અજેય ગણાતા ઈડરિયા ગઢ (ઇલ્વદુર્ગ) ની કેટલીક અજાણી વાતો.

0
2394

આજ મારે ભર્યાં સરોવર લ્યાં રે આનંદભર્યાં

આજ મારે માડીના જીગરભાઈ પરણ્યા રે આનંદભર્યાં

આજ મારે પરણીને જીગરભાઈ પધાર્યા રે આનંદભર્યાં

આજ અમે લાખ ખરચીને લાડી લાવ્યાં રે આનંદભર્યાં

આજ અમે ઈડરિયો ગઢ જીતી આવ્યાં રે આનંદભર્યાં

આજ અમે લાખેણી લાડી લઈ આવ્યાં રે આનંદભર્યાં

આજ અમારે હૈયે હરખ ન માય આવ્યાં રે આનંદભર્યાં

આજ મારે ભર્યાં સરોવર છલ્યાં રે આનંદભર્યાં

જો ઈડરિયો ગઢ બચાવવામાં નહીં આવે તો આ મહિલાઓ ભવિષ્યમાં કદાચ આવા લગ્નગીતો નહીં ગાઈ શકે. કેમ જે જે ઈડરિયો ગઢ જીતવાની તેઓ વાતો કરે છે એજ ગઢનું અસ્તિત્વ જો ભૂંસાઈ જાય તો પછી ગઢ જીતવાના ગીતો શું કામના. વિશાલ શિલાઓના લીધે ઇડર અત્યાર સુધી અજેય એટલે કે જીતી નાં શકાય તેવું ગણાતું. આજે આપણે ઇડર ગઢ વિશે અવનવુ જાણીએ…

ઇડરનુ પ્રાચિન નામ ઇલ્વદુર્ગ હતુ, જેનો અર્થ ઇલ્વનો કિલ્લો થાય છે. અપભ્રંશ થઇને તે ઇડર નામ મળેલ છે. ઇડર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઇશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમદાવાદથી ૧૨૦ કિ.મી. ઉત્તરે આવેલું અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું નગર છે.

ઇડરના નામનો ઇતિહાસ પણ ખુબ જ અટપટો છે. એવું કહેવાય છે કેટલીક લોકવાયકાઓ છે કે, વર્ષો પહેલાં અહીંયા પર્વતો પર બે દુષ્ટ આત્માઓ રહેતી હતી જેમનું નામ હતું ઇલ્વા અને દુર્ગ. તેથી લોકોએ એવું કહેવાનું ચાલું કર્યું કે અહીં ડર છે. એટલે અહીં ડરને અભ્રંશ કરી નાખતા આજે આ શહેર ઇડર નામથી પ્રખ્યાત છે.

ઈડરિયો ગઢ, પવિત્ર ઝરણેશ્વર મહાદેવનું મંદિર કે જે ઇડર ગઢના બે-ચાર પગથિયાં ચઢતાની સાથે જ ડાબી બાજુએ એક પ્રાકૃતિક ગુફામાં આવેલું છે. રાજ મહેલ, મહાકાળી મંદિર, પુરાતન પંચમુખી મહાદેવનું મંદિર, પાતાળ કુંડ, દિગંબર અને શ્વેતાંબરના જૈન દેરાસરો વગેરે જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે.

પાતાળ કુંડ વિશે લોકવાયકા પ્રમાણે કહેવાય છે કે, વર્ષો પહેલાં આ પ્રદેશમાં વેણીવચ્છરાજ નામે એક રાજા હતો. જેનો જન્મ ઈલ્વ દુર્ગના ડુંગરોમાં થયો હતો. આજે પણ ઈડરના ગઢ પર વેણીવચ્છરાજ કુંડ હયાત છે. કહેવાય છે કે વેણીવચ્છરાજની માતા હિમાલયના ગઢવાલ તહેરી પ્રદેશમાં આવેલા શ્રીનગર ગામના રાજાની રાણી હતી. જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે ગરજ નામનો યક્ષીરાજ તેને ઈડરના ડુંગરોમાં લઈ આવ્યો હતો. જેથી વેણીવચ્છરાજનો જન્મ ઇડરમાં થયો. ત્યાર બાદ વેણીવચ્છરાજ મોટો થયો અને અહીં પોતાનું રાજ્ય સ્થાપ્યું અને કેટલાક વર્ષ અહી રાજ કર્યુ. દંતકથા પ્રમાણે વેણીવચ્છરાજના વિવાહ એક નાગકન્યા સાથે થયા હતા.

અહીં આશરે ત્રણ કિલોમીટરના અંતરે ગાંધીજીના આઘ્યાત્મિક ગુરુ શ્રીમદ્ રાજચંદ્રની ભૂમિ તરીકે જાણીતું શ્રીમદ્ રાજચન્દ્ર વિહાર નામનું દિવ્ય સ્થળ આવેલું છે. સાથે જ ઇડર ઘાટી ઉતરતા પૌરાણિક વાવ પણ આવેલી છે. ત્યાં પાસે આવેલી અતિ મહત્ત્વનુ સ્થાન રણમલ ચોકી પણ જોવાલાયક છે. રણમલની ચોકી વિષે એવું કહેવાય છે કે, ત્યાંથી એક ગુપ્ત માર્ગ હતો જે છેક સાબરમતીના તીરે નીકળાય છે.

રાવના સમકાલીન કવિ શ્રીધર વ્યાસે તેમના મધ્યકાલીન ગુજરાતી કાવ્ય ‘રણમલ છંદ’ માં રાવના આવા સંઘર્ષોનું વિગતપ્રચુર વર્ણન કરેલ છે. ‘રણમલ છંદ’ કૃતિમાં ઈડરના રાજા રણમલએ ઇડર પર આ ક્રમણ કરનાર પાટણના મુસ્લમાન સૂબાને જે પરાજય આપ્યો હતો તેની કથા છે. આ કાવ્ય રણમલના વીર પુરુષ પરાક્રમને બિરદાવ્યું છે. આ કાવ્યમાં કવિએ ઇડરનું વર્ણન કર્યું છે.

સેક દિલ્લીથી આવેલા અલ્લાઉદીન ખીલજી સોમનાથ, વેરાવળથી, પાટણ જાય છે, ત્યારે વચ્ચે આવતાં બધા રાજ્યને મ્હાત કરતાં તે ઇડર સુધી પહોંચે છે. અને ઇડરમાં પહેલે પરાજય મળે છે. આ કૃતિમાં ઇડર ઘરનું વર્ણન કર્યું છે. તેની સાથે સેન્ય અને યો ધાઓનું પણ યોજસ્વી સેલીમાં વર્ણન કર્યું છે.

સંપાદક : પ્રજાપતિ તુષાર “ઝાકળ” (અમર કથાઓ ગ્રુપ)