટે ગયેલા ભક્તોના જણાવ્યા મુજબ માતાની મૂર્તિ આસપાસ ક્યારે પણ ભીષણ આગ લાગી જાય છે અને અહિયાં અગ્નિ પોતાની જાતે જ ઓલવાઈ પણ જાય છે. એવું માનવામાં આવે છે કે, ઈડાણા માતા અહિયાં અગ્નિ સ્નાન કરે છે. અગ્નિ સ્નાન વખતે આગ એટલી વિકરાળ હોય છે કે 10 થી 20 મીટર ઉંચી જ્વાળાઓ ઉઠે છે. તેનાથી ઈડાણા માતા મૂર્તિની આસપાસ પ્રસાદ, ચડાવો, બીજી પૂજા સામગ્રી વગેરે બળીને રાખ થઇ જાય છે, પણ ઈડાણા માતાની જાગૃત મૂર્તિ અને ધારણ કરેલી ચુંદડી ઉપર આગની કોઈ અસર થતી નથી.

હકીકતમાં આ ઘટના કોઈ આશ્ચર્યથી ઓછી નથી કે અગ્નિ સ્નાન પછી પણ માતાની મૂર્તિ વર્ષો પહેલા જેવી હતી આજે પણ એવી જ છે. જોકે ઘણી વખત ઈડાણા માતાના અગ્નિ સ્નાન વખતે ઉઠતી જ્વાળાઓથી તે વડના ઝાડને પણ નુકશાન પહોંચે છે જેની નીચે સદીઓથી માતા રાણી બિરાજમાન છે.

24 કલાક થાય છે માં ના દર્શન :

આ શક્તિ પીઠની વિશેષ વાત એ છે કે, અહિયાં માં ના દ્વાર અને દર્શન ચોવીસ કલાક ખુલ્લા રહે છે. અહિયાં ભક્ત ક્યારેય પણ પોતાની મનોકામના લઈને આવે છે જે માતા પૂરી કરે છે. સવારે પાંચ વાગ્યે આરતી, સાત વાગ્યે શૃંગાર દર્શન, સાંજે સાત વાગ્યે સાંજની આરતી અહિયાંના મુખ્ય દર્શન છે.

બીમારીઓ થાય છે દુર :

આ મંદિરના દર્શન માટે દુર દુરથી મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કહેવામાં આવે છે કે, આ મંદિરમાં દર્શન માત્રથી ભક્તોની તમામ બીમારીઓ દુર થઇ જાય છે. એટલું જ નહિ અહિયાં ખાસ કરીને લકવાથી પીડિત દર્દી પોતાના ઈલાજ માટે આવે છે. ખાસ કરીને અહિયાં લકવાના દર્દીઓનો ઈલાજ થાય છે.

એવું કહેવામાં આવે છે કે જો કોઈ લકવાગ્રસ્ત વ્યક્તિ અહિયાં આવે છે તો જલ્દી સ્વસ્થ થઈ જાય છે. અહિયાં લકવાગ્રસ્ત વ્યક્તિ પાસે યજ્ઞ કરાવવામાં આવે છે અને મંદિરના તલઘર (બેઝમેન્ટ) માં બનેલા હોલમાં એક લોખંડના દ્વાર માંથી લકવાગ્રસ્ત વ્યક્તિને પસાર કરવામાં આવે છે. બધા લકવાગ્રસ્ત રોગી રાત્રીના સમયે માં ની મૂર્તિ સામે રહેલા ચોકમાં આવીને સુવે છે. અહિયાં સુવા પાછળ એવી માન્યતા છે કે, માતા તેમના પર પોતાનો પડછાયો પાડે છે અને તેનાથી લકવાના દર્દી સાજા થાય છે.

માતાને ચડે છે ત્રિશુલ :

ઈડાણા માતાને ખાસ કરીને ત્રિશુલ ચડાવવામાં આવે છે અને ચુંદડી ચડે છે. માન્યતા છે કે માતાને ત્રિશુલ અને ચુંદડી ચડાવવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે અને નિઃસંતાન દંપતીઓને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

અગ્નિનું રહસ્ય ઉકેલવું છે મુશ્કેલ :

અહિંયાના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ મંદિરમાં મહિનામાં 2 થી 3 વખત પોતાની જાતે અગ્નિ પ્રજ્વલિત થવા લાગે છે અને માતા આ અગ્નિમાં સ્નાન કરે છે. અગ્નિની જ્વાળાઓ 20 ફૂટ સુધી હોય છે પણ અગ્નિનું રહસ્ય હજુ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. કહેવામાં આવે છે કે, આ અગ્નિ સ્નાનને કારણે અહિયાં માં નું મંદિર નથી બની શક્યું અને માતા ખુલા આકાશની નીચે નિવાસ કરે છે.

આશ્ચર્યથી ભરપુર આ અદ્દભુત મંદિરના દર્શન માટે તમારે પણ ઓછામાં ઓછું એક વખત તો જરૂર જવું જોઈએ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.